February 20, 2026
મુંબઈ

Important News Alert: મધ્ય રેલવે પર પહેલી અને બીજી જૂનના આ કારણે 600 જેટલી ટ્રેનો રહેશે રદ…

Spread the love

મુંબઈ: મુંબઈ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મધ્ય રેલવે દ્વારા પહેલી અને બીજી જૂનના એટલે કે શનિવાર અને રવિવારના સીએસએમટી રેલવે સ્ટેશનનું નૂતનીકરણ (CSMT Railway Station Redevelopment Work)નું કામ હાથ ધરવામાં આવવાનું હોવાથી મધ્ય રેલવે અને હાર્બર લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. રેલવે દ્વારા લેવામાં આવનાર આ મેગા બ્લોકને કારણે આશરે 600 જેટલી લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે, એવી માહિતી મધ્ય રેલવેના વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી હતી. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકલ ટ્રેનો રદ કરવામાં આવવાની હોવાથી લોકલ ટ્રેનમાં પ્રવાસ કરનાર પ્રવાસીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી.
મધ્ય રેલવેના સીએસએમટી રેલવે સ્ટેશન પર 24 ડબ્બાની એકસપ્રેસ ટ્રેન ઉભી રહી શકે એ માટે પ્લેટફોર્મ 10 અને 11નું વિસ્તારીકરણનું કામ હાથ ધરવામાં આવશે જેને કારણે મધ્ય રેલવે દ્વારા સ્પેશિયલ મેગા બ્લોક લેવામાં આવે છે. આ કારણે પહેલી અને બીજી જૂનના દિવસે 36 કલાકનો બ્લોક હાથ ધરવામાં આવશે, જેને કારણે 600 લોકલ ટ્રેનો રદ કરવામાં આવશે. મધ્ય રેલવે પર દરરોજ 1,810 ટ્રેનો દોડાવવામાં આવે છે અને એમાંથી 1,299 ટ્રેનો સીએસએમટીથી દોડાવવામાં આવે છે, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
શનિવારે મધરાતથી બ્લોક હાથ ધરવામાં આવશે અને આ બ્લોકના સમયગાળા દરમિયાન મેન લાઈન પર સીએસએમટીથી ભાયખલા વચ્ચે અને હાર્બર લાઈન પર સીએસએમટી- વડાલા વચ્ચે ટ્રેન વ્યવહાર સંપૂર્ણપણે બંધ રહેશે. 36 કલાકના આ મેગા બ્લોકને કારણે 100 જેટલી લાંબા અંતરની એકસપ્રેસ ટ્રેનો અને 60 ટકા લોકલ ટ્રેનો પર પણ અસર જોવા મળશે, એવી માહિતી પણ સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
પરિણામે જો તમે પણ વીક એન્ડ પર ફેમિલી કે ફ્રેન્ડસ સાથે વેકેશનના સમયે બહાર ફરવા જવાનું કે મુંબઈ દર્શન માટે નીકળવાનું વિચારી રહ્યા હોવ તો પહેલાં આ સમાચાર ચોક્ક્સ વાંચી લેજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!