ISI ષડયંત્રનો પર્દાફાશઃ દિલ્હીનું ઐતિહાસિક મંદિર અને લશ્કરી કેમ્પ આતંકી નિશાન પર
પાકિસ્તાન સમર્થિત શહજાદ ભટ્ટી મોડ્યુલનો પર્દાફાશ: 9 જણની ધરપકડ બાદ ચોંકાવનારા ખુલાસા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના સકંજામાં પાકિસ્તાન સમર્થિત શહજાદ ભટ્ટી મોડ્યુલના સાગરીતોની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા જાણવા મળ્યા છે. દિલ્હીના ઐતિહાસિક મંદિર અને હરિયાણાની લશ્કરી કેમ્પ આતંકવાદીઓના નિશાન પર હતું. પોલીસને મળેલી બાતમીના આધારે દિલ્હી સહિત અન્ય રાજ્યની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે, જ્યારે નાગરિકોને પણ સંદીગ્ધ ગતિવિધિ અંગે પોલીસ પ્રશાસનને જાણ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
દિલ્હ પોલીસે આ મોડ્યુલના નવ જણ પાસેથી હથિયારો સાથે ધરપકડ કરી હતી. પૂછપછમાં મોડ્યુલ સાથે જોડાયેલા એક આરોપીએ મંદિરની રેકી પણ કરી હતી. મંદિર પરિસરની તસવીરો અને વીડિયોમાં પાકિસ્તાનમાં રહેલા પોતાના હેન્ડલર્સની મોકલી હતી.
પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે આ મોડ્યુલ દિલ્હીના જાણીતા ઐતિહાસિક મંદિર પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું. આતંકવાદી મંદિરની સુરક્ષા કરી રહેલા કર્મચારીઓ અને કેન્દ્રીય લશ્કરી દળો પર ગોળીબાર કરીને તબાહી મચાવવાની તૈયારીમાં હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે દિલ્હી સોનીપત હાઈવે પર સ્થિત એક જાણીતા ઢાબા પર તેમના નિશાન પર હતું. ઢાબામાં હજારો લોકોની ભીડ એકત્ર થતી હોય છે. આતંકવાદીઓ અહીં હેન્ડ ગ્રેનેડથી હુમલો કરવાની પેરવીમાં હતા.
એના સિવાય હરિયાણાના હિસાર સ્થિત એક આર્મી કેમ્પ પણ આતંકવાદીઓના રડાર પર હતા. આરોપીઓએ સૈન્યની છાવણીની રેકી કરી હતી, જ્યારે એના સંબંધિત વીડિયો પણ પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને મોકલવામાં આવ્યા હતા. આતંકવાદીઓના નિશાના પર દિલ્હીના અમુક પોલીસ સ્ટેશન પણ ટાર્ગેટ પર હતા. હવે એ જણાવવાનું કે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એક મોટું ઓપરેશન અન્વયે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પાકિસ્તાન આઈએસઆઈના શહજાદ ભટ્ટી મોડ્યુલના નવ સભ્યોની ધરપકડ કરી છે. અહીં એ જણાવવાનું કે બે દિવસ પહેલા પંજાબના જલંધરમાં વિસ્ફોટ થયો હતો.
ઓપરેશન ગેંગ બસ્ટ અન્યવે પોલીસની મોટી કાર્યવાહી
દિલ્હી પોલીસે આરોપીઓ પાસેથી જપ્ત કરેલ વસ્તુઓમાં 130 પિસ્તોલ, 214 કારતૂસ, 79 ચાકુ, 19 પ્રતિબંધિત ડ્રગ્સ, 1234 પ્રતિબંધિત દારુ, 24 વ્હિકલ અને 19 લાખ રુપિયાની રોકડ જપ્ત કરી છે. ગુરુવારે દિલ્હી પોલીસે ચલાવેલા ગેંગ બસ્ટ 2.0 ઓપરેશન અન્વયે કૂલ 12થી વધુ લોકોની ગુનાહિત કારણસર 1,014 જગ્યાએ રેડ પાડી હતી. 48 કલાકના ઓપરેશનમાં કૂલ 481 લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસે આરોપીઓ પાસેથી ઉપરોક્ત હથિયારો જપ્ત કર્યાં હતા.
