શું તમારું લેપટોપ પણ ખૂબ સ્લો ચાલે છે? એક પણ રૂપિયો ખર્ચ્યા વગર આ રીતે વધારો લેપટોપની સ્પીડ…
Increase Laptop Speed Tips in Gujarati
એક પણ રૂપિયો ખર્ચ્યા વિના વિન્ડોઝ લેપટોપની સ્પીડ બમણી કરવા માટેની 6 અદ્ભુત અને સરળ ટેક્નિક્સ

આજના ડિજિટલ યુગમાં કામ કરતી વખતે જો લેપટોપ ધીમું પડી જાય કે વારંવાર હેંગ થવા લાગે, તો કામ કરવાની મજા બગડી જાય છે. મોટાભાગના લોકો લેપટોપ સ્લો થાય એટલે નવી રેમ વધારવાનો કે લેપટોપ બદલવાનો વિચાર કરવા લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે વધારાનો એક પણ રૂપિયો ખર્ચ્યા વિના, માત્ર કેટલીક સરળ સેટિંગ્સ બદલીને પણ લેપટોપની સ્પીડ નોંધપાત્ર રીતે વધારી શકાય છે? આવો જાણીએ એવી છ એવી સરળ ટેક્નિક્સ વિશે, જે તમારા જૂના કે સ્લો થઈ ગયેલા લેપટોપને પણ એકદમ ફાસ્ટ બનાવી દેશે.
બેકગ્રાઉન્ડ એપ્સ અને ઓટો-સ્ટાર્ટઅપ ડિસેબલ કરો:
લેપટોપ ઓન થતાંની સાથે જ ઘણી બધી એપ્સ બેકગ્રાઉન્ડમાં આપમેળે રન થવા લાગે છે, જેના કારણે પ્રોસેસર અને રેમ પર બિનજરૂરી દબાણ આવે છે.
કેવી રીતે કરવું: Windows માં Ctrl + Shift + Esc દબાવીને Task Manager ઓપન કરો. તેમાં Startup ટેબમાં જઈને નકામી એપ્લિકેશન્સને ‘Disable’ કરી દો.
ટેમ્પરરી અને કેચે ફાઈલ્સ ડીલીટ કરો
ઈન્ટરનેટ વાપરતી વખતે અને કામ કરતી વખતે સિસ્ટમમાં હજારો ટેમ્પરરી ફાઈલો જમા થઈ જાય છે, જે સ્ટોરેજ અને સ્પીડ બંનેને અસર કરે છે.
કેવી રીતે કરવું: Windows Key + R પ્રેસ કરી temp, %temp% અને prefetch ટાઈપ કરીને એન્ટર આપો અને સામે આવતી તમામ બિનજરૂરી ફાઈલોને સીધી ડીલીટ (Shift + Delete) કરી દો.
વર્ચ્યુઅલ મેમરી (Virtual Memory) વધારો
જો તમારી રેમ (RAM) ઓછી હોય, તો વિન્ડોઝમાં વર્ચ્યુઅલ મેમરીનો ઉપયોગ કરીને હાર્ડ ડિસ્ક કે SSD ના અમુક ભાગને વર્ચ્યુઅલ RAM તરીકે વાપરી શકાય છે.
કેવી રીતે કરવું: Advanced System Settings માં જઈને Performance તળે Virtual Memoryની સાઈઝ મેન્યુઅલી વધારી દો. આનાથી હેવી સોફ્ટવેર ચલાવવામાં સરળતા રહેશે.
એનિમેશન અને વિઝ્યુઅલ ઈફેક્ટ્સ બંધ કરો
ગ્રાફિક્સ અને ફેન્સી એનિમેશનના કારણે સિસ્ટમ સ્લો થતી હોય છે.
કેવી રીતે કરવું: System Properties માં જઈને ‘Adjust for best performance’ વિકલ્પ પસંદ કરો. આનાથી વિઝ્યુઅલ ઈફેક્ટ્સ બંધ થઈ જશે અને લેપટોપનું પર્ફોર્મન્સ ઘણું સ્મૂધ થઈ જશે.
વિન્ડોઝ અપડેટ અને એન્ટીવાયરસ સ્ક્રીનિંગ
અપડેટ ન થયેલું ઓપરેટિંગ સિસ્ટમ કે વાયરસ/માલવેરના કારણે પણ લેપટોપ સ્લો થાય છે. સિસ્ટમને નિયમિતપણે અપડેટ રાખો અને વિન્ડોઝ ડિફેન્ડર વડે ફુલ સ્કેન કરો.
બ્રાઉઝર એક્સટેન્શન્સ અને કેચે ક્લિયર કરો:
જો ક્રોમ કે અન્ય બ્રાઉઝર વાપરતી વખતે લેપટોપ હેંગ થતું હોય, તો અનિચ્છનીય બ્રાઉઝર એક્સટેન્શન્સ હટાવી દો અને હિસ્ટ્રી/કેચે ડેટા સમયસર ડિલીટ કરતા રહો.
છે ને એકદમકામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસથી શેર કરો, જેથી તેઓ પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે છે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.
