એક ‘APK File’ ડાઉનલોડ કરતા જ ખાલી થયા બેંક એકાઉન્ટ; સુરત પોલીસે પર્દાફાશ કર્યો ₹125 કરોડનો સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે યૂઝર્સ જાણે અજાણે ભોગ બની રહ્યા છે. વોટ્સએપ પર જાણે એક મેસેજ આવે છે અને સાથે હોય છે APK file. નામ જોઈને વિશ્વાસ થાય કે આરટીઓનું ચલણ આવ્યું છે અથવા કોઈ સરકારી યોજના. ક્યારેક એવું પણ બને છે કે બેંક અથવા સરકારવતી મેસેજ આવ્યો છે. ફાઈલ ડાઉનોડ કરી, ઈન્સ્ટોલ કરી અને પછી પત્યું મોબાઈલ ડોર ઓપન થયા પછી સાયબર ઠગો માટે તમારા દરવાજા ખૂલી જાય છે.
લાખોના બેંક ટ્રાન્ઝેક્શનમાં કરોડોના ફ્રોડ
ગુજરાતમાં સુરત પોલીસે એક સૌથી મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. પોલીસના જણાવ્યાનુસાર આ નેટવર્ક સંબંધિત 336 ફાઈલની તપાસમાં 31,000થી વધુ મોબાઈલ ડિવાઈસ સુધી પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું હતું. લગભગ 1.06 લાખ કરોડના બેંક ટ્રાન્ઝેક્શન અને 125 કરોડના સાયબર ફ્રોડના ડેટા મળ્યા હતા. આ કેસમાં ચાર વધુ આરોપીને પોલીસે પટનાથી ઝડપ્યા છે.
સુરત સાયબર ક્રાઈમ સેલને ફરિયાદ કરવામાં આવ્યા પછી તપાસમાં જાણવા મળ્યું હતું કે ફરિયાદની વોટસએપ પર મોકલેલી એપીકે ફાઈલ બેંક એપ હતી. ફરિયાદીએ ફાઈલ ડાઉનલોડ કરી ત્યાર પછી મોબાઈલ સુધી આરોપી પહોંચ્યો હતો એના પછી બેંકના ખાતામાંથી પાંચ લાખ રુપિયા ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા હતા.
APK ફાઈલ બનાવ્યા પછી અલગ-અલગ ફાઈલ બનાવતા
પીડિતે 1930 સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરી હતી એના પછી સુરત પોલીસે એપીકે ટેક્નિકની તપાસ શરુ કરી હતી અને એના પછી સમગ્ર ફ્રોડનું પગેરું જાણવા મળ્યું હતું. એક ફોન અને પાંચ લાખ રુપિયાથી વધુના ફ્રોડ થયા હતા. પોલીસને જાણવા મળ્યું કે ફ્રોડ કરનારા એપીકે ફાઈલ બનાવવાની સાથે અલગ અલગ રીતે બનાવટી એપ્લિકેશન બનાવતા હતા.
એકલો ડેવલપર જ નહીં, અન્ય લોકોની સાઠગાઠ
સુરત પોલીસની તપાસ સૌથી પહેલા ઉત્તર પ્રદેશના કાનપુર સુધી પહોંચી હતી, જ્યાં અઢાર વર્ષના એપીકે ડેવલપરની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ ડેવલપર અલગ અલગ ગુનેગારની ડિમાન્ડ અનુસાર એપીકે ફાઈલ તૈયાર કરતો હતો અને એ બેંકની બનાવટી એપ્લિકેશન અથવા આરટીઓના ચલણના નામે એપ્લિકેશન બનાવી આપતો અને એના આધારે ફાઈલ તૈયાર કરતો હતો. પોલીસે તેના લેપટોપ અને મોબાઈલની તપાસ કરી તો 100થી વધુ એપીકે ફાઈલનો ડેટા મળ્યો, જેમાં લગભગ 65 કરોડ રુપિયાના ફ્રોડ સંબંધિત આંકડા મળ્યા, જેમાં એકલો ડેવલપર જ નહોતો, પરંતુ અન્ય લોકોની સાઠગાઠ પણ છે.
પોલીસે ઓપરેશન 2,500 કિલોમીટર સુધી ચલાવ્યું
પોલીસે આ નેટવર્કમાં અંસારી ઉર્ફે ચાંદને ટ્રેક કરવાનું શરુ કર્યું છે. જામતાડાથી દેવઘર અને પછી પટના સુધી 2,500 કિલોમીટર સુધી ઓપરેશન ચલાવ્યું હતું. પોલીસના જણાવ્યાનુસાર આરોપીઓ પાસેથી મળેલા ડેટામાં કૂલ 336 એપીકે ફાઈલ મળી હતી, જેની ટેક્નિકલ તપાસમાં જાણવા મળ્યું છે કે 31,174 મોબાઈલ ડિવાઈસમાં ઈન્સ્ટોલ કરવામાં આવી હતી, જેમાંથી 5,613 મોબાઈલનું એક્સેસ કર્યું હતું. એના પછી 1.06 લાખ ડેબિટ ટ્રાન્ઝેક્શન અને આ ટ્રાન્ઝેક્શન મારફત 125 કરોડ રુપિયાના સાયરબ ફ્રોડનો ડેટા જાણવા મળ્યો હતો. ટૂંકમાં, એ બનાવટી એપીકે ફાઈલથી શરુ થયેલા ખેલ કરોડો રુપિયા સુધી પહોંચ્યો છે.
ટૂંકમાં, તમે સાયબર ફ્રોડના ભોગ બનો તો “સાયબર હેલ્પલાઇન નંબર 1930” સંપર્ક કરી શકો તેમ જ “અજાણી APK ફાઇલ ડાઉનલોડ નહીં કરવાનું ધ્યાન રાખો.
