August 19, 2026
ટેકનોલોજી

સ્માર્ટફોન ચોરી થાય તો તરત કરો આ કામ! સાયબર ફ્રોડથી બચવા માટે સિમ કાર્ડ અને IMEI બ્લોકિંગના નિયમો

Spread the love

આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન માત્ર વાતચીતનું સાધન પૂરતું મર્યાદિત ન રહેતા પરંતુ આપણું આખું જીવન તેમાં સમાયેલું છે જેમ કે બેંક ખાતાની વિગતો, યુપીઆઈ યુપીઆઈ પિન, પર્સનલ ફોટા, ઈમેલ અને ઈમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ. સ્માર્ટફોન ચોરી કે ગુમ થવો એ માત્ર ડિવાઈસનું નુકસાન નથી, પરંતુ તેનાથી સાયબર ફ્રોડ અને આર્થિક છેતરપિંડીનું મોટું જોખમ ઊભું થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે તમારો ફોન ચોરાયા પછી ચોર કે હેકર્સ સૌથી પહેલાં શું કરે છે? સાયબર સિક્યોરિટી નિષ્ણાતોના મતે, હેકર્સ ચોરેલા ફોનનો ઉપયોગ કરીને કેવી રીતે ફ્રોડ આચરે છે અને તેનાથી બચવા માટે કયા તાત્કાલિક પગલાં લેવા જોઈએ તે જાણી લેવું જરૂરી છે.

ફોન ચોરાયા પછી હેકર્સ સૌથી પહેલાં શું કરે છે?
સિમ કાર્ડ કાઢીને બીજા ફોનમાં નાખવું: ચોરી થતાં જ હેકર્સ સામાન્ય રીતે ફોનને સ્વિચ ઓફ કરે છે અથવા સિમ કાર્ડ કાઢીને બીજા અનલોક ડિવાઈસમાં નાખે છે. આમ કરવાથી તેઓ બેંક ઓટીપી અને મેસેજ મેળવી શકે છે.
બેન્કિંગ એપ્સ અને UPI હેકિંગ: જો સિમ કાર્ડ પર કોઈ લોક ન હોય, તો હેકર્સ તમારા નંબર દ્વારા બેંકિંગ એપ્સ અને પેમેન્ટ વોલેટ્સ રીસેટ કરવાનો પ્રયાસ કરે છે.
ગૂગલ/એપલ આઈડી પાસવર્ડ રીસેટ: ફોન નંબર પર આવતા ઓટીપીની મદદથી તેઓ તમારું જીમેલ કે આઈક્લાઉડ એકાઉન્ટ રીસેટ કરીને પર્સનલ ડેટા, ફોટા અને કોન્ટેક્ટ્સ ચોરી શકે છે.
ડિવાઈસ ફોર્મેટ અને આઈએમઈઆઈ ચેન્જ: છેલ્લે તેઓ ફોનને ફેક્ટરી રીસેટ કરીને સેકન્ડ હેન્ડ માર્કેટમાં સસ્તા ભાવે વેચી દે છે અથવા પાર્ટ્સ વેચી દે છે.

ફોન ચોરાઈ જાય તો તાત્કાલિક શું કરવું?
સિમ કાર્ડ તાત્કાલિક બ્લોક કરાવો: તમારા ટેલિકોમ ઓપરેટરના કસ્ટમર કેર પર ફોન કરીને સિમ કાર્ડ તુરંત બ્લોક કરાવો જેથી OTPનો દુરુપયોગ અટકે.
બેંક અને UPI એકાઉન્ટ બ્લોક કરો: નેટબેન્કિંગ અથવા કસ્ટમર કેર દ્વારા યુપીઆઈ અને બેંક એકાઉન્ટને ટેમ્પરરી ફ્રીઝ કરાવો.
Find My Device / Find My iPhone થી ડેટા ઈરેઝ કરો: કમ્પ્યુટર દ્વારા ગૂગલ કે એપલ આઈડી લોગિન કરીને ચોરાયેલા ફોનનો તમામ પર્સનલ ડેટા રિમોટલી ડિલીટ કરી દો.
સીઈઆઈઆર પોર્ટલ પર ફોન બ્લોક કરો: ભારત સરકારના ઓફિશિયલ પોર્ટલ સીઈઆઈઆર (ceir.gov.in) પર જઈને તમારા ચોરાયેલા ફોનનો આઈએમઈઆઈ નંબર બ્લોક કરાવો અને નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.

સુરક્ષિત રહેવા માટે પહેલેથી શું સાવચેતી રાખવી?
હંમેશા સિમ કાર્ડ પર સિમ પિન લોક સેટ રાખો જેથી બીજા ફોનમાં નાખવા છતાં સિમ કામ ન કરે. સ્માર્ટ ફોનમાં ફિંગરપ્રિન્ટ/ફેસ લોકની સાથે મજબૂત આલ્ફાન્યૂમેરિક પાસવર્ડ રાખો અને મહત્વની એપ્સ (જેમ કે ગેલેરી, વોટ્સએપ અને પેમેન્ટ એપ્સ) પર એપ લોકર લગાવીને રાખો.

વધુ માહિતી માટે તમે ભારત સરકારના ઓફિશિયલ પોર્ટલ ceir.gov.in અને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન cybercrime.gov.in સંપર્ક કરી શકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!