June 3, 2026
ધર્મ

વિભુવન સંકષ્ટી ચતુર્થી: અઢી વર્ષે આવ્યો આ મહાયોગ, આજે આટલું અચૂક કરશો

Spread the love


વર્ષની સૌથી શક્તિશાળી ચતુર્થી પર દૂર થશે તમામ સંકટો, જાણો ગણેશજીને પ્રસન્ન કરવાના ખાસ ઉપાયો અને મંત્ર


હિન્દુ ધર્મમાં સંકષ્ટી ચતુર્થીનું વિશેષ મહત્ત્વ છે, પરંતુ જ્યારે વિભુવન સંકષ્ટી ચતુર્થીની વાત કહીએ તો એનું મહત્ત્વ વધી જાય છે. આજે વર્ષની સૌથી શક્તિશાળી અને દુર્લભ વિભુવન સંકષ્ટી ચતુર્થી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર આ કોઈ સાધારણ ચતુર્થી નથી, પરંતુ અઢીથી ત્રણ વર્ષમાં એક વખત બનનાર મહાયોગ છે. આજના દિવસનું શું મહત્ત્વ છે અને બાપ્પાને પ્રસન્ન કરવા માટેનો વિશેષ દિવસ છે. આજે ખાસ દિવસના કરેલ પૂજાપાઠ પણ તમારી મનોકામના પૂરી કરે છે.

હિન્દુ પંચાંગ અનુસાર ચતુર્થીની તિથિનો આરંભ ત્રીજી જૂનના રાતના 9.22 વાગ્યાથી થશે અને એનું સમાપન ચોથી જૂનના રાતના 11.30 વાગ્યે પૂરું થશે. ઉદયા તિથિ અનુસાર આજે તમે વ્રત કરી શકો છો તેમ જ ચંદ્ર દર્શન પછી વ્રત પૂરું કરી શકો એનું મહત્ત્વ વિશેષ છે, તેથી સાંજના ચંદ્રમાને અર્ધ્ય કરવાનું ચૂકતા નહીં. ભગવાનને પ્રસાદ માટે મોદક ધરાવી શકો છો.

ગણેશજીને મોદક વિશેષ પસંદ છે, જેમાં ગોળ અને નારિયેળના બનાવેલા મોદકથી ભગવાન પ્રસન્ન થાય છે. આજના દિવસે ભગવાન ગણેશજીને દુર્વા એટલે ઘાસ પણ અર્પણ કરી શકો છો, જે શુભ માનવામાં આવે છે. 21 દૂર્વા ચઢાવી શકો છો. મોદક-દુર્વા સિવાય કેળા-નારિયેળનો ભોગની સાથે પાન-સોપારીથી પૂજા કરવાનું પણ શુભ માનવામાં આવે છે.

પૂજાપાઠ કર્યા પહેલા સ્નાન કરીને સાફ કપડા પહેરવા. ઘરની અંદર ભગવાન ગણેજીની પ્રતિમા સ્થાપિત કરી શકો છો. ફૂલ, દુર્વા અને ભોગ ધરાવી શકો. ઓમ ગણ ગણપતયે નમઃ મંત્રનો દિવસભર તાપ કરી શકો છો. સાંજના ચંદ્રમાને અર્ધ્ય પછી ફરાળ કરી શકો તેમ જ ગણેશજીની આરતી ઉતારો.

વિભુવન સંકષ્ટી ચતુર્થી ભગવાન ગણેશજીની વિશેષ કૃપા માટે મહત્ત્વનો દિવસ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સંકષ્ટીનો અર્થ સંકટોનો નાશ કરનાર એટલે આજના દિવસે ઉપવાસ કરવાથી તમારા જીવનમાં રહેનારી મુશ્કેલીઓ અને અવરોધો પણ ધીમે ધીમે દૂર થાય છે. આ વર્ષે અધિક મહિનો હોવાથી ચતુર્થીનું પણ વિશેષ મહત્ત્વ છે, જેમાં ખાસ ગણપતિ બાપ્પાના પ્રસન્ન થવાથી ધન, સુખ, સમૃદ્ધિ અને સફળતા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!