October 21, 2026
બિઝનેસમની મેનેજમેન્ટ

Reliance Jio IPO: ઓપન થતા જ માર્કેટમાં ધમાકો! માત્ર ₹13,428માં રોકાણ કરીને થશે મોટી કમાણી?

Spread the love

દિગ્ગજ રોકાણકારોનો જોરદાર રિસ્પોન્સ અને જીએમપીમાં ઉછાળો, જાણો લિસ્ટિંગ પર કેટલો થઈ શકે છે નફો અને એલોટમેન્ટની તારીખો

મુંબઈઃ શેરબજારમાં 21 ઓક્ટોબરના યાને આજે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ પર આઈપીઓ એટલે સામાન્ય રોકાણકારો માટે બોલી માટે ઓપન થયો અને બજારમાં એન્ટ્રી સાથે આ ઈશ્યૂએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. સવારના દસ વાગ્યા સુધીમાં બિડ શરુ થયાના એક કલાકમાં ઈશ્યૂ 80 ટકાથી વધુ સ્બસ્ક્રાઈબ થઈ ગયો હતો. શરુઆતના આંકડા અનુસાર એફઆઈઆઈ દ્વારા આઈપીઓને ગ્રેબ કરવામાં આવ્યો હતો. જોકે દિગ્ગજ પ્લેયર્સની તુલનામાં નાના નાના રોકાણકારો પણ રાહ જોઈને બેઠા છે.

13,428 રુપિયાનું કરી શકો રોકાણ
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની કંપની જિયો પ્લેટફોર્મનો આઈપીઓ રિટેલ રોકાણકારો માટે ઓપન થઈ ગયો છે. ઈશ્યૂની વાત કરીએ તો દેશનો સૌથી મોટો આઈપીઓ છે, જ્યારે રોકાણકારોને ત્રણ દિવસ સુધી બિડ માટે તક મળશે, જ્યારે આ આઈપીઓને રોકાણકારોનો જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. ક્યુઆઈબી ક્વોટા સૌથી વધુ યાને ત્રણ ગણો સબસ્ક્રાઈબ્ડ થયો છે, જ્યારે તમે રોકાણ કરવા ઈચ્છતા હો તો ફક્ત 13,428 રુપિયાથી પણ રોકાણ કરી શકો છો. કંપનીએ લોટ સાઈઝ 12 શેરની રાખી છે, જ્યારે પ્રાઈસ બેન્ડના હિસાબથી જોવામાં આવે તો 13,428 રુપિયાનું રોકાણ કરવાનું રહેશે. રોકાણ પછી જો તમને આઈપીઓ એલોટ થશે તો શેરબજારમાં એની લિસ્ટિંગ જીએમપીના હિસાબથી થશે, જે કંપનીને ફાયદો થયો તેમ રોકાણકારોને થશે. રિટેલ ઈન્વેસ્ટર મહત્તમ 13 લોટ માટે બોલી લગાવી શકે છે.

27 કરોડ ફ્રેશ શેર જારી કરી રહી છે
જિયો પ્લેટફોર્મ આઈપીઓ આજે ઓપન થયો છે, જ્યારે 23મી ઓક્ટોબર સુધી રોકાણકારો બિડ કરી શકશે. આ આઈપીઓ અન્વયે કંપની 27 કરોડ ફ્રેશ શેર જારી કરી રહી છે, જ્યારે તેની 10 રુપિયાની ફેસ વેલ્યુ છે. સામાન્ય રોકાણકારો પહેલા આ ઈશ્યૂ ગયા સોમવારે એન્કર ઈન્વેસ્ટર માટે ઓપન કરવામાં આવ્યો હતો, જ્યાં પણ સારો પ્રતિભાવ મળ્યો છે. આ ઈશ્યને એન્કર ઈન્વેસ્ટરે 30 ગણા સબ્સ્ક્રાઈબ કર્યો હતો.

28મી ઓક્ટોબરે માર્કેટમાં એન્ટ્રી કરશે
આઈપીઓ ક્લોઝ થયા પછી રોકાણકારોએ શેરનું એલોટમેન્ટ 26મી ઓક્ટોબરના કરવામાં આવશે, જ્યારે રિફંડ અને શેર ક્રેડિટ માટે 27મી ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે. જિયો આઈપીઓ લિસ્ટિંગ 28મી ઓક્ટોબરના બીએસઈ-એનએસઈ પર કરવામાં આવશે.
મુકેશ અંબાણીની જિયો પ્લેટફોર્મ્સ આઈપીઓનું કદ 30,213 કરોડ છે, જ્યારે પ્રાઈસ બેન્ડ રુપિયા 1,065-1,119 રુપિયા છે. કંપનીએ આઈપીઓના પચાસ ટકા ક્વોટા ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ (ક્યુઆઈબી) માટે રાખી છે, જ્યારે પંદર ટકા ક્વોટા એનઆઈઆઈ માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે. એના સિવાય રિટેલ રોકાણકારો માટે 35 ટકા અનામત રાખવામાં આવી છે.

કેટલી કમાણી થઈ શકે?
જિયો પ્લેટફોર્મના આઈપીઓ ઓપન થયા પછી રોકાણકારોને ફાયદો થઈ શકે છે. ગ્રે માર્કેટમાં મોટી ઉથલપાથલ કરવાના સંકેતો આપી રહ્યું છે ત્યારે જિયો આઈપીઓ જીએમપી પર નજર કરવામાં આવે તો આજે સવારે 25 ટકા પ્રીમિયમ પર ટ્રેડ કરે છે જેના હિસાબથી જોવામાં આવે તો જિયો પ્લેટફોર્મ શેર 1,392 રુપિયાના ભાવે લિસ્ટિંગ થાય તો નવાઈ નહીં એટલે દરેસ સ્ટોક પર 200 રુપિયાથી વધુ ફાયદો થઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!