Birthday Star: પાંચ-પાંચ નેશનલ એવોર્ડ જીતનારા પ્રકાશ રાજે બે વખત કેમ કર્યાં લગ્ન?
ભારતીય સિનેમામાં ખાસ કરીને પ્રાદેશિક ફિલ્મોમાંથી હિન્દી ફિલ્મોમાં કામ કરવાનો કલાકારોને બહોળો અનુભવ હોય છે, જેમાં પોતાના બુદ્ધિ ચાતુર્ય પછી રાજકારણમાં પણ પોતપોતાના અભિપ્રાયથી સરકારને પણ ઘેરતા હોય છે. એવા જ કલાકારની વાત કરીએ જેનું નામ તો સાઉથની ફિલ્મોમાં સુપેરે લેવાય છે, પરંતુ બોલીવુડની ફિલ્મોમાં પણ એનું નામ જોરદાર ચાલે છે. હિન્દી ફિલ્મોમાં એક વિલન તરીકે પ્રકાશ રાજનું નામ જાણીતું છે, જે એક મલ્ટિ ટેલેન્ટેડ હીરો છે. ભારતની અનેક ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. આજના બર્થડેના દિવસે જાણીએ તેની રિયલ અને રીલ લાઈફની વિશેષતાઓ.
અભિનેતા પ્રકાશ રાજનો જન્મ 26 માર્ચ, 1965માં બેંગલોરમાં થયો હતો. પિતા હિંદુ પણ માતા રોમન કેથલિક તેમ જ ભાઈ પ્રસાદ રાજ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છે. ફિલ્મ ઉદ્યોગ બહુમુખી પ્રતિભા ધરાવનારા પ્રકાશ રાજે અનેક ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં અમુક ફિલ્માં મુખ્ય કેરેક્ટર તરીકે કામ કરવાની સાથે વિલનના રોલમાં નામ કમાવ્યું છે. આજના 66મા બર્થડેના દિવસે એવી ખાસ બાબતની વાત કરીએ તો બેંગલોરની સેંટ જોસેફ ઈન્ડિયન હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી સેંટ જોસેફ કોલેજમાં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું.
મરાઠી, કન્નડ સહિત હિન્દી ફિલ્મોમાં કર્યું છે કામ
પ્રકાશ રાજે શરુઆતના દિવસોમાં થિયેટરમાં કામ કર્યું એના સિવાય સ્ટ્રીટ પ્લે પણ કર્યું. થિયેટરમાં કામ કરતા મહિને 300 રુપિયા મળતા એના પછી ટીવી સિરિયલમાં પણ કામ કર્યું અને એના પચી ધીમે ધીમે ફિલ્મોમાં કામ કરવાની તક મળી. 66 વર્ષના પ્રકાશ રાજે કન્નડ, તમિલ, મરાઠી, મલયાલમ અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. મોટા ભાગની ફિલ્મોમાં વિલનનો અભિયન કર્યો છે, જ્યારે પાંચ નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. ફિલ્મોમાં એક્ટિંગ સિવાય ડાયરેક્શનનું પણ કામ કર્યું છે.

ફિલ્મો માટે પણ પ્રકાશ રાજે પોતાનું નામ બદલ્યું
અન્ય અભિનેતાના માફક ફિલ્મો માટે પોતાનું નામ બદલીને પ્રકાશ રાયને બદલે પ્રકાશ રાજ લખવાનું શરુ કર્યું હતું. સાઉથની ફિલ્મો માટે સુપરસ્ટાર છે, જ્યારે બોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની આગવી શાખ બનાવી છે. હિન્દી ફિલ્મોમાં વોન્ટેડથી એન્ટ્રી કરી હતી. એના પછી સિંઘમ, દબંગ-ટૂ, મુંબઈ મિરર, પુલિસગિરિ, હીરોપંતી અને જંજીરનું નામ લેવાય છે. મોટા ભાગની ફિલ્મોમાં વિલનનું કામ કરવાની સાથે ક્યારેક કોમેડીમાં પણ બાજી મારે છે. પણ તમિલ ઈન્ડસ્ટ્રીમાં તેની વર્તણૂક લઈને અનેક ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા, જ્યારે સરકારની નીતિ પર પણ અચૂક ટીકા કરે છે જેને કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરાય છે.
દીકરાના મોત પછી અંતિમસંસ્કાર પોતાના ખેતરમાં કર્યા
વ્યક્તિગત જીવનની વાત કરીએ તો પરિવારમાં તો 1994માં અભિનેત્રી લલિતા કુમારી સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન પછી દીકરી મેઘના અને પૂજા અને દીકરો સિદ્ધુ જન્મયા. પ્રકાશ રાજની જિંદગીમાંથી દીકરા સિદ્ધુની અચાનક એક્ઝિટ થઈ. 2004માં પાંચ વર્ષના સિદ્ધુ પતંગ ઉડાવતા પડી ગયો અને ગંભીર રીતે ઈજા પહોંચ્યા પછી ડોક્ટર તેને બચાવી શક્યા નહીં. દીકરાના મૃત્યુનો એટલો બધો આઘાત લાગ્યો કે પોતાના ખેતરમાં દીકરાના અંતિમસંસ્કાર કર્યા. દીકરાના નિધન પછી પત્ની સાથે વિવાદો વધ્યા અને છેવટે 2009માં છૂટાછેડા થયા હતા.
છૂટાછેડાના બીજા વર્ષે લગ્ન કરીને ફરી ચર્ચામાં આવ્યા
પત્ની લલિતા સાથે 2009માં છૂટાછેડા પચી 2010માં પોતાની ઉંમરથી 12 વર્ષ નાની કોરિયોગ્રાફર સાથે લગ્ન કર્યા. 24 ઓગસ્ટ 2010ના પ્રકાશ રાજે પોની વર્મા સાથે લગ્ન કર્યા અને પાંચ વર્ષ પછી પોની વર્માએ એક દીકરાને જન્મ પણ આપ્યો છે. પ્રકાશ રાજે તેલંગણાના એક પછાત ગામને દત્તક લીધું છે. રાજ્યના પંચાયત રાજ અને આઈટી મંત્રી તારકરામ રાવને ફોન કરીને મહબુબનગર જિલ્લાના કોંડારેડીપલ્લે ગામને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રકાશ રાજની સંપત્તિની વાત કરીએ પચાસ કરોડ રુપિયાની નેટવર્થ છે, જ્યારે એક ફિલ્મ માટે 2.50 કરોડ રુપિયા લે છે. પ્રકાશ રાજ ફિલ્મો, ટીવી શો અને સ્ટેજના પ્રોડેક્શન મારફત પણ પૈસાની કમાણી કરે છે.
