જાપાન-વેનેઝુએલામાં 2 કલાકમાં 3 વિનાશક ભૂકંપ, 1200 વર્ષમાં પહેલીવાર સર્જાયો આવો સંયોગ
વેનેઝુએલામાં 7.5ની તીવ્રતાના ‘ડબલેટ અર્થક્વેક’થી ભારે તબાહી, જાપાન પણ ધ્રુજ્યું

દુનિયાના બે દેશ અને ભૂકંપના ત્રણ આંચકા. પૃથ્વી પર 24 જૂનની રાત જિયોલોજિકલ ઈતિહાસની દુર્લભ ઘટના નોંધાઈ હતી, જેમાં બે કલાકમાં. વાત કરીએ વેનેઝુએલા અને જાપાનની.
બંને દેશમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવ્યા હતા, જેમાં વેનેઝુએલામાં મોટી તબાહીનું નિર્માણ થયું હતું, જ્યારે જાપાનમાં નહીંવત્, પરંતુ એ બે કલાકની દુનિયાભરના વૈજ્ઞાનિકોએ લીધી છે, કારણ કે આ સંયોગ 1,000થી 1,200 વર્ષમાં જોવા મળે છે.
વૈજ્ઞાનિકો દાવો કરે છે કે રાહતની વાત એ છે કે કોઈ મોટી સુનામીનું સંકટનું નિર્માણ થયું નહીં. વેનેઝુએલામાં એક પછી બે ભૂકંપના આંચકા આવ્યા. લગભગ 40 સેકન્ડના અંતરે બેક-ટુ-બેક ભૂકંપના બે મોટા આંચકા આવ્યા હતા.
પહેલો 7.2 અને બીજો 7.5. વિજ્ઞાનની ભાષામાં એને ડબલેટ અર્થક્વેક કહેવાય છે. વેનેઝુએલામાં સર્જાયેલી ભારે તબાહીનું નિર્માણ થયું, જેમાં ઘર-ઈમારતો પત્તાના મહેલની માફક તૂટી પડ્યા હતા, જ્યારે રસ્તાઓ-ધોરીમાર્ગો બે ફાડિયા થઈ ગયા હતા.
Pretty rare earthquake activity tonight on Earth.
Both of these things happening within 2 hours of each other:
1 in 1,000 to 1,200 years
• A “doublet” earthquake in Venezuela (two quakes of similar magnitude in the exact same spot)
• A totally separate 6.9+ quake…— Noah Bergren (@NbergWX) June 25, 2026
વેનેઝુએલામાં ભૂકંપ આવ્યા પછી જાપાનના ઉત્તર હિસ્સા (ઈવાતે અને અઓમોરી પ્રાંત નજીક) ભૂકંપના ભયાનક આંચકા અનુભવવામાં આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર તેની માત્રા 6.9 માપવામાં આવી હતી, પરંતુ વેનેઝુએલામાં આવેલા ભૂકંપે બરબાદી વહોરી લીધી છે.
જાપાનમાં આવેલા ભૂકંપને કારણે જમીન પર સીધા ઊભા રહેવાનું મુશ્કેલ હતું. ભૂકંપની તીવ્ર અસર હાશિકામી વિસ્તારમાં જોવા મળી હતી, પરંતુ ત્યાં કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. સુનામીનું સંકટ ટળ્યું: આટલા શક્તિશાળી ભૂકંપ હોવા છતાં રાહતના સમાચાર એ રહ્યા કે દરિયામાં કોઈ મોટી સુનામીનું સંકટ પેદા થયું નથી.
આ પણ વાંચો
વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ: 1 લાખથી વધુના મોતની આશંકા, ઈમરજન્સી જાહેર
