રાતોરાત સ્ટાર બનીને ગુમનામીમાં ખોવાયેલા 6 જાણીતા કલાકારો, ખબર છે?
Sunday Special: મુન્નાભાઈના એક્ટરથી લઈને આશિકી ગર્લ સુધી, જાણો ક્યાં છે અત્યારે આ સેલેબ્સ

ફિલ્મી દુનિયા જેટલી રંગીન છે એનાથી વધુ બ્લેક એન્ડ વ્હાઈટ એટલે રંગવિહોણી પણ છે. પડકારજનક માહોલમાં લાખો કલાકારો પોતાનો દમ તોડી નાખે છે, પણ સફળતા મળતી નથી, જ્યારે બોલીવુડના સ્ટારકિડને એવી તકલીફ કે ચેલેન્જનો સામનો કરવો પડતો નથી. એવા કલાકારોની વાત કરીએ જેઓ 80-90ના દાયકામાં રાતોરાત સ્ટાર બની ગયા હતા, પરંતુ એના ત્રણચાર દાયકા પછી એવા ગાયબ થઈ ગયા કે બસ આજે એને બહુ ઓછા લોકો જાણતા હશે. એવા છ સ્ટાર કલાકારની વાત કરીએ આજે કદાચ ભાગ્યે જ લોકો ઓળખતા હશે. એવા કયા સફળ કલાકાર હતા જેમને ઈન્ડસ્ટ્રીમાં ટકવા માટે મુશ્કેલી પડી હતી, પરંતુ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને ભૂલ્યા નથી. એમ તો કલાકારોની યાદી બહુ લાંબી છે, પરંતુ છ કલાકારની વાત કરીએ.
રાજ કિરણ
એંસીના દાયકામાં અર્થ અને બસેરા જેવી ફિલ્મોથી રાતોરાત ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવ્યું હતું. પણ રાજ કિરણ માટે મુશ્કેલીનો દૌર આવ્યો કે માનસિક તણાવને કારણે ચિંતામાં સરી પડ્યા હતા. 2000 પછી ગુમ હતા. ઋષિ કપૂરે એક વખત તેમને અમેરિકાની માનસિક સંસ્થામાં શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એને પરિવારે ફગાવ્યો હતો. 20 વર્ષ પછી કોઈને ખબર નથી કે તેઓ જીવતા છે કે નહીં, પરંતુ સૌલોકો તેમને શોધી રહ્યા છે. પરિવારમાં પત્ની અને દીકરી પણ છે.
વિશાલ ઠક્કર
મુન્નાભાઈ એમબીબીએસ જેવી મોટી ફિલ્મમાં કામ કરી ચૂકેલા વિશાલ ઠક્કર પણ રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા. 2016માં પોતાના પિતાને કહીને નીકળ્યા અને કહ્યું કે તેઓ ફિલ્મ જોવા જાય છે, ત્યાંથી પાર્ટીમાં જશે, પરંતુ એના પછી ક્યારેય પરત ફર્યા નહીં. ઘરેથી 500 રુપિયા લઈને નીકળેલા વિશાલ છેલ્લા નવ વર્ષથી કોઈ સુરાગ મળ્યા નથી.
મયુર વર્મા
80ના દાયકામાં મયુર વર્માએ અનેક ફિલ્મોમાં અમિતાભ બચ્ચનના બાળપણનું પાત્ર ભજવીને ભારે લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ‘યંગ અમિતાભ’ તરીકે જ જાણીતા બની ગયા હતા. જોકે, મોટા થયા પછી તેમને ફિલ્મોમાં ખાસ સફળતા મળી નહીં. કહેવાય છે કે તેઓ બાદમાં વિદેશ સ્થાયી થઈ ગયા અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો, પરંતુ સિનેમા જગત સાથેનો તેમનો સંપર્ક સાવ તૂટી ગયો.

અનુ અગ્રવાલ
1990માં ‘આશિકી’ ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી અનુ અગ્રવાલની સફર પણ કરૂણ રહી. એક ભયાનક અકસ્માતે તેનું જીવન બદલી નાખ્યું. લાંબો સમય કોમામાં રહ્યા બાદ જ્યારે તેઓ સાજા થયા, ત્યારે ગ્લેમરની દુનિયા તેને ભૂલી ચૂકી હતી. આજે તેઓ ફિલ્મોથી દૂર યોગ અને સામાજિક કાર્યોમાં વ્યસ્ત છે, પરંતુ ‘આશિકી’ ગર્લ તરીકેની તેની છાપ લોકોના મનમાં હજુ છે.

રાહુલ રોય
‘આશિકી’ ફેમ રાહુલ રોય પણ એવા જ એક કલાકાર છે જેમને પહેલી જ ફિલ્મથી જે સફળતા મળી તે પછી ક્યારેય ટકાવી ન શક્યા. એક સમયે જેમના ઘરની બહાર પ્રોડ્યુસર્સની લાઈનો લાગતી હતી, તે ધીમે ધીમે ઈન્ડસ્ટ્રીમાંથી બહાર થઈ ગયા. લાંબા સમયના બ્રેક અને બીમારી બાદ તેઓ ફરી દેખાયા ખરા પણ સ્ટારડમ પાછું મળ્યું નહીં.
સ્નેહા ઉલ્લાલ
સલમાન ખાન સાથે ‘લકી’ ફિલ્મથી ડેબ્યુ કરનાર સ્નેહા ઉલ્લાલને ઐશ્વર્યા રાય જેવી દેખાતી હોવાને કારણે ખૂબ પબ્લિસિટી મળી હતી. પરંતુ થોડી ફિલ્મો બાદ જ તે ગાયબ થઈ ગઈ. ગંભીર લોહીની બીમારી (Autoimmune disorder) ને કારણે તેને ઈન્ડસ્ટ્રી છોડવી પડી હતી. વર્ષો પછી પરત ફરવાનો પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી.
