May 20, 2026
ટોપ ન્યુઝ

ભારતનું સૌથી ગરમ શહેર બાંદા: પારો પહોંચ્યો 48 ડિગ્રીએ

Spread the love

ગરમીનો પ્રકોપ: દુનિયાના ૧૦૦ સૌથી ગરમ શહેરોમાં ભારત ટોચ પર, યુપીના બાંદામાં રેકોર્ડબ્રેક ગરમી

ભારતનું સૌથી ગરમ શહેર ઉત્તર પ્રદેશનું બાંદા છે. બાંદા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનનો પારો 48 ડિગ્રીથી વધુ નોંધાયો છે. મંગળવારે પણ બાંદામાં ભીષણ ગરમીનું પ્રમાણ નોંધાયું હતું, જે 48.2 ડિગ્રી હતું. એની સાથે ભારતનું સૌથી ગરમ શહેર અને દુનિયાના સૌથી વધુ ગરમ શહેર બની ગયું હતું. બે દિવસ પહેલા ગરમીનો પારો 47.6 ડિગ્રીની આસપાસ રહ્યો હતો, જે વૈશ્વિકસ્તરે નોંધાયેલા દિવસ દરમિયાન સૌથી વધુ તાપમાન પૈકીનું એક હતું. આ પ્રકારે તાપમાનમાં વૃદ્ધિને કારણે હવે એવું પણ કહેવાય છે કે આગામી દિવસોમાં તાપમાનનો પારો પચાસ ડિગ્રી પણ પાર કરી શકે. આ અગાઉ 10 જૂન, 2019ના 49.2 ડિગ્રીનો પારો પહોંચ્યો હતો.

વૈજ્ઞાનિકોએ પણ ચેતવણી આપી છે કે ધીમે ધીમે ગરમી દ્વિપમાં પરિવર્તિત થાય છે, જે માનવીય ભૂલનું પરિણામ છે. ઘટતી હરિયાલી, નદીઓના પાણી સૂકાઈ રહ્યા છે, જ્યારે અંધાધૂંધ રેતી ખનન અને પર્યાવરણ પ્રદૂષણને કારણે બાંદા સૌથી ગરમ શહેર બન્યું છે. હવામાન વિભાગના દાવા અનુસાર બાંદા અને દક્ષિણ ઉત્તર પ્રદેશના અનેક જિલ્લામાં હીટવેવની ચેતવણી જારી કરી છે. આઈએમડીએ જણાવ્યું છે કે બુંદેલખંડમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર છે, કારણ કે અહીંનો વિસ્તાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સૌથી વધુ અસર થઈ છે. એટલું જ નહીં, બાંદામાં વૃક્ષો અને જંગલ ફક્ત ત્રણ ટકા રહી ગયા છે. બુંદેલખંડના અન્ય જિલ્લા ચિત્રકૂટ, ઝાંસી અને લલિતપુરમાં હાલત ખરાબ છે, જ્યાં ખનનને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે. પહાડોના વિસ્તારોમાં પણ અસહ્ય ગરમી પડી રહી છે

રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશથી રાજસ્થાન અને મધ્ય પ્રદેશ સુધી ગરમીએ નવા રેકોર્ડ બનાવ્યા છે. હાલાત એવા ઊભા થયા છે કે ભારતનો અડધોઅડધ હિસ્સો ભીષણ ગરમીની ચપેટમાં આવી ગયો છે, જ્યારે દુનિયાના 100 ગરમ શહેરો પણ ભારતમાં છે, જેમાં એકલા 40 શહેર તો યુપીના છે, તેમાંય વળી બાંદા સૌથી વધુ ગરમ છે, જ્યારે લોકોને બપોરના સમયગાળામાં ઘરની બહાર નીકળવાનું મુશ્કેલ બની ગયું છે.
હરિયાણા, પંજાબથી લઈને દિલ્હી એનસીઆર સુધી સાત દિવસ ઓરેન્જ એલર્ટ છે, જ્યારે યુપીના અનેક જિલ્લામાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અનેક જિલ્લાનું તાપમાન પણ 45 ડિગ્રીથી ઉપર છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે દિવસમાં તો ગરમી પડી રહી છે, પરંતુ રાતના હીટવેવની અસર જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!