June 30, 2026
ટોપ ન્યુઝબિઝનેસ

સોનાના ભાવ કેમ સાત મહિનાના તળિયે પહોંચ્યા, જાણી લો આ કારણ?

Spread the love

વૈશ્વિક અસ્થિરતા પછી ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈંધણ બચાવવા અને નવું સોનું નહીં ખરીદવાની અગાઉ અપીલ કરી હતી, ત્યાર પછી અત્યારે હાલત સંપૂર્ણ સુધર્યા નથી, પરંતુ સરકારે ઇંધણ પરના પ્રતિબંધો હટાવી લીધા છે. આમ છતાં સોનાચાંદીમાં એકધારી વેચવાલીને કારણે ભાવમાં ગાબડું પડ્યું છે. સોનાના ભાવ ઘટીને સાત મહિનાના તળિયે પહોંચ્યા છે. 30 જૂનના પણ ભાવમાં ગાબડું જોવા મળ્યું હતું, જે ઘટીને 5,595 ડોલરે રહ્યા છે, જે ઘટીને લગભગ 4,000 રુપિયા ઘટ્યા છે. એના પાછળનું સાચું કારણ શું એની વાત કરીએ.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાના ભાવ પર અસર પડી છે. ડોમેસ્ટિક માર્કેટમાં સોનાચાંદીમાં નિરંતર વેચવાલી રહી છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનું પાંચ હજાર રુપિયા સસ્તું થયું છે, જ્યારે ચાંદીના ભાવ પણ લગભગ પંદર હજાર ગબડ્યા છે. બુલિયન માર્કેટના અહેવાલ અનુસાર સોનાચાંદી રેટલિસ્ટ અનુસાર 24 કેરેટતી લઈને 18 કેરેટ સોનાના ભાવ આ પ્રમાણે રહ્યા છે.

એક મહિનામાં સોનું 15,132 સસ્તું થયું
24 કેરેટ શુદ્ધ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ 1,41,343 છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવ 1,29,991, 18 કેરેટના 1,06,433 અને એક કિલોના ચાંદીના ભાવ 2,21,600 રહ્યા છે. જો જૂન મહિનાની વાત કરીએ તો 30 દિવસમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશનના અહેવાલ અનુસાર છેલ્લા એક મહિનામાં 24 કેરેટ સોનાના ભાવમાં 15,132 રુપિાયનો ઘટાડો નોંધાયો છે.

ત્રણ મહિનામાં પચાસ ટન સોનું વેચવામાં આવ્યું
સોના-ચાંદીના ભાવમાં ઘટાડા માટે સોનાની એકધારી વેચવાલી પણ જવાબદાર છે. ત્રણ મહિનામાં ગ્રાહકોએ મોટી સંખ્યામાં જૂનું સોનું વેચ્યું હોવાના પણ અહેવાલ છે. એપ્રિલથી જૂનના ત્રણ મહિના દરમિયાન ભારતીયોએ લગભગ પચાસ ટન સોનું વેચ્યું છે, જે ગયા વર્ષના ત્રિમાસિકગાળાની તુલનામાં 43 ટકા વધુ છે. લોકોને હવે ડર છે કે સોનાના ભાવમાં જે રીતે ઘટાડો થઈ રહ્યો છે, તેમાં વધુ ઘટાડો પણ નોંધાઈ શકે છે. વેપારીઓ કહે છે કે લોકો જૂનું સોનું ખરીદીને કમાણી કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!