February 20, 2026
મનોરંજન

રણવીર સિંહ 15 કિલો વજન વધારશે, જાણો કેમ?

Spread the love

મુંબઈઃ બોલીવુડના સ્ટાર કપલ અત્યારે ચર્ચામાં છે. ઈન્ડસ્ટ્રીમાં અત્યારે ખાસ કરીને દીપિકા માતા બનવાની છે એને કારણે લાઈમલાઈટમાં છે, જ્યારે રણવીર સિંહ પણ તેની અંગત વાતને લઈ ચર્ચામાં છે. રણવીર સિંહ પંદર કિલો વજન વધારવાનો છે અને આ અંગે જાણીતી લેખિકાએ રહસ્યસ્ફોટ કર્યો છે. એટલે દીપિકાના વજનમાં વધારો થવાની સાથે પતિ મહાશય રણવીર સિંહના વજનમાં પણ વધારો થવાનો છે. એવું શું રહસ્ય છે ચાલો જાણીએ.
રણવીર સિંહ અને પત્ની દીપિકા સાથે સપ્ટેમ્બરમાં પોતાના બાળકના સ્વાગત માટે તૈયાર છે એની સાથે રણવીર સિંહ તેની આગામી ફિલ્મ માટે પંદર કિલો વજન વધારી રહ્યો છે. જાણીતા લેખિતા શોભા ડે પોતાની લેટેસ્ટ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં ખુલાસો કરતા લખ્યું છે કે રણવીર સિંહ તેની આગામી ફિલ્મના પ્રોજેક્ટ માટે ઓન-સ્ક્રીન રોલ માટે વજન વધારી રહ્યો છે.
જોકે, અત્યાર સુધીમાં રણવીર સિંહ એ ફિલ્મ અંગે કોઈ માહિતી શેર કરી નથી. રણવીર સિંહને શોભા ડે અલીબાગના એક કૈફેમાં મળ્યા હતા અને એની સાથે લંચ પણ કર્યું હતું. ત્યાર બાદ ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર રણવીર સિંહ સાથે અમુક તસવીરો પણ શેર કરી હતી. અન્ય ફોટોગ્રાફમાં રણવીર સિંહ ફ્રેન્ચ ફ્રાઈઝ સાથે જોવા મળે છે.

ranveer

સૌથી મહત્ત્વની વાત એ છે કે શોભા ડેએ પોતાની સાથે રણવીર સિંહની માહિતી પણ શેર કરી છે, જેમાં રણવીર સિંહ પોતાની હેલ્થ નહીં પણ ફિલ્મના કારણે વેઈટ વધારી રહ્યો હોવાની માહિતી શેર કરતા સોશિયલ મીડિયા પર એ તસવીરો જોરદાર વાઈરલ થઈ હતી.
અહીં એ જણાવવાનું કે નિર્દેશક પ્રશાંત વર્મા સાથે રણવીર સિંહની આગામી ફિલ્મ રાક્ષસમાં જોવા મળશે. આ પ્રોજેક્ટ માટે ડિરેક્ટરે કોઈ જાહેરાત પણ કરી નથી, જ્યારે સ્પષ્ટતા પણ કરી હતી કે હજુ સુધી આ ફિલ્મમાં કોઈ નક્કર રીતે આગળ વધી શક્યા નથી. આમ છતાં આગામી દિવસોમાં કોઈ જાહેરાત કરવામાં આવે તો નવાઈ નહીં, એમ ઈન્ડસ્ટ્રીના વર્તુળોએ જણાવ્યું હતું. રણવીર સિંહની જાણીતી ફિલ્મોમાં રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં જોવા મળ્યો હતો એની સાથે સિંગમ અગેઈનમાં જોવા મળી શકે છે. આ ઉપરાંત, ફરહાન અખ્તરની ડોન-થ્રીમાં જોવા મળશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!