July 5, 2026
વાંચન વૈવિધ્યમ

ઘરની સુરક્ષા વધારતી સ્માર્ટ વીડિયો ડોરબેલ કેટલા વોટ વીજળી વાપરે છે? જાણીને ચોંકી જશો!

Spread the love

આજના આધુનિક યુગમાં ઘરોની સુરક્ષા વધારવા માટે સ્માર્ટ વીડિયો ડોરબેલનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. પહેલાં જ્યાં ઘરોમાં માત્ર સાદી ઈલેક્ટ્રિક ઘંટડી જોવા મળતી હતી, ત્યાં હવે કેમેરા, મોશન ડિટેક્શન અને મોબાઈલ એલર્ટ જેવા ફિચર્સ ધરાવતી સ્માર્ટ બેલ લોકોની પહેલી પસંદ બની રહી છે.
જોકે, આ સુવિધાની સાથે લોકોના મનમાં એક સવાલ અવારનવાર થાય છે કે- આ બંને ડોરબેલમાંથી કઈ બેલ સૌથી વધુ વીજળી વાપરે છે અને તેનાથી લાઈટ બિલ પર કેટલી અસર પડે છે? ચાલો આજે આ બંને વચ્ચેનો સાચો તફાવત સમજીએ.

સાદી નોર્મલ ડોરબેલ કેટલો વીજળી વપરાશ કરે છે?
જે ઘરોમાં વાયર વાળી સાદી ડોરબેલ લાગેલી હોય છે, તે ઘરની લો-વોલ્ટેજ વાયરિંગ સાથે સીધી જોડાયેલી હોય છે. આ બેલ માત્ર ત્યારે જ વીજળી વાપરે છે જ્યારે કોઈ બહારથી આવીને તેનો સ્વિચ-બટન દબાવે.
સામાન્ય રીતે, એક નોર્મલ ડોરબેલ માત્ર એકથી ત્રણ વોટ વીજળીનો ઉપયોગ કરે છે. જ્યારે તે સ્ટેન્ડબાય મોડમાં હોય, ત્યારે તેનો ટ્રાન્સફોર્મર એક વોટ કરતા પણ ઓછી વીજળી વાપરે છે. આ જ કારણ છે કે આખા મહિના દરમિયાન તેનો વીજળી વપરાશ નહિવત હોય છે અને લાઈટ બિલ પર તેની કોઈ જ અસર દેખાતી નથી.

સ્માર્ટ વીડિયો ડોરબેલ કેટલી વીજળી વાપરે છે?
બીજી તરફ, સ્માર્ટ વિડીયો ડોરબેલમાં સતત ચાલતો કેમેરા, મોશન સેન્સર્સ, વાઈ-ફાઈ કનેક્ટિવિટી અને ટુ-વે ઓડિયો સામેની વ્યક્તિ સાથે વાતચીત કરવાની સુવિધા જેવા હાઈટેક ફીચર્સ હોય છે. આ જ કારણ છે કે તેનો વીજળી વપરાશ સામાન્ય બેલ કરતા થોડો વધારે હોય છે.
વાત કરીએ વીડિયો ડોરબેલ લાઈવ સ્ટ્રીમિંગ કે રેકોર્ડિંગ કરતી હોય ત્યારે તે બેથી પાંચ વીજળી વાપરે છે, જ્યારે સ્ટેન્ડબાય મોડમાં તેનો વપરાશ 0.5થી 1 વોટની વચ્ચે રહે છે. જો આખા મહિનાનો સરેરાશ હિસાબ માંડવામાં આવે, તો વિડીયો ડોરબેલ આશરે 10થી 20 વોટ જેટલી વીજળી વાપરે છે, જે ઘરના અન્ય મોટા ડિવાઈઝની સરખામણીએ ખૂબ જ ઓછી છે.

કઈ ડોરબેલ વાપરવાથી બિલ વધુ આવે?
જો સીધી સરખામણી કરવામાં આવે તો ચોક્કસપણે સ્માર્ટ વિડીયો ડોરબેલ સાદી બેલ કરતા વધુ વીજળી વાપરે છે, કારણ કે વીડિયો બેલના સેન્સર્સ અને ઇન્ટરનેટ ચોવીસ કલાક એક્ટિવ રહે છે. જોકે, રાહતની વાત એ છે કે વિડીયો ડોરબેલનો આખા મહિનાનો મહત્તમ વપરાશ પણ એટલો ઓછો છે કે તમારા ઘરના સામાન્ય લાઈટ બિલમાં તેના લીધે કોઈ મોટો કે ચોંકાવનારો વધારો જોવા મળતો નથી. તેથી સુરક્ષાની દ્રષ્ટિએ સ્માર્ટ વીડિયો ડોરબેલ એક ઉત્તમ અને યોગ્ય વિકલ્પ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!