February 20, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

World Champion: ટીમ ઈન્ડિયાને બીસીસીઆઈએ આપ્યો 125 કરોડ રુપિયાનો ચેક

Spread the love

ટવેન્ટી-20માં નિવૃત્ત થયેલા રોહિત શર્મા અને વિરાટ કોહલીએ શું કહ્યું?
મુંબઈઃ 2023ના વર્લ્ડ કપમાં છેક ફાઈનલમાં પહોંચીને ટીમ ઈન્ડિયા હારી ગયું હતું, પરંતુ એના પછી ટવેન્ટી-20 વર્લ્ડ કપ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાયો અને આ વર્લ્ડ કપમાં ભારત એક પછી એક મેચ જીતીને ફાઈનલમાં પણ દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારત જીત્યું. 17 વર્ષ પછી આ જ ફોર્મેટમાં વર્લ્ડ કપ જીતીને ટીમ ઈન્ડિયાએ ક્રિકેટ પ્રેમીઓનું દિલ જીતી લીધું.
champion
દક્ષિણ આફ્રિકાને સાત રનથી હરાવીને ટીમ ચેમ્પિયન બન્યા પછી ગઈકાલે પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આખી ટીમના ખેલાડીઓ મળ્યા હતા. સાંજે મુંબઈમાં ટીમ ઈન્ડિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી મરીન ડ્રાઈવ રોડશો કર્યા પછી વિજય પરેડ યોજવામાં આવી હતી.
નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ભારતના તમામ ખેલાડીઓ એક ઓપન બસમાં બેસીને વિકટરી પરેડનો આરંભ કર્યો હતો. આ બસમાં ટીમના તમામ ખેલાડીઓની સાથે ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. ટીમ ઈન્ડિયાને મળેલી જીતનું શ્રેય વિરાટ કોહલીએ જસપ્રીત બુમરાહને આપ્યું હતું. પાટનગર દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને રોહિતે યાદગાર ગણાવી હતી.


વાનખેડે સ્ટેડિયમ પહોંચેલી ભારતીય ટીમને બીસીસીઆઈના ચેરમને રોજર બિન્ની અને સચિવ જય સાહે ભારતીય ટીમને 125 કરોડ રુપિયાનો ચેક આપ્યો હતો. દરમિયાન સમગ્ર ટીમ ઈન્ડિયાને સ્ટેજ બોલાવવામાં આવી હતી, ત્યારબાદ ખેલાડીઓ ટ્રોફી સાથે મેદાનમાં ચાહકોને વધાવ્યા હતા. ચેક આપ્યા પછી સેરેમનીનું સમાપન કરવામાં આવ્યું હતું.
રોહિત શર્માએ કહ્યું હતું કે આ ટ્રોફી અમારા માટે નહીં, પરંતુ દેશવાસીઓ માટે છે. રોહિત શર્માએ હાર્દિક પંડ્યાની ઓવરમાં ડેવિડ મિલરને આઉટ કરવા માટે સૂર્યકુમાર યાદવના કેચ વગેરે બાબતને અવિશ્વસનીય ગણાવી હતી અને રોહિતે કહ્યું કે મને મારી ટીમ પર ગૌરવ છે.
દરમિયાન વિરાટ કોહલીએ કહ્યું કે પંદર વર્ષની મહેનત પછી ભારત વર્લ્ડ કપ જીત્યું છે. આ વખતની સિઝનમાં જસપ્રીત બુમરાહ જેવા બોલર રોજ રોજ જનમતા નથી. હકીકતમાં બુમરાહ દુનિયાની આઠમી અજાયબી છે. ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે હું ભારતીય લોકોના પ્રેમને જીવનભર યાદ રાખીશ, જે આજે મેં રસ્તા પર નજારો જોયો છે, એને ક્યારેય ભૂલી શકીશ નહીં. જસપ્રીત બુમરાહે કહ્યું હતું કે આજે જે મેં જોયું છે, જે ભૂતકાળમાં ક્યારેય જોયં નથી. મારું અત્યારે તો રિટાયરમેન્ટ લેવાનું મન નથી. એટલું કહીશ નિવૃત્તિની તો હજુ દૂરની વાત છે પણ હજુ તો શરુઆત થઈ છે.
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા વર્લ્ડ કપની ટ્રોફી લઈને વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યો હતો. રોહિત શર્મા તેનાથી આગળ હતો, પરંતુ ત્યારબાદ રોહિત શર્માએ હાર્દિકને ટ્રોફી આપી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ દેશભક્તિના ગીતો પર ડાન્સ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!