October 15, 2026
ટેકનોલોજી

WhatsApp લાવ્યું ધમાકેદાર ફીચર! હવે Gmail ની જેમ શેડ્યુલ થશે મેસેજ, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત

Spread the love

મોડી રાત્રે બર્થડે વિશ કરવું હોય કે ઓફિસનું રિમાઇન્ડર મોકલવું હોય, હવે વોટ્સએપ પર ૧૪ દિવસ પહેલાં જ મેસેજ, ફોટો કે વિડીયો કરી શકશો શેડ્યુલ

WhatsApp Message Scheduling: વોટ્સએપ પર આવી ગયું મોટું ફીચર, હવે Gmailની જેમ શિડ્યુલ થશે મેસેજ…દોડધામ ભરેલી દિનચર્યામાં ઘણીવાર આપણે મહત્વની વાતો સમયસર કહેવાનું ચૂકી જઈએ છીએ, જેમ કે રાત્રે બરાબર 12 વાગ્યે કોઈ સ્વજનને બર્થડે વિશ કરવું હોય કે સવારે ઓફિસના કોઈ પ્રોજેક્ટ માટે સાથી મિત્રને રિમાઈન્ડર મોકલવું હોય. આ તકલીફના કાયમી ઉકેલ માટે વોટ્સએપ યુઝર્સ જે સુવિધાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે સાકાર થવા જઈ રહી છે.

લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં Gmailની જેમ પોતાના કરોડો યુઝર્સ માટે મેસેજ શિડ્યુલિંગ ફીચર રોલઆઉટ કરવા જઈ રહ્યું છે. આ સુવિધાની મદદથી યુઝર્સ ટેક્સ્ટ મેસેજ ઉપરાંત ફોટો અને વિડીયો પણ નક્કી કરેલી તારીખ અને સમયે આપોઆપ મોકલવા માટે અગાઉથી સેટ કરી શકશે.

કેવી રીતે કામ કરશે આ નવું ફીચર?
એન્ડ્રોાઈડ બીટા વર્ઝન 2.26.40.7 પર આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. યુઝરે સામાન્ય રીતે ચેટમાં જઈને પોતાનો મેસેજ ટાઇપ કર્યા બાદ સેન્ડ બટન થોડી સેકન્ડ દબાવી રાખવાનું રહેશે. સેન્ડ બટન હોલ્ડ કરતાં જ સ્ક્રીન પર નવી વિન્ડો ખુલશે, જ્યાંથી પોતાની પસંદગીની તારીખ અને સમય સેટ કરી શકાશે. લખાણ ઉપરાંત ફોટો, વિડીયો કે લિંકને પણ ડ્રોઇંગ એડિટર વડે એડિટ કરી કેપ્શન સાથે શિડ્યુલ કરી શકાશે.

10 મિનિટથી 14 દિવસ સુધીનું ફ્લેક્સિબલ ટાઇમિંગ
આ ફીચરમાં ઓછામાં ઓછા 10 મિનિટ પછીથી લઈને આગામી 14 દિવસ સુધીના કોઈપણ સમય માટે મેસેજ સેટ કરી શકાય છે. નિયમિત ચેટ્સની જેમ આ શિડ્યુલ થયેલા મેસેજ પણ સંપૂર્ણપણે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે, જેથી ડેટા સુરક્ષિત રહેશે.

પર્સનલ ચેટ્સ અને ગ્રુપ બંનેમાં ઉપયોગી
ઓટોમેટિક ડિલિવરી: મેસેજ મોકલવાના નક્કી કરેલા સમયે ફોન ઇન્ટરનેટ સાથે કનેક્ટ ન હોય કે એપ બંધ હોય, તો પણ સિસ્ટમ નક્કી કરેલા સમયે મેસેજ આપમેળે પહોંચાડી દેશે.
ગ્રુપ એનાઉન્સમેન્ટ માટે ઉત્તમ: ગ્રુપમાં જરૂરી જાહેરાતો કે સૂચનાઓ અગાઉથી શિડ્યુલ કરી શકાશે. આ મેસેજ તે સમયે ગ્રુપમાં સામેલ સભ્યોને જ દેખાશે.
કેન્સલ કે ડિલીટ કરવાનો વિકલ્પ: જો મેસેજ મોકલવાના સમય પહેલાં વિચાર બદલાય, તો તે શિડ્યુલ મેસેજ રદ અથવા ડિલીટ પણ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!