April 6, 2026
ઈન્ટરનેશનલ

હોર્મુઝની ખાડી ખોલવા ઈરાનનો ઈનકાર, પણ સીઝફાયરનું કાઉન્ટડાઉન સ્ટાર્ટ

Spread the love

પાકિસ્તાનની મધ્યસ્થી છતાં તહેરાન ઝૂકવા તૈયાર નથી; ટ્રમ્પનું અલ્ટિમેટમ પૂર્ણ થવાના આરે

ઈરાન-અમેરિકા અને ઈઝરાયલની સાથે યુદ્ધમાં સીઝફાયર કરવા ઈચ્છે છે, પરંતુ ઈરાનએ સમજૂતી માટે સૌથી મહત્ત્વની બાબત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવાનો ઈનકાર કરી દીધો છે. ઈરાનના અધિકારીઓએ કહ્યું છે કે તેમને પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનો પ્રસ્તાવ મળ્યો છે અને એના પર વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ તહેરાન હંગામી યુદ્ધવિરામને બદલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ કોરિડોરને ખોલવા માટે તૈયાર નથી.

તહેરાન પર દબાણ લાવી અથવા ડેડલાઈન મારફત યુદ્ધવિરામ કરાવી શકાય નહીં. બીજી બાજુ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પવતીથી અલ્ટિમેટમ આવતીકાલે ખતમ થઈ જાય છે. ઈરાનએ પણ અલ્ટિમેટમનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે દબાણ લાવીને યુદ્ધવિરામ થઈ શકે નહીં.

ઈરાનના અધિકારીઓએ કહ્યું છે કે અમે હંગામી ધોરણે યુદ્ધવિરામના બદલમાં હોર્મુઝની ખાડી તો ખોલીશું નહીં. ઈરાનને જણાવ્યું કે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હંગામી ધોરણે યુદ્ધવિરામ અંગે ગંભીર નથી. આ અગાઉ ઈરાન અને અમેરિકા પરસ્પર દુશ્મની ખતમ કરવા માટે યુદ્ધવિરામનો પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે. આ પ્રસ્તાવમાં દ્વિસ્તરીય સીઝફાયર લાગુ કરવાની સાથે અંતિમ સમજૂતીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

જો બંને દેશ આ સમજૂતી પર સહમત થાય તો બંને પક્ષે તાત્કાલિક યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ખોલવામાં આવશે. એના પછી 15-20 પછી અંતિમ સમજૂતી કરવામાં આવશે. હાલના તબક્કે યુદ્ધવિરામ માટે પાકિસ્તાન મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. પાકિસ્તાન સેના પ્રમુખે અમેરિકન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, રાજદૂત વિટફોક અને ઈરાનના વિદેશ મંત્રી અરાઘચી સાથે અલગ અલગ મુદ્દે વાતચીત કરી હતી. આ સમજૂતી અંતિમ તબક્કામાં પહોંચી છે, જેમાં ઈરાન દ્વારા પરમાણુ હથિયાર છોડવા, પ્રતિબંધોમાંથી મુક્તિ અને જપ્ત કરવામાં આવેલી સંપત્તિઓની મુક્તિમાં સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!