ગુરુ માર્ગી થઈને નવ મહિના સુધી જલસા કરાવશે આ ચાર રાશિના જાતકોને, જાણી લેશો તો ફાયદામાં રહેશો…
જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સંપત્તિ અને જ્ઞાનના કારક ગણાતા દેવગુરુ બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ 11મી માર્ચથી માર્ગી થયા છે અને હવે આગામી 13મી ડિસેમ્બર સુધી પોતાના જ નક્ષત્ર ‘પુનર્વસુ’ માં સીધી ચાલ ચાલશે. પુનર્વસુ નક્ષત્રનો અર્થ જ ‘ફરીથી વસવું’ અથવા જીવનમાં નવીનતા લાવવી તેવો થાય છે, જે અંધકાર દૂર કરી પ્રકાશ ફેલાવવાનું કામ કરે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ગુરુનું માર્ગી થવું શુભ માનવામાં આવે છે અને એને કારણે કેટલીક રાશિઓ માટે શુભ સમય શરૂ થઈ રહ્યો છે.
ગુરુની આ સીધી ચાલ આગામી નવ મહિના સુધી ચાર રાશિઓ માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ સમયે આ રાશિના જાતકોને ભાગ્યનો સંપૂર્ણ સાથ સહકાર મળશે અને જે પણ કામ હાથમાં લેશો તેમાં ચોક્કસ સફળતા મળી રહી છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
વૃષભ: વૃષભ રાશિના જાતકો માટે ગુરુ બીજા ભાવમાં માર્ગી થયા છે, જે ધન અને સંપત્તિ માટે અત્યંત શુભ છે. પ્રોપર્ટીની લે-વેચમાં મોટો ફાયદો થઈ શકે છે. જો કોઈ જમીન કે મકાનનો સોદો અટવાયેલો હોય, તો હવે તે પૂરો થશે. પિતૃક સંપત્તિથી અણધાર્યો લાભ થવાના યોગ છે. નવું ઘર ખરીદવા માટે આ સર્વોત્તમ સમય છે.
કર્ક: ગુરુનું માર્ગી થવું કર્ક રાશિના જાતકોના વ્યક્તિત્વમાં નિખાર લઈને આવશે અને સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. લાંબા સમયથી અટકેલા સરકારી કે કાયદાકીય કામો હવે ઝડપથી પૂર્ણ થશે. તમે જે પણ મહેનત કરી છે, તેનું શુભ ફળ મળવાની શરૂઆત થશે. તમારી ક્રિએટિવિટી તમને સફળતા અપાવશે.
ધન: ધન રાશિના જાતકો માટે આ સમયગાળો નવી શરૂઆત અને પ્રોફેશનલ લાઈફમાં સ્થિરતા લાવનારો છે. નોકરી કરી રહેલા લોકોને કાર્યસ્થળ પર સતાવી રહેલી સમસ્યાઓનો અંત આવશે. સિનિયર અધિકારીઓ તમારા કામની કદર કરશે. તમે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સુંદર સંતુલન જાળવી શકશો, જેનાથી માનસિક શાંતિ મળશે.
મીન: મીન રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું આર્થિક મુશ્કેલીઓ દૂર કરનારું સાબિત થશે. આ સમયે જો જૂના રોકાણથી નુકસાન થઈ રહ્યું હોય, તો હવે તે નફો આપવાનું શરૂ કરશે. નવા રોકાણ માટે પણ સમય સાનુકૂળ છે. બેરોજગાર વ્યક્તિઓને મનગમતી નોકરી મળવાની પ્રબળ સંભાવના છે. ગુરુજનોનું માર્ગદર્શન તમને સાચી દિશા બતાવશે.
