એક જ સીધી રેખામાં કેમ છે ભારતના આ 7 પવિત્ર શિવમંદિરો? જાણો પ્રાચીન ખગોળશાસ્ત્રનું રહસ્ય?
પવિત્ર શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવની પૂજાપાઠ કરવા માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરોડો ભક્તો પોતાના શહેરના મંદિરોમાં દર્શનાર્થે અચૂક જાય છે, જ્યારે બિલિપત્રો અને દૂધાભિષેક પણ કરવામાં આવે છે. ભારતમાં ઉત્તરથી દક્ષિણ સુધીના પ્રાચીન શિવમંદિરો ફક્ત આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ પ્રાચીન શિવ મંદિર આસ્થાનું કેન્દ્ર છે, પરંતુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને વાસ્તુકલાનો એક અજબ મિસાલ છે.
બ્રહ્માંડમાં અગણિત રહસ્યો ભરેલા છે, જે દરેક રહસ્ય ચોંકાવનારા છે. ભારતમાં બનેલા પ્રાચીન શિવમંદિરોને જોઈને એક સવાલ થાય કે આ મંદિર સીધી રેખામાં કઈ રીતે બન્યા છે. સીધી રેખા લગભગ 79 ઔંશ પૂર્વ દેશાંતરમાં કઈ રીતે બન્યા. આ પાવન મહિનામાં શિવશક્તિ અક્ષ પર સ્થિત સાત દિવ્ય મંદિર અને ઉજ્જૈનના ખગોળશાસ્ત્રનું મહત્ત્વ ધરાવે છે.
ઉત્તરાખંડના કેદારનાથ મંદિરથી લઈને તમિલનાડુના રામેશ્વર મંદિર સુધી અનેક જાણીતા શિવમંદિર એક જ રેખામાં છે. આ રેખામાં અમુક શિવ શક્તિના અંશ તરીકે જાણીતા છે. આ માન્યતા અનુસાર આ રેખામાં સમાવિષ્ટ મંદિરમાં કેદારનાથ, અરુણાચલેશ્વર, થિલ્લઈ નટરાજ, જમ્બુકેશ્વર, એકામ્બેશ્વરનાથ, શ્રીકાલાહસ્તી અને છેવટમાં રામેશ્વર છે. આ મંદિરોને પંચત્વો સાથે જોડવામાં આવે છે. જેમ કે શ્રીકાલાહસ્તીને વાયુ તત્ત્વ, એકામ્બેશ્વરને પૃથ્વી, જમ્બુકેશ્વરને જળ, અરુણાચલેશ્વરને અગ્નિ અને થિલ્લઈ નટરાજને આકાશનું પ્રતીક માનવામાં આવે છે.
કહેવાય છે આ તમામ મંદિર 79 ડિગ્રી પૂર્વ દેશાંતરની આસપાસમાં સીધા છે. સૌથી રસપ્રદ વાત એ છે કે એનું નિર્માણ હજારો વર્ષ પહેલા થયું હતું. આજે સેટેલાઈટ સિસ્ટમ ઉપલબ્ધ છે, પરંતુ એ જ જમાનામાં સટિક દિશા અને સ્થાનની પસંદગી કરવામાં આવતી હતી અને રહસ્યમય લાગતું હતું. એવું પણ માનવામાં આવે છે એ સમયના વિદ્વાનો ખગોળ વિજ્ઞાન અને ગણિતના આધારે એની પસંદગી કરતા હતા.
ઉજ્જૈનને ભારતનું ગ્રીનવીચ કહેવાય છે, કારણ પ્રાચીન સમયમાં અહીંથી સમયની ગણતરી કરવામાં આવતી હતી. ભલે દુનિયા ગ્રીનવીચ માને, પરંતુ અગાઉ ઉજ્જૈનને દેશની સેન્ટ્રલ મેરિડિયન માનવામાં આવતું હતું. વિદ્વાનો પણ પોતાની ગણતરીના આધારે ઉજ્જૈનને ઝીરો લોન્ગિટ્યૂડ (શૂન્ય રેખાંશ) માનતા હતા. કર્ક રેખા સાથે જોડવામાં આવે છે, જેને સમય, ગ્રહ અને નક્ષત્ર અને પંચાંગની ગણતરી માટે સરળ અને સટીક સમજવામાં આવે છે.
ઈતિહાસમાં પણ ઉજ્જૈનની ખાસ ઓળખ છે. જાણીતા ગ્રીક ગણિતશાસ્ત્રી ક્લોડિયસ ટોલમીએ પણ એ સ્થાનને ભૌગોલિક રીતે મહત્ત્વપૂર્ણ માન્યું હતું. ગ્રીક લોકો પણ ઉજ્જૈનને ઓજીન નામથી જાણે છે અને એ જમાનાના મુખ્ય શહેરો પૈકીનું એક માને છે.
સાત મંદિર એક રેખામાં છે, જેમાં હિમાલયનું કેદારનાથ (79.0669 ઈ) આવેલું છે, જે પાંડવોએ બનાવ્યું હતું, ત્યાર પછી શંકરાચાર્યએ પુનઃનિર્માણ કર્યું હતું. આંધ્ર પ્રદેશમાં આવેલું શ્રીકાલાહસ્તી (79.6983° ઈ) વાયુ તત્વનું પ્રતીક છે, જ્યારે તમિલનાડુનું એકામ્બેશ્વર (79.42°), અરુણાચલેશ્વર (79.0677° ઈ), જમ્બુકેશ્વર (લગભગ 79.07° ઈ), થિલ્લઈ નટરાજ (79.6935° ઈ) ભગવાન શિવ નટરાજને સમર્પિત છે, જ્યારે રામેશ્વર પણ 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક પવિત્ર મંદિર છે, જેની દિશા પણ 79.3129° ઇ)માં છે.
ટૂંકમાં, હજારો વર્ષો પહેલાં સેટેલાઈટ, જીપીએસ કે કંપાસ જેવા આધુનિક સાધનો નહોતા છતાં પ્રાચીન ઋષિમુનિઓ અને શિલ્પકારોએ માત્ર ખગોળ વિજ્ઞાનના આધારે આટલી સચોટ સીધી રેખામાં મંદિરોના સ્થાન નક્કી કર્યા હતા, જે આજે પણ વૈજ્ઞાનિકો માટે આશ્ચર્યનો વિષય છે.
