ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના 26,000 કરોડ સ્વાહાઃ પેન્ટાગોનની ઊંઘ હરામ
ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલામાં અમેરિકાના મોંઘા ફાઈટર જેટ્સ, ડ્રોન્સ અને રડાર સિસ્ટમનો સફાયો
ઈરાન સામે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધમાં અમેરિકામાં સૌથી વધુ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. રવિવારે લાખો લોકોએ રસ્તા પર આવીને ટ્રમ્પ પ્રશાસનની નીતિ વિરુદ્ધમાં વિરોધ પ્રદર્શન કર્યા હતા, જેમાં ઈરાનને પક્ષે સૌથી વધુ જાનહાનિના સમાચાર છે, પરંતુ સામે પક્ષે અમેરિકામાં પૈસાની દૃષ્ટિએ પાણીના માફક વ્યય કરી રહ્યું છે. ઈરાન સામેના યુદ્ધમાં ત્રણ અઠવાડિયામાં 26,000 કરોડ રુપિયા સ્વાહા થઈ ગયા છે. ઈરાનની મિસાઈલ અને ડ્રોન હુમલાએ અમેરિકાના મોંઘા ફાઈટર જેટ્સ, ડ્રોન્સ અને રડાર સિસ્ટમનો સફાયો કરી નાખ્યો છે. જંગી નુકસાન વચ્ચે હવે પેન્ટાગોનએ પણ વધારાનું બજેટ માગવાની તૈયારી કરી છે.
અમેરિકન મીડિયાના અહેવાલ અનુસાર અમેરિકાની લશ્કરી સંપત્તિનું 1.4થી 2.9 અમેરિકન ડોલર (12,600થી 26,100 કરોડ રુપિયા)નું જંગી નુકસાન થયું છે. ઈરાનની બેલાસ્ટિક મિસાઈલ અને ડ્રોન હુમલાથી પશ્ચિમ એશિયામાં ફેલાયેલા અમેરિકન ઠેકાણાને નિશાન બનાવ્યા હતા, જેનાથી સ્પષ્ટ થયું છે કે આ યુદ્ધ ફક્ત વર્ચસ્વ જમાવવાનું નથી, પરંતુ અર્થવ્યવસ્થાની કમર તોડનારું છું. વધતા નુકસાનને જોતા પેન્ટાગોન હવે વ્હાઈસ હાઉસ પાસેથી 200 અબજ ડોલરના જંગી બજેટની માગ કરી શકે છે.
ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાના ફાઈટર જેટ્સ પણ તૂટ્યા છે. એફ15E સ્ટ્રાઈક ઈગલને તોડી પાડવામાં આવ્યા છે. રાહતની વાત એ હતી કે જેટ્સમાંથી ક્રૂ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, પરંતુ એની કિંમત 100 મિલિયન ડોલરની હતી, જ્યારે 19 માર્ચના 82.5 મિલિયન ડોલરની કિંમતનું આધુનિક F35 A લાઈટનિંગ II વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું અને જેના અંગે ઈરાને કહ્યું હતું કે અમારા સટિક હુમલાનું કારમ હતું.
કુવૈત પરના હુમલા સિવાય ઈરાનએ સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલ્તાન એર બેઝ પર ભયાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં KC-135 વિમાનને ગંભીર નુકસાન થયું હતું. હવે આ વિમાનનું ઉત્પાદન બંધ કર્યું છે, જેથી અમેરિકાએ હવે 165 મિલિયન ડોલરવાળા KC-46 પેગાસસ વિમાનનો ઉપયોગ કરવાની નોબત આવી છે. એના સિવાય અમેરિકન ગુપ્તચર એજન્સીની આંખ માનનારા એક ડઝનથી વધુ MQ-9 રિપર ડ્રોન પણ નષ્ટ તૂટી ગયા છે. 16થી 30 મિલિયન ડોલર યુનિટદીઠ ખર્ચવાળા ડ્રોન્સને પણ ઈરાન હવામાં તોડી પાડે છે.
અમેરિકાના જોર્ડન સ્થિત THAAD મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ મહત્ત્વની માનવામાં આવે છે. AN/TPY-2 (કિંમત લગભગ 300 મિલિયન ડોલર)ને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. ઉપરાંત, કતારના AN/FPS-132 રડાર સિસ્ટમને પણ નુકસાન થયું છે. 12 માર્ચના અમેરિકન નૌકાદળનું ગૌરવ ગણાતું યુએસએસ જીરાલ્ડ આર ફોર્ડ એરક્રાફ્ટ કેરિયર પર પણ અચાનક આગ લાગી હતી, જેમાં જહાજને નુકસાન થયું છે, ત્યારબાદ તેને મેઈન્ટેનન્સ માટે ગ્રીસના પોર્ટ પર ખસેડવાની ફરજ પડી હતી.
