October 20, 2026
ટોપ ન્યુઝમનોરંજન

ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસઃ પહેલા પણ હુમલાનો પ્રયાસ કર્યો હોવાનો તપાસમાં ખુલાસો, કઈ ભૂલ ભારે પડી?

Spread the love

અભિનેતા ટાઈગર શ્રોફની કાર પર ફાયરિંગ મુદ્દે પોલીસની તપાસમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. હુમલા વખતે અચાનક નીચે ઝૂકી જવાને કારણે જીવ બચી ગયો હતો. રવિવારે સાંજે જુહુના પુષ્પા નરસી પાર્કમાં ચાહકો સાથે હાથ મિલાવીને અલવિદા કહ્યા પછી જ્યારે ટાઈગર પોતાની બીએમડબ્લ્યુ કારની આગળની સીટ પર બેઠો હતો ત્યારે બે બદમાશ આવીને ફાયરિંગ કર્યું હતું.

એક પળનો વિલંબ થયો હોત તો?
એક હુમલાખોર તો સામે આવ્યો હતો, જ્યારે બીજાએ બાજુમાં પહોંચીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ તાબડતોબ ગોળીબાર કર્યા હતા. ફાયરિંગ થતા ટાઈગરે સમજદારી બતાવીને પોતાની સીટ પર ઝૂકી ગયો હતો. પોલીસનું કહેવું છે કે તેની સમજદારીને કારણે જીવ બચી ગયો હતો, કારણ જો એક પળનો પણ વિલંબ કર્યો હોત તો ગોળી સીધી તેને વાગી શકી હોત.

કારની અંદર પણ ગોળી વિંધાઈ ગઈ
આ હુમલામાં ટાઈગરની કારની વિંડશીલ્ડના કાચને બ્રેક થઈ હતી, જ્યારે એના ડ્રાઈવર ફિરદોસ ઈબ્રાહિમ બલૂચ અને ત્યાં હાજર ઉમેશ ચૌહાણને ઈજા પહોંચી હતી, જ્યારે હવે તપાસમાં જાણવા મળ્યું છે કે આ હુમલાની પહેલાથી તૈયારીઓ કરવામાં આવી હતી. બંને શૂટરની સિવાય એક બાઈક સવાર પણ નજીકમાં તૈયાર હતો, જેથી હુમલો કર્યા પછી તાત્કાલિક ત્યાંથી ભાગી શકે. ફોરેન્સિક એક્સપર્ટ્સે ઘટનાસ્થળેથી ગોળીના 10 ટુકડા ભેગા કર્યા છે. પોલીસ એ વાતની ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. મિસફાયર થવાની સાથે કઈ બંદૂકનો ઉપયોગ કર્યો અને કારની અંદર ફસાયેલી ગોળીને પણ કાઢવામાં આવી છે.

મેડિકલ રિપોર્ટ અને નિષ્ણાતોની મદદ લેવાઈ
પોલીસના જણાવ્યાનુસાર આરોપી ફુલસિંહ કારની સામે જ આવી ગયો હતો અને ચાર રાઉન્ડનો ગોળીબાર કર્યો હતો. એક ગોળી વિન્ડશીલ્ડ ચીરીને અંદર ઘૂસી ગઈ હતી અને પાછળની સીટના કાચ પણ તૂટી ગયો હતો. તપાસકર્તાઓએ જણાવ્યું છે કે ડ્રાઈવર ફિરદોસને ગોળીનો ટુકડો વાગ્યો હતો, જેનાથી ઘાયલ થયો છે. મેડિકલ રિપોર્ટ અને બેલેસ્ટિક એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી છે. પોલીસની શંકા છે કે એક વધુ ગોળી બોનેટ પર વાગી હતી, જ્યારે કોઈ ટુકડો ઉમેશ ચૌહાણના નામના શખસને વાગ્યો હોય, પરંતુ હજુ એ વાત પર પોલીસ સ્પષ્ટ નથી.

આ અગાઉ પણ હુમલાનો કર્યો હતો પ્રયાસ
આ હુમલામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીની ફુલસિંહ નરેશ, ઋતિક કુમાર અને રેહાન અંસારીની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરી હતી. હાલના તબક્કે પોલીસએ તપાસ કરી રહી છે કે આ આરોપીઓને કોણે હથિયાર આપ્યા હતા અને હુમલાની યોજના કોણે રચી હતી. એક અઠવાડિયા પહેલા પણ ત્રણેય આરોપીઓ ઘટનાસ્થળે જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેલ રેકોર્ડમાં વાત જાણવા મળી છે. પોલીસને શંકા છે કે ત્યારે પણ ટાઈગર શ્રોફ પર હુમલો કરવા આવ્યા હતા, પરંતુ એ દિવસે ટાઈગર શ્રોફ નહીં આવવાને કારણે સફળ રહ્યા નહોતા.

કઈ રીતે ત્રણેયની ધરપકડ કરવામાં આવી
એક કેબ ડ્રાઈવરને કરેલો કોલ મુંબઈ પોલીસને ત્રણેય આરોપીનું પગેરું શોધવામાં મદદ કરી, જેને રવિવારે ટાઈગર શ્રોફ પર હુમલો કર્યો હતો. પકડાઈ જવાને ડરને કારણે આરોપીઓ સતત પોતાનું લોકેશન બદલતા રહેતા હતા અને મોટા ભાગના સમયે ફોન બંધ રાખ્યો હતો, પરંતુ એક ભૂલને કારણે પોલીસની પકડમાં આવ્યા હતા. રવિવારે રાતે એક આરોપી બોરીવલી રેલવે સ્ટેશન બહાર એપ મારફત સુરત જવા માટે કેબ બૂક કરવા માટે ફોન ચાલુ કર્યો હતો, જ્યારે કેબ જ્યારે લોકેશન પહોંચી ત્યારે આરોપીએ ડ્રાઈવરને ફોન કર્યો ત્યારે એ જગ્યાની જાણકારી આપી, ત્યારે તેઓ રાહ જોઈ રહ્યા હતા, ત્યારપછી ત્રણેય આરોપી કેબમાં બેસીને સુરત જવા રવાના થયા હતા.

આરોપીઓનું લોકેશન કઈ રીતે મળ્યું?
મુંબઈ પોલીસના જણાવ્યાનુસાર ટેક્નિકલ ઈન્વેસ્ટિગેશન અને ટેક્નિકલ ઈન્પુટના આધારે આરોપીઓના ફોનને ટ્રેક કરવાનું શરુ ક્યું હતું એની સાથે સીસીટીવી કેમેરાની મદદથી ઓળખ થઈ શકી હતી, પરંતુ આરોપીઓ વારંવાર ફોન બંધ રાખતા હોવાથી તરત પહોંચી શક્યા નહોતા, જ્યારે ટેક્સીવાળાને ફોન કર્યો ત્યારે તાત્કાલિક તેને ફોન ફરીથી સ્વિચ ઓફ કર્યો હતો. જોકે, એક કોલને કારણે પોલીસને ટેક્સી ડ્રાઈવરનો નંબર પછી જાણવા મળ્યું કે ત્રણેયને સુરત રેલવે સ્ટેશન પર ડ્રોપ કર્યા હતા, ત્યાર પછી સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાંથી વધુ વિગતો મળી હતી. પહેલા બસ પછી ટ્રેન પકડવાની યોજના બનાવી હતી. સુરતથી પુણે અને જયપુર જનારી ટ્રેન પકડવાની હતી. ટ્રેનનું નેક્સ્ટ સ્ટોપ કોટા હતા, જ્યાંથી પોલીસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવ્યા પછી કોટામાંથી ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!