September 2, 2026
ટોપ ન્યુઝ

નેપાળ પૂર બાદ ભારત પર મહાસંકટ: મુંબઈ-કોલકાતા ડૂબી શકે, યુએનનો ચોંકાવનારો રિપોર્ટ

Spread the love

દરિયાનું વધતું જળસ્તર 1.4 કરોડ લોકોને કરશે બેઘર, મુંબઈ-કોલકાતા પર ખતરો

નેપાળ પૂર. એક અઠવાડિયામાં મૃત્યુઆંક 1,000 પાર થઈ ગયો છે. હજારો લોકો ગુમ છે. અબજો રુપિયાનું નુકસાન અને નવા જિલ્લાનું નિર્માણ કરવામાં બીજા વર્ષો લાગી જશે. પણ દર બે-ત્રણ મહિને દુનિયામાં જે નવી કુદરતી આફતો આવી રહી છે એની સંખ્યા વધી રહી છે.
મહાસત્તાઓ કુદરતી કે માનવસર્જિત સંકટોને દૂર કરવા માટે જેટલા પ્રયાસ કરે છે એ કદાચ ટૂંકા પડી શકે પણ નેપાળના પૂરે દુનિયાને હચમચાવી નાખી છે. અત્યારથી નેપાળ આરોપ-પ્રત્યારોપ કરીને સંકટમાંથી ઉગરવા માગે છે, પણ હજુ આવી આફતો ભારતમાં પણ દરવાજે આવી પહોંચી હોવાની ચેતવણી આપી છે. એટલે ભારતમાં કોલકાતા અને મુંબઈ જેવા મહાનગરો માટે ખતરો તોળાઈ રહ્યો છે કોણે કહ્યું અને શું વાતમાં દમ છે કે નહીં એ જાણીએ.

વિકસિત અને અર્ધવિકસિત દેશોને અસર
મુંબઈ અને કોલકાતા જેવા કરોડો લોકોના અસ્તિત્વ પર મહાસંકટ તોળાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન)ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરિયાનું જળસ્તર વધી રહ્યું છે, જે મોટી વોર્નિંગ છે. રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર દરિયાના વધતા જળસ્તરને કારણે હવે જોખમ દૂર નથી, જે સૌથી પ્રક્રિયા પણ ઝટપી થઈ રહી છે. સૌથી મોટી બાબત એ છે કે મહાસાગરના વધતા જળસ્તરની સ્પીડ એ દુનિયાભરની વસ્તી માટે એટલે વિકસિત હોય કે અર્ધવિકસિત દેશ માટે પણ સૌથી મોટા ખતરામાંથી એકનું નિર્માણ થયું છે.

1.4 કરોડ લોકો પોતાનું ઘર ગુમાવી શકે
રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે દરિયામાં વધી રહેલા જળસ્તરના વધારાને કારણે પહેલાથી શહેરના પરંપરાગત માળખા, વોટર સિસ્ટમ, પરિવરન નેટવર્ક, પાવર ગ્રીડ, બહુમાળી ઈમારતો અને ભૂજળ સંસાધનોને સૌથી વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે, જ્યારે હવે એની વિપરીત અસર પડી શકે છે. દક્ષિણ એશિયાના નીચેના ડેલ્ટા વિસ્તાર જેમ કે ભારતમાં કોલકાતા અને મુંબઈ અને ઢાકામાં સૌથી અસર થઈ શકે જેને કારણે લોકો બેઘર બની શકે છે. દરિયાનું જળસ્તર વધવાથી લગભગ 1.4 કરોડ લોકોથી વધુ હંમેશા માટે પોતાનું ઘર ગુમાવી શકે છે.

દરિયાકિનારા નજીકના લોકોની હેલ્થ પર અસર
રિપોર્ટમાં જણાવ્યું છે કે દરિયાના જળસ્તરમાં વધારો થવાથી જનતાના આરોગ્ય પર અસર થાય છે અને એને કારણે દરિયાકિનારા નજીકના વિસ્તારોના રહેવાસીઓને આરોગ્ય અને સાફ-સફાઈ સંબંધિત માળખાને પણ નુકસાન થઈ શકે છે. પાણીજન્ય બીમારીમાં પણ વધારો થઈ શકે છે. દરિયાકિનારા નજીકના રહેવાસીઓને માનસિક તણાવની પણ સમસ્યા ઊભી થઈ શકે છે.

દરિયાના જળસ્તરના વધારા માટે પરિબળો ક્યા છે?
મહાસાગરના પાણીમાં થઈ રહેલા વધારા માટે માનવીય પરિબળો જવાબદાર છે, જેમાં ખાસ તો ગ્લોબલ વોર્મિંગ છે. ગ્લોબલ વોર્મિંગને કારણે ગ્લેશિયર પીઘળી રહ્યા છે, જ્યારે દરિયાનું પાણી વધુ ગરમ થઈ રહ્યું છે, જે અલ નીનોનું પરિબળ પણ છે. 2014 અને 2023 વચ્ચે દુનિયાનું જળસ્તર દર વર્ષે 4.7 કિલોમીટર વધ્યું છે અને એકલા 2024માં દરિયાનું જળસ્તર 5.9 કિલોમીટર વધ્યું છે, જે રેકોર્ડ છે અને એને કારણે દરિયાનું જળસ્તર વધુ ગરમ થઈ રહ્યું છે જેને લઈ દરિયાઈ જીવો પર તો મહાસંકટ ઘેરું બન્યું છે.

કૂલ વસ્તીનો 10 ટકા હિસ્સો દરિયાકિનારા નજીક રહે
અમુક વિસ્તારોમાં તો ગરમી છેલ્લા 4,000 વર્ષ કરતા પણ વધુ છે, જ્યારે 2050 સુધી એની સ્પીડ એટલી હદે વધશે કે ક્લાયમેટ સિસ્ટમ પહેલા કરતા વધી જશે. રિપોર્ટમાં જણાવ્યું મુજબ 77 કરોડ એટલે દુનિયાની કૂલ વસ્તીના 10 ટકા હિસ્સો તો પહેલાથી દરિયાકિનારા નજીક રહે છે, જે લગભગ હાઈ ટાઈડ લાઈનથી પાંચ મીટરથી પણ ઓછી ઉંચાઈના વિસ્તારમાં છે, જેને કારણે વધુ ખતરો તોળાઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!