August 19, 2026
ટોપ ન્યુઝ

ચૂંટણીમાં ગેરરીતિ અને કાળું નાણું: લોકસભા ચૂંટણીમાં ગુજરાત 52,820 FIR સાથે દેશમાં મોખરે

Spread the love

2019થી 2024ની લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરકાયદે નાણાંની હેરફેર, FIRના આંકડા અને સુપ્રીમ કોર્ટના કડક નિર્દેશો અંગેનો ખાસ અહેવાલ

ચૂંટણી આવતા દેશમાં રેલી, પોસ્ટર, પ્રચાર અને ઉમેદવારોની તૈયારીઓની સાથે એક વાત ખાસ ચર્ચામાં રહે છે, જેમાં ખાસ કરીને પૈસાનો ઉપયોગ. સવાલ ફક્ત એટલો જ નથી, પરંતુ ઉમેદવારો પર કેટલા પૈસા ખર્ચ કરે છે, પરંતુ ચૂંટણી વખતે ગેરકાયદે પૈસાની હેરફેર પણ પકડાય છે, જેના માટે મતદારોને પ્રભાવિત કરવા માટે ચૂંટણીના નિયમોનો ભંગ કરવામાં આવે છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચે 2019 અને 2024 લોકસભા ચૂંટણીની સાથે 2019થી 2025 વચ્ચે વિધાનસભાની ચૂંટણીના અહેવાલોને ટાંકવામાં આવ્યા હતા.

ચૂંટણીમાં ગેરરીતિ અને FIRના આંકડા
આ આંકડામાં એફઆઈઆર, તપાસ, કેસ ક્લોઝ અને આરોપીને છોડી મૂકવાથી લઈને સજા સુધીની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે 2019 અને 2024ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સૌથી વધુ એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. 2019માં ગુજરાતમાં 35,144 એફઆઈઆર નોંધવામાં આવી હતી, જ્યારે 2024માં તેની સંખ્યા વધીને 52,820 થઈ હતી. એના પછી અલગ અલગ ચૂંટણીમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને તેલંગણા પણ મોખરે રહ્યા હતા.

દેશના અન્ય રાજ્યોની પરિસ્થિતિ
એફઆઈઆરની સંખ્યા ડાયરેક્ટ બ્લેક મની કન્ઝમ્પશનની માત્રા માની શકાય નહીં. એફઆઈઆર અલગ અલગ ચૂંટણીના ગુના સંબંધિત હોઈ શકે છે, પરંતુ આ આંકડા નિર્દેશ કરે છે કયા રાજ્ય અને ચૂંટણીમાં ચૂંટણી સંબંધિત ગેરરીતિ સંબંધિત કેસની સંખ્યા વધુ નોંધાઈ હતી. 2024ની લોકસભાની ચૂંટણીમાં દેશમાં 3.87 લાખ એફઆઈઆર નોંધાઈ હતી, જેમાં 1.66 લાખ કેસમાં સજા થઈ હતી, જ્યારે 1.06 લાખ કેસમાં ટ્રાયલ પેન્ડિંગ હતા.

સુપ્રીમ કોર્ટના મહત્વના નિર્દેશો
2019ની લોકસભાની ચૂંટણીમાં કૂલ 1.44 લાખ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં 37,215 કેસમાં દોષી પુરવાર થયા હતા અને 44,000થી વધુ સુનાવણી પેન્ડિંગ છે. વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2019થી 2025 વચ્ચે 2.01 લાખ કેસમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં 40,155 કેસમાં દોષી પુરવાર થયા હતા અને 79,148 હજુ ટ્રાયલમાં છે. સુપ્રીમ કોર્ટે આ આંકડાને જોઈને ચૂંટણી સંબંધિત કેસ ઝડપથી ઉકેલવા અને ચૂંટણી સંબંધિત ગુનામાં કાર્યવાહી મજબૂત કરવાનો નિર્દેશ કર્યો હતો.
દેશમાં ચૂંટણી સંબંધિત સૌથી વધુ કેસ નોંધાયેલા રાજ્યમાં ગુજરાત 2019 લોકસભાની ચૂંટણીમાં 35,144 અને 2024માં 52,820 એફઆઈઆર નોંધવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં 2024માં 29,545 એફઆઈઆર નોંધ્યા હતા. એના પછી પશ્ચિમ બંગાળમાં 27,461, યુપીમાં 2019માં 19,209 અને 2024માં 23,645 અને તેલંગણામાં 33,496 એફઆઈઆર નોંધવામાં આવી હતી.

સૌથી વધુ ગુજરાતમાં અને આંધ્રમાં ઓછી નોંધાઈ
2024 લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં જરાય ચિત્ર બદલાયું નહોતું. ગુજરાતમાં 52,820 એફઆઈઆર નોંધાઈ હતી, જે 2019ની તુલનામાં વધુ હતુ. એના પછી મહારાષ્ટ્રમાં 29,545, પશ્ચિમ બંગાળમાં 27,461 અને યુપીમાં 23,645 એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેલંગણામાં 23,087, રાજસ્થાનમાં 12,746, કર્ણાટકમાં 7,588, તમિલનાડુમાં 5,948 અને આંધ્ર પ્રદેશમાં 5,043 એફઆઈઆરનો સમાવેશ થાય છે.

સમયસર તપાસ અને કાર્યવાહી પર ભાર મૂક્યો
ફક્ત FIR નોંધાવવી જ પૂરતી નથી, પરંતુ ત્યાર પછી તપાસ અને કાર્યવાહી કેટલી ઝડપથી થાય છે, તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો કોઈ કેસની તપાસ લાંબા સમય સુધી ચાલતી રહે છે, તો આરોપી અને તપાસ એજન્સીઓ બંને પર તેની અસર પડે છે. આ જ કારણે સુપ્રીમ કોર્ટે ચૂંટણી સંબંધિત કેસોમાં સમયસર તપાસ અને કાર્યવાહી પર ભાર મૂક્યો છે. કોર્ટના નિર્દેશોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ચૂંટણી દરમિયાન જપ્ત કરાયેલી રોકડ કે સંપત્તિની કાર્યવાહી પારદર્શક રહે અને કેસોને અનાવશ્યક રીતે લાંબા સમય સુધી ખેંચવામાં ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!