October 19, 2026
ટોપ ન્યુઝલાઈફ સ્ટાઈલ

અન્નના બગાડમાં કયો દેશ છે નંબર 1? જાણો ચીન, ભારત અને યુએસએના ચોંકાવનારા આંકડા

Spread the love

વિશ્વમાં દર વર્ષે 1 અબજ ટનથી વધુ ખોરાક કચરામાં: જાણો કયા દેશમાં થાય છે સૌથી વધુ ફૂડ વેસ્ટ અને જાપાને કેવી રીતે મેળવી સફળતા

વિશ્વમાં એક તરફ કરોડો લોકો ભૂખમરા અને પૂરતા પોષણના અભાવે પીડાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ દરરોજ લાખો ટન તૈયાર ભોજન કોઈ પણ ઉપયોગ વિના સીધું કચરાપેટીમાં ફેંકાઈ રહ્યું છે. ખોરાકનો આ અવિચારી બગાડ હવે માત્ર લગ્ન-પ્રસંગો કે રસોડા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, આર્થિક વ્યવસ્થા અને પર્યાવરણ માટે એક ગંભીર સંકટ બની ચૂક્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સમાં આપવામાં આવેલા આંકડાઓ અનુસાર કુલ ફૂડ વેસ્ટના જથ્થાની દ્રષ્ટિએ ચીન, ભારત અને અમેરિકા વિશ્વમાં સૌથી આગળ છે. જોકે, વસ્તીના પ્રમાણમાં માથાદીઠ બગાડના આંકડા તદ્દન અલગ ચિત્ર રજૂ કરે છે.

કુલ ફૂડ વેસ્ટમાં ચીન મોખરે, ભારત પણ પાછળ નહીં
ભોજનના વેડફાટમાં સૌથી મોખરે રહેલાં દેશોની તો વાર્ષિક અંદાજે 108 મિલિયન ટનથી વધુ ખોરાક બગાડવા સાથે ચીન વિશ્વમાં પ્રથમ સ્થાને છે. જ્યારે ભારતમાં દર વર્ષે આશરે 78 મિલિયન ટન ભોજનનો બગાડ થાય છે. અમેરિકા વાર્ષિક લગભગ 24 મિલિયન ટન ફૂડ વેસ્ટ સાથે યાદીમાં આગળ છે.
વાત કરીએ ચીન અને ભારતના આ આંકડા પાછળ બંને દેશોની વિશાળ જનસંખ્યા એક મુખ્ય કારણ છે. કુલ જથ્થો વિશાળ હોવા છતાં, પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતમાં માથાદીઠ ફૂડ વેસ્ટનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઓછું જોવા મળે છે.

સૌથી વધુ બગાડ હોટલોમાં નહીં પણ ઘરોમાં થાય છે. વૈશ્વિક આંકડા અનુસાર, વર્ષે સમગ્ર વિશ્વમાં અંદાજે 1.05 અબજ ટન જેટલો ખોરાક કચરામાં ફેંકાય છે. આ બગાડમાં સૌથી મોટો 60 ટકા હિસ્સો (આશરે 631 મિલિયન ટન) ઘરગથ્થુ સ્તરેથી આવે છે. ફૂડ સર્વિસ (હોટલ-રેસ્ટોરન્ટ) 28 ટકા અને રિટેલ સેક્ટર 12 ટકા બગાડ માટે જવાબદાર છે.
સરેરાશ રીતે ગણતરી કરીએ તો, વૈશ્વિક સ્તરે દરેક વ્યક્તિ વાર્ષિક આશરે 79 કિલો ભોજનનો વેડફાટ કરે છે. વાત કરીએ ભોજનના વેડફાટના કારણો વિશે તો જરૂરિયાત કરતાં વધુ રાંધવું, બજારમાંથી વધુ પડતી ખરીદી કરવી અને વધેલું ખાવાનું સમયસર ન વાપરવું એ તેના મુખ્ય કારણો છે. યુરોપિયન યુનિયનમાં વાર્ષિક 58 મિલિયન ટન ફૂડ વેસ્ટ પેદા થાય છે, જે માથાદીઠ આશરે 129 કિલો જેટલું ઊંચું પ્રમાણ દર્શાવે છે.

કયા દેશે ફૂડ વેસ્ટ ઘટાડવામાં મેળવી મોટી સફળતા?
કડક નિયમો અને જાગૃતિના મામલે જાપાન વિશ્વ માટે રોલ મોડેલ બન્યું છે. યુએનઈપીના અહેવાલ મુજબ, જાપાને પોતાના સુઆયોજિત કાયદાઓ અને રિસાયકલિંગ પોલિસીના આધારે વર્ષ 2000ની સરખામણીએ ફૂડ લોસ અને વેસ્ટમાં ૫૩ ટકા જેટલો ધરખમ ઘટાડો નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!