February 11, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્રમુંબઈ

HSCના Result બાદ હવે SSCના Resultને શિક્ષણ પ્રધાને આપી મહત્વની માહિતી…

Spread the love

મુંબઈ: મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા મંગળવારે HSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને હવે લોકોમાં 10મા ધોરણનું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે. હવે આ બાબતે શાળેય શિક્ષણ ખાતાના પ્રધાન દિપક કેસરકરે મહત્વની માહિતી આપી છે. કેસરકરે આ બાબતે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે 27મી મે પહેલાં કોઈ પણ ઘડીએ 10મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવશે.

મંગળવારે મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા HSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ વખતના પરિણામમાં પણ છોકરીઓએ બાજી મારી હતી. આ વખતે પણ કોંકણએ પહેલાં સ્થાને રહ્યું હતું અને સૌથી ઓછા ટકાવારી સાથે મુંબઈ છેલ્લાં સ્થાને રહ્યું હતું. દરમિયાન હવે લોકોને બોર્ડ દ્વારા દસમા ધોરણનું પરિણામ જ્યારે જાહેર કરવામાં આવશે એવો સવાલ કરાઈ રહ્યો છે. પરંતુ હવે આ બાબતે શાળેય શિક્ષણ ખાતાના પ્રધાને મહત્વની માહિતી આપી હતી.

શિક્ષણ ખાતાના પ્રધાન દીપક કેસરકરે SSCના પરિણામ બાબતે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે બોર્ડ દ્વારા 27મી મે પહેલાં ક્યારેય પણ 10મા ધોરણનું પરિણામ જાહેર કરવામાં આવશે. એક વખત રિઝલ્ટ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ mahahsscboard.in, mahresult.nic.in, msbshse.co.inની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકશે. આ સિવાય વિદ્યાર્થીઓ SMS અને ડીજીલોકરની મદદથી પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.

મળી રહેલી માહિતી પ્રમાણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે  બારમા ધોરણના પરિણામની ટકાવારીમાં 2.12 ટકાનો વધારો જોવા મળ્યો હતો. 0 ટકા પરિણામ આવ્યું હોય એવી કોલેજની સંખ્યા 21 તો 100 ટકા પરિણામ આવ્યું હોય એવી કોલેજની સંખ્યા 2246 જેટલી છે એવી માહિતી પણ બોર્ડ દ્વારા આપવામાં આવી હતી.

બોર્ડ દ્વારા પરિણામ બાબતે આપવામાં આવેલી આંકડાકીય માહિતી અનુસાર પુણેનું 94.44 ટકા, નાગપુર 92.12 ટકા, છત્રપતિ સંભાજી નગર 94.08 ટકા, મુંબઈ 91.95 ટકા, કોલ્હાપુર 94.24 ટકા, અમરાવતી 93 ટકા, નાશિક 94.74 ટકા, લાતુર 92.36 ટકા કોંકણમાં 97.51 ટકા પરિણામ આવ્યું હતું.

બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે બારમાના પરિણામમાં 97.91 ટકા સાથે કોંકણ પહેલાં સ્થાને જ્યારે 91.95 ટકા સાથે મુંબઈમાં સૌથી ઓછું પરિણામ જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!