રેલવેના નવા નિયમો: ટિકિટ કેન્સલેશન અને રિફંડમાં મોટા ફેરફાર
હવે ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવી પડશે, જાણો વિગતવાર નિયમો

ભારતીય રેલવેએ ટિકિટ કેન્સલેશન અને પ્રવાસ સંબંધિત નિયમોમાં બદલાવ કર્યો છે, જેની સીધી અસર પ્રવાસીઓ પર પડશે. હવે જો કોઈ પ્રવાસી પોતાની કન્ફર્મ ટિકિટ ટ્રેન રવાના થયા પહેલા આઠ કલાકથી ઓછા સમય પહેલા કેન્સલ કરે તો કોઈ રિફંડ મળશે નહીં.
આ અગાઉ લિમિટ ચાર કલાકની હતી, પરંતુ હવે એના સમયમાં વધારો કરીને આઠ કલાક કર્યો છે. એનો અર્થ એ છે કે છેલ્લી સમય સુધી ટિકિટ પકડી રાખવાની આદતમાં સુધારો થશે. પ્રવાસીઓને પોતાની ટૂરનો નિર્ણય ફટાફટ લેવો પડશે. એના સિવાય હવે રેલવેએ ચાર્ટ તૈયાર કરવાના સમય એટલે ચાર કલાકના બદલે આઠ કલાક કર્યો છે.
ટ્રેન છૂટ્યાના આઠ કલાક પહેલા રદ કરવામાં નો રિફંડ
નવા નિયમ અનુસાર પંદર એપ્રિલથી તબક્કાવાર લાગુ પડશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બાવન સપ્તાહમાં બાવન સુધારાની કોશિશ અન્વયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે આ બદલાવ રેલવેમાં પારદર્શકતા લાવવા અને ખાલી સીટના યોગ્ય ઉપયોગ કરવા માટે કર્યો છે. ઉપરાંત, વેઈટિંગ ટિકિટવાળા પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ વધુ મળે એનો ઉદ્દેશ છે.
રિઝર્વેશનની ટિકિટ કાળાબજાર રોકવા અને પ્રવાસીઓને ટિકિટ મળે એ ઉદ્દેશને લઈ આ નિયમો લાગુ પાડવામાં આવ્યા છે. અમુક કિસ્સામાં એજન્ટને મોટી સંખ્યામાં ટિકિટ બુક કરતા હતા અને જરુરિયાત પડે છેલ્લી ઘડીએ કેન્સલ કરીને પૈસા પરત લેતા હતા, પરિણામે પ્રવાસીઓને ટિકિટ કન્ફર્મ મળતી નહોતી. હવે રિફંડ સંપૂર્ણ રીતે ટિકિટ ક્યારે કેન્સલ કરવામાં આવે છે એના પર નિર્ભર કરે છે.
ટિકિટ રિફંડના પૂરા પૈસા ક્યારે મળશે?
જો ટ્રેન છૂટવાની હોય એના 72 કલાક પહેલા પ્રવાસી ટિકિટ રદ કરે તો તેને લગભગ સંપૂર્ણ રિફંડ મળશે, જેમાં અમુક રકમ જ કપાશે. જો પ્રવાસી 24 કલાકથી આઠ કલાકની વચ્ચે ટિકિટ રદ કરાવે છે તો ટિકિટના 50 ટકા રકમ કાપવામાં આવશે. આ નિયમ પહેલા 12થી ચાર કલાક માટે લાગુ હતો. એ જ રીતે 72 કલાકથી 24 કલાકની વચ્ચે ટિકિટ રદ કરવામાં હવે ટિકિટની કિંમતના 25 ટકા કાપવામાં આવશે. જો 72 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરે તો કેન્સલેશન ચાર્જ કાપીને રિફંડ આપવામાં આવશે. હાલમાં 42 કલાકથી 12 કલાકની વચ્ચે ટિકિટ રદ કરતી વખતે 24 ટકા કાપ મૂકવામાં આવે છે, જ્યારે 48 કલાકથી વધુ સમય પહેલા ટિકિટ રદ કરતા પૂરું રિફંડ મળતું હતું પણ હવે નવા નિયમોમાં સુધારો પ્રવાસીઓની સુવિધા માટે કરવાનો છે.
કાઉન્ટર ટિકિટ માટે નિયમમાં કર્યાં બદલાવ
હવે તમે કાઉન્ટર ટિકિટ લીધી છે તો કોઈ પણ સ્ટેશનથી ટિકિટ કેન્સલ કરાવી શકો છો. આ અગાઉ અમુક સ્ટેશન સુધી મર્યાદિત હતી, જ્યાંથી ટિકિટ લીધી હોય. હવે ઈ-ટિકિટના કિસ્સામાં પણ આ પ્રક્રિયા સરળ કરી છે અને ટિકિટ કેન્સલ કરે તો રિફંડ ઓટોમેટિક કરવામાં આવશે. અમુક સંજોગોમાં પ્રવાસીઓને પૂરી રાહત પણ મળશે. જો ટ્રેન રદ થાય અથવા ત્રણ કલાકથી વધુ રદ હોય તો પ્રવાસીને પૂરા પૈસા પરત મળશે.
બોર્ડિંગ સંબંધિત નિયમોમાં પણ કર્યાં બદલાવ
બોર્ડિંગ સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે પ્રવાસીઓને ટ્રેન છૂટ્યાના 30 મિનિટ પહેલા તમારું બોર્ડિંગ સ્ટેશન બદલી શકો છો. આ એવા પ્રવાસીઓ માટે ફાયદો થઈ શકે છે, જ્યાં એક જ શહેરમાં અનેક સ્ટેશન હોય છે. આમ છતાં બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી જૂના સ્ટેશનથી યાત્રા કરી શકાશે નહીં.
