March 26, 2026
ટોપ ન્યુઝવાંચન વૈવિધ્યમ

સાવધાન! પાણીની ટાંકી કે પ્લાસ્ટિકના ડબ્બામાં પેટ્રોલ ભરવું પડી શકે ભારે, જાણો શું કહે છે પેટ્રોલિયમ એક્ટ…

Spread the love


વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં સતત વધતા જઈ રહેલાં તણાવ અને પેટ્રોલના ભાવમાં આવેલા ઉછાળાને કારણે સોશિયલ મીડિયા પર લોકો પાણીની ટાંકી કે પ્લાસ્ટિકના ડબ્બાઓમાં પેટ્રોલ ભરતા હોવાના વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, પરંતુ શું તમને ખબર છે કે આ રીતે પેટ્રોલનો સંગ્રહ કરવો એ માત્ર જીવલેણ જ નથી, પણ ભારતીય કાયદા મુજબ ગુનો પણ છે? ચાલો તમને આજે આ સ્ટોરીમાં વિસ્તારથી કાયદા વિશે જણાવીએ…

વાત કરીએ ભારતમાં પેટ્રોલના વેચાણ અને સંગ્રહ પર પેટ્રોલિયમ એક્ટ 1934 અને પેટ્રોલિયમ રૂલ્સ ૨૦૦૨ હેઠળ નિયંત્રણ રાખવામાં આવે છે. કાયદામાં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર, પેટ્રોલ પંપના સંચાલકો કોઈ પણ વ્યક્તિને ખુલ્લા વાસણો, પ્લાસ્ટિકની બોટલ, ડોલ કે પાણીની ટાંકી જેવા અસુરક્ષિત પાત્રોમાં પેટ્રોલ આપી શકતા નથી. પેટ્રોલ માત્ર વાહનની ટાંકીમાં અથવા સરકાર દ્વારા પ્રમાણિત ખાસ ધાતુના કન્ટેનરમાં જ ભરી શકાય છે.

હવે આગળ વધીએ અને એ જાણીએ કે ઘરમાં કેટલું પેટ્રોલ સ્ટોર કરી શકાય એની તો કોઈપણ સામાન્ય નાગરિક લાયસન્સ વગર પોતાના ઘરે વધુમાં વધુ 30 લિટર પેટ્રોલ કે ડીઝલનો સંગ્રહ કરી શકે છે. જોકે, જથ્થો પણ મજબૂત અને સીલ કરેલા કન્ટેનરમાં રાખવો અનિવાર્ય છે. જ્યારે ખેડૂતોને ખેતીકામ માટે સરકાર દ્વારા આંશિક છૂટછાટ આપવામાં આવી છે, જેમાં તેઓ 200 લિટર સુધીનો જથ્થો બેરલમાં રાખી શકે છે. ઉપરાંત, મોબાઈલ ટાવર સંચાલકો માટે આ મર્યાદા 1000 લિટર સુધીની નક્કી કરવામાં આવી છે.

નિયમોના ઉલ્લંઘન પર સજાની જોગવાઈ
જો કોઈ વ્યક્તિ નિર્ધારિત મર્યાદાથી વધુ ઈંધણ લાઇસન્સ વગર રાખતો પકડાય તો તેની કડક કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પહેલી વખત આવું કરતાં પકડાય તો એ મહિના સુધીની જેલ અથવા હજાર રૂપિયા સુધીનો દંડ (કે પછી બંને) ફટકારવામાં આવી શકે છે. જો કોઈ વ્યક્તિ વારંવાર આ કાયદાનું ઉલ્લંઘન કરે તો તેને 3 મહિના સુધીની જેલ અને રૂપિયા 5,000 સુધીનો દંડ ફટકારવામાં આવી છે.
જો કોઈ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલની કાળાબજારી કરતા પકડાય તો તેને સાત વર્ષ સુધીની જેલ ફટકારવાની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. જો પંપ સંચાલક નિયમ વિરુદ્ધ ઈંધણ આપે, તો તેનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!