સુધા મૂર્તિએ પહેલી સ્પીચમાં સરકારને કરી મોટી અપીલ
નવી દિલ્હીઃ લોકસભાનું સંસદીય સત્ર ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવનિયુક્ત સાંસદોને શુભેચ્છાઓ આપવા સાથે કોંગ્રેસ સહિત ગઠબંધનના પક્ષોની ટીકા પણ કરવાની તક છોડી નહોતી. ગઈકાલે રાજ્યસભામાં સુધા મૂર્તિએ પહેલી વખત રાજ્યસભાના સાંસદ તરીકે પોતાની સ્પીચ આપી હતી. આ સ્પીચ દરમિયાન સુધા મૂર્તિએ સરકારને સૌથી મોટી અપીલ કરી હતી.
રાજ્યસભાને સંબોધતી વખતે સુધા મૂર્તિએ કહ્યું હતું કે મારા ભાષણની શરુઆત હું ક્યાંથી કરું એની મને ખબર પડતી નથી. આ મારી પહેલી સ્પીચ છે અને મારી પાસે કેટલો સમય છે, પાંચ મિનિટ. રાષ્ટ્રપતિએ મારી સ્પીચ માટે સમય ફાળવ્યો તેના માટે હું તેમની આભારી છું. દેશના વડા પ્રધાને મહિલા દિવસે મારા નામની જાહેરાત કરી હતી. જોકે, મેં હંમેશાં દેશના ગરીબ માટે કામ કર્યું છે, તેથી મારી પાસે બંને સદનનો કોઈ અનુભવ નથી.
🚨 Sudha Murty’s First Speech in Rajya Sabha
Excellent and Very Beautiful, Must Watch 👏 pic.twitter.com/Ji5WJkEf8c
— Ravisutanjani (@Ravisutanjani) July 2, 2024
આ સ્પીચ દેશના જાણીતા સમાજસેવિકા અને લેખિકા સુધા મૂર્તિની હતી. મંગળવારે સુધા મૂર્તિએ સરકાર પાસે મહત્ત્વની માગણી કરી હતી. અગાઉ 14મી માર્ચે સુધા મૂર્તિએ જાણીતા ઉદ્યોગપતિ અને પતિ મહોદય નારાયણ મૂર્તિની હાજરીમાં સંસદમાં સભ્યપદે સોગંધ લીધા હતા. મંગળવારે રાષ્ટ્રપતિના ભાષણ અંગે આભાર પ્રસ્તાવ પર મહત્ત્વની સ્પીચ આપી હતી.
સુધા મૂર્તિએ રાજ્યસભામાં પોતાના ભાષણમાં એ વાત કરી હતી. એક તો મહિલાઓમાં થનારા સર્વાઈકલ કેન્સર અને બીજી ઘરેલુ પર્યટન પર. પોતાના 12.30 મિનિટના ભાષણમાં આ બે વાત વિશેષ જોર આપ્યું હતું.
સર્વાઈકલ કેન્સર અંગે શું કહ્યું
મૂર્તિએ કહ્યું કે દેશમાં મહિલાઓને સર્વાઈકલ કેન્સરનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સામાજિક વ્યવસ્થા એવી પડી ગઈ છે, જેમાં મહિલાઓના આરોગ્ય પર ધ્યાન આપવામાં આવતું નથી. હોસ્પિટલમાં જ્યારે નિદાન કરવામાં આવે છે ત્યારે કેન્સરની બીમારી ત્રીજા અથવા ચોથા સ્ટેજમાં છે. આ તબક્કામાં તેમને બચાવવાનું પણ મુશ્કેલ હોય છે. મહિલાના મૃત્યુ પછી પતિ બીજા લગ્ન કરે છે પણ બાળકોને મા મળતી નથી. નવથી 14 વર્ષના સમયગાળામાં યુવતીને એક રસી આપવામાં આવે છે એ રસી લેવામાં આવે તો કેન્સરનું જોખમ ટળી શકે છે. રસીકરણનો ખર્ચ પણ મોંઘો નથી. અત્યારે એનો ખર્ચ 1400 રુપિયા છે, પરંતુ સરકાર એમાં ખર્ચ કરીને પણ એ 700-800 રુપિયા સુધી લાવી શકે છે.
ડોમેસ્ટિક ટૂરિઝમને પ્રોત્સાહન આપવા મુદ્દે સુધા મૂર્તિએ મહત્ત્વની વાત કરી હતી. પર્યટન પેકેજ સારું બનાવવાનું જોઈએ, જેમાં જરુરી સુવિધા લોકોને મળવી જોઈએ. સારા રસ્તા, જીવન જરુરી ચીજવસ્તુ મળવી જોઈએ. ડોમેસ્ટિક ટૂરિઝમને પ્રોત્સાહન આપવાથી સરકારની આવકમાં પણ વધારો થશે. 74 વર્ષના સુધા મૂર્તિએ છેલ્લે સંસ્કૃતમાં શ્લોક ગાઈને જય હિંદ, જય ભારત બોલીને ભાષણ સમાપ્ત કર્યું હતું.
