ધર્મેન્દ્રના નિધન બાદ હેમા માલિનીએ જન્માષ્ટમી પર કર્યો દિવ્ય ડાન્સ, વીડિયોના લોકોએ કર્યાં ભરપેટ વખાણ
બોલીવુડની ડ્રીમ ગર્લ અને દિગ્ગજ અભિનેત્રી હેમા માલિનીએ આ વર્ષની જન્માષ્ટમીનું સેલિબ્રેશન આગવી રીતે કર્યું. પતિ અને સાથી કલાકાર ધર્મેન્દ્રના નિધન પછી પહેલી વખત જાહેર મંચ પર નૃત્યની પ્રસ્તુતી કરી. સોશિયલ મીડિયા પર પોતાના જાણીતા ડાન્સ ‘રાધા રાસ બિહારી’નો સુંદરે વીડિયો શેર કરીને લાખો ચાહકોનું દિલ જીતી લીધું.
હેમા માલિનીએ શેર કરેલા વીડિયોમાં હેમા માલિનીના પારંપારિક પોશાક અને સુંદર ઘરેણામાં સજાયેલી જોવા મળી હતી. શાસ્ત્રીય નૃત્યુની મુદ્રામાં હેમા માલિનીનો અંદાજ આકર્ષક અને મનમોહક જોવા મળ્યો હતો. વીડિયોમાં પોતાની ટીમ યાને નૃત્ય મંડળી સાથે સુંદર પ્રસ્તુતિ કરી હતી, જ્યારે એક કલાકાર કૃષ્ણની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

રાધા રાસ બિહારીની ઝલક
વીડિયો શેર કરીને હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે જન્માષ્ટમીના પવિત્ર તહેવાર વખતે પોતાના બેલે ડાન્સ ‘રાધા રાસ બિહારી’ની એક ઝલક શેર કરી છે. આ વખતની જનમાષ્ટમી તમામ લોકોના જીવનમાં શાંતિ, ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. રાધે, રાધે. જય શ્રીકૃષ્ણ.
હીમેન ધર્મેન્દ્રના નિધન પછી પહેલી વખત હેમા માલિનીએ જાહેર મંચ પર પોતાનો પહેલો ડાન્સ પોસ્ટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. ચાહકોએ પણ તેમની પોસ્ટની પ્રશંસા કરી હતી, જ્યારે અનેક યૂઝર્સે તો લખ્યું હતું કે હેમા માલિની ફક્ત પોતાના ડાન્સ માટે જ નહીં, પરંતુ પોતાની ભક્તિભાવનાથી સૌનું દિલ જીતી લીધું છે.
એ રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમ આધારિત
અહીં એ વાત પણ નોંધવી ઘટે કે હેમા માલિની એક રાજકારણી અને અભિનેત્રી હોવાની સાથે શ્રેષ્ઠ નૃત્યાંગના પણ છે. તેમના જાણીતા નૃત્ય પૈકી રાધા રાસ બિહારી જે રાધા-કૃષ્ણના દિવ્ય પ્રેમની કથા આધારિત છે. હેમા માલિની એક શાસ્ત્રીય નૃત્યાંગના પણ છે. હેમા માલિનીએ અગાઉ પણ જણાવ્યું હતું કે તેમની પાસે કૃષ્ણ આધારિત પાંચથી દસ ડાન્સ બેલે છે, જે ભવિષ્યમાં મથુરા-વૃંદાવનમાં કૃષ્ણ રસ ફેસ્ટિવલ આયોજિત કરવા ઈચ્છે છે.

મીરાં, દુર્ગા સહિત સાવિત્રી પણ જાણીતા નૃત્યુો છે
જન્માષ્ટમીના દિવસે હેમા માલિનીએ ફક્ત પોતાના ડાન્સની પ્રસ્તુતિ કરી નહોતી, પરંતુ પોતાની આસ્થા અને સમર્પણ ભાવના પ્રત્યે પણ લોકોનું દિલ જીતી લીધું હતું. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી લોકોએ તેના ડાન્સના ભરપેટ વખાણ કર્યાં હતા. હેમા માલિનીના યાદગાર નૃત્યમાં દુર્ગા, મીરા, રામાયણ, સાવિત્રી, રાધા કૃષ્ણ અને રાધા રાસ બિહારી વગેરે વિશેષ જાણીતા છે.
જયા ચક્રવર્તીએ પાંચ વર્ષની ઉંમરથી દીકરીની ક્ષમતા પારખી
અહીં એ જણાવવાનું કે હેમા માલિનીની માતા જયા ચક્રવર્તીએ પાંચ વર્ષની ઉંમરે દીકરીમાં ક્ષમતા પારખી લીધી હતી. નાની ઉંમરથી હેમા માલિની ભરતનાટયમ શીખવાનું શરુ કર્યુ હતું અને આ જ ક્ષેત્રે આગળ વધવાનું નક્કી કર્યુ હતું. હેમા માલિનીનું બાળપણ દિલ્હીમાં વીત્યું હતું અને નાની ઉંમરમાં જાહેર મંચ પર ભરતનાટ્યમ સહિત અન્ય નૃત્યુની પ્રસ્તુતિ આપવાનું ચાલુ કર્યું હતું. ભરતનાટયમ પછી હેમા માલિનીએ કુચિપુડી શીખ્યું હતું. તેમણે ચેન્નઈના જાણીતા વેમ્પતિ ચિન્ના સત્યમ પાસેથી તાલીમ લીધી હતી. રેખાએ પણ આ જ ગુરુજી પાસેથી કુચિપુડી શીખ્યું હોવાનું હેમા માલિનીએ જણાવ્યું હતું.
