April 2, 2026
ઈન્ટરનેશનલ

યુદ્ધનો અંત નહીં આરંભ, પરમાણુ હથિયાર બનાવ્યા તો મોત નિશ્ચિતઃ ટ્રમ્પની ઈરાનને ચેતવણી

Spread the love


“૩૨ દિવસમાં ઈરાન તબાહ”: ડોનાલ્ડ ટ્રમ્પે સૈન્ય કાર્યવાહી અને મધ્ય પૂર્વના યુદ્ધ પર આપ્યું ઐતિહાસિક સંબોધન

મધ્ય પૂર્વ યુદ્ધને કારણે ખાડી દેશો જ નહીં, પણ ઓઈલ-ગેસ પર નિર્ભર દેશોમાં આર્થિક સંકટનું નિર્માણ થયું છે. આજે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ઐતિહાસિક સંબોધનમાં પરમાણુ પ્રોગ્રામને લઈ કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો તહેરાન એટમી હથિયાર બનાવવાની કોશિશ કરી તો આ અમેરિકા અને ઈઝરાયલ માટે મોતનું કારણ બનશે. ટ્રમ્પે નવો દાવો કરતા કહ્યું કે તેમની સેનાએ ઈરાનની નેવી, હવાઈ દળ અને સેનાને ખતમ કરી નાખી છે.

અમેરિકન્સને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવવા ઈચ્છતું હતું. પણ અમે એમ થવા દીધું નથી. ઈરાનની મિસાઈલ-ડ્રોન ક્ષમતા ખતમ કરવાની સાથે નૌકાદળને પણ અમે ખતમ નખ્યું છે. ટ્રમ્પે કહ્યું પહેલું વિશ્વ યુદ્ધ ફક્ત સાત મહિના અને પાંચ દિવસ સુધી ચાલ્યું હતું. બીજું વિશ્વ યુદ્ધ ત્રણ વર્ષ આઠ મહિના અને 25 દિવસ સુધી ચાલ્યું હતું. કોરિયાઈ યુદ્ધ ત્રણ વર્ષ અને બે મહિના સુધી ચાલ્યું હતું. વિયેતનામ યુદ્દ 19 વર્ષ પાંચ મહિના અને 29 દિવસ. ઈરાક યુદ્ધ આઠ વર્ષ આઠ મહિના. અમારું આ લશ્કરી અભિયાન એટલું શક્તિશાળી અને શાનદાર છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશમાંથી એકની સામે 32 દિવસથી છીએ અને અમે સંપૂર્ણ રીતે દેશને તબાહ કરી નાખ્યા છે અને હવે કોઈ જોખમ રહ્યું નથી.

ટ્રમ્પે કહ્યું કે મધ્ય પૂર્વમાં દાદા હતું, પરંતુ હવે દાદા રહ્યું નથી. તમારા બાળકો અને પ્રપોત્રો પર માટે ભવિષ્યમાં સાચું રોકાણ છે. સમગ્ર દુનિયા જોઈ રહી છે તેમને આ શક્તિ, તાકાત અને શાનદાર પ્રદર્શન પર વિશ્વાસ થઈ રહ્યો નથી અને તેમને વિશ્વાસ પણ થઈ રહ્યો નથી કે આ શું થઈ રહ્યું છે. 28 ફેબ્રુઆરીના અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે વાતચીત કરતા હુમલો કર્યો હતો. હવે ટ્રમ્પે કહ્યું છે કે તેઓ હંમેશાં વ્યૂહાત્મક માર્ગ અપનાવવાનું ઈચ્છતા હતા, પરંતુ ઈરાન તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા પણ હવે ઈરાનને પરમાણુ શક્તિ બનાવવા દઈશું નહીં. ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ દુનિયા માટે ખતરો હોવાનું પણ જણાવ્યું હતું.

ટ્રમ્પે પોતાના સંબોધનમાં વેનેઝુએલાનો ઉલ્લેખ કર્યો. અમેરિકન સૈનિકોને ઝડપથી કાર્યવાહી કરવા અંગે પણ પ્રશંસા કરી. અમેરિકન સૈનિકો મારફત ઝડપથી નિયંત્રણ મેળવ્યું હતું. આ મિશનને ઝડપી, ઘાતક અને જોરદાર હતું અને આ કાર્યવાહીને કારણે દુનિયાભરમાં સન્માન મળ્યું હતું. 20 મિનિટના ભાષણમાં ટ્રમ્પે ઈરાનના નૌકાદળ અને વાયુસેના ખતમ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. બે-ત્રણ સપ્તાહમાં વધુ ઘાતક હુમલો કરશે, જ્યારે અમેરિકાને ટેકો આપનારા દેશોને પણ ગદ્દાર ગણાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!