May 7, 2026
ટોપ ન્યુઝ

બંગાળમાં ભાજપની ‘ડિજિટલ સર્જિકલ સ્ટ્રાઈક’: 3000 ઈન્ફ્લુએન્સર્સે પલટી નાખી બાજી!

Spread the love

પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં આ વખતે એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. મમતા બેનર્જી અને ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ પ્રથમવાર રાજ્યમાં સત્તા મેળવી છે. આ ઐતિહાસિક જીત પાછળ ભાજપની અત્યંત આધુનિક અને આક્રમક ડિજિટલ વ્યૂહરચના હોવાનું માનવામાં આવે છે. ચાલો તમને આખી સ્ટોરી વિસ્તારથી જણાવીએ…

માત્ર પરંપરાગત રેલીઓ કે જનસભાઓ પર નિર્ભર રહેવાને બદલે ભાજપે જમીની સ્તરના પ્રચારની સમાંતર એક મજબૂત ડિજિટલ નેટવર્ક ઊભું કર્યું હતું. અહેવાલો મુજબ, ચૂંટણીના ૪ મહિના પહેલાથી જ ભાજપની ડિજિટલ ટીમો રાજ્યની વિવિધ હોટલોમાં સક્રિય હતી, જ્યાંથી સતત વીડિયો, ગ્રાફિક્સ અને રાજકીય સંદેશાઓ તૈયાર કરીને મતદારો સુધી પહોંચાડવામાં આવતા હતા.

આ આખા ડિજિટલ અભિયાનનું સુકાન ભાજપના આઈટી સેલના વડા અમિત માલવીયાએ સંભાળ્યું હતું અને તેમના નેતૃત્વ હેઠળ જ પાર્ટીએ સોશિયલ મીડિયા પર એવું નેટવર્ક તૈયાર કર્યું કે જેનાથી રાજકીય નેરેટિવને સીધી રીતે આકાર આપી શકાય. આ રણનીતિને કારણે પરંપરાગત મીડિયા કવરેજની રાહ જોવાને બદલે સ્માર્ટફોન દ્વારા સીધા જ મતદારોના હાથ સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા.

આ રણનીતિનો સૌથી મહત્વનો હિસ્સો 3000થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને જોડવાનો હતો. જે કન્ટેન્ટ ક્રિએટર્સ પાસે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર ઓછામાં ઓછા 5000 ફોલોઅર્સ હોય એવા ઈન્ફ્લુએન્સર્સને આ નેટવર્કનો ભાગ બનાવવામાં આવ્યા. હતા. આ ઈન્ફ્લુએન્સર્સ દ્વારા પાર્ટીના મેસેજને લોકો સુધી એવી રીતે પહોંચાડવામાં આવ્યા કે જે સામાન્ય ભાષણો કરતા વધુ અસરકારક અને પોતાના જેવી લાગે.

ઇન્ફ્લુએન્સર્સના નેટવર્ક દ્વારા ભાજપ યુવા મતદારો સાથે જોડાવામાં સફળ રહ્યું હતું. આ સિવાય સોશિયલ મીડિયા પર સતત હાજરી અને નેરેટિવ સેટ કરવાની ક્ષમતાને કારણે પાર્ટી પોતાનો સંદેશ વારંવાર મતદારો સુધી પહોંચાડીને મમતા બેનર્જીના અભેદ કિલ્લાને તોડવામાં કારગર સાબિત થઈ હતી. આમ બંગાળની જનતાની સાથે સાથે સોશિયલ મીડિયાએ પણ મમતા બેનર્જીની નૈયા ડુબાડવામાં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!