March 24, 2026
હોમ

મોર્નિંગ હેડેકને ન કરો ઈગ્નોર: જાણો શું છે માથામાં દુખાવાના કારણો?

Spread the love

આપણામાંથી અનેક લોકોને સવારે ઉઠતાં જ માથામાં દુઃખાવાની ફરિયાદ કરતાં હોય છે. આપણે આ માથાના દુઃખાવાને એટલું ગંભીરતાથી નથી લેતા. પરંતુ હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આ એક ગંભીર સમસ્યાનું કારણ હોઈ શકે છે. આજે આપણે અહીં આ સ્ટોરીમાં આવું થવાના કારણો વિશે આપણે વાત કરીશું.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર સવારે ઉંઘીને ઉઠ્યા પછી થતો માથાનો દુખાવો એ કોઈ સામાન્ય દુઃખાવો નથી. નિષ્ણાતો માને છે કે જો તમને દરરોજ સવારે ઉઠતાની સાથે જ માથું ભારે લાગતું હોય અથવા દુખાવો થતો હોય, તો તે શરીરમાં છુપાયેલી કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત હોઈ શકે છે. ચાલો જોઈએ કઈ છે આ બીમારીઓ…

સ્લીપ એપનિયા: આ ઊંઘ સાથે સંકળાયેલી એક ગંભીર બીમારી છે, જેમાં સૂતી વખતે શ્વાસ વારંવાર અટકે છે. આના કારણે શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઈડ વધે છે, જેના પરિણામે સવારે ઉઠતા જ તેજ માથાનો દુખાવો અનુભવાય છે.

સાયનસ: સાયનસની સમસ્યા ધરાવતા લોકોમાં રાત્રે સૂતી વખતે નાકની નળીઓમાં કફ જમા થઈ જાય છે. આના કારણે ચહેરા અને માથાની નસો પર દબાણ આવે છે, જે સવારે ઉઠતી વખતે દુખાવાનું કારણ બને છે.

દાંત પીસવાની આદત: ઘણા લોકો ઊંઘમાં અજાણતા જ દાંત પીસતા હોય છે. આ પ્રક્રિયાને કારણે જડબાના સ્નાયુઓ પર ખેંચાણ આવે છે, જે સવારે માથાના દુખાવા અથવા માઈગ્રેન તરીકે ઉભરી આવે છે.

ડિહાઈડ્રેશન: જો તમે રાત્રે પૂરતું પાણી નથી પીતા અથવા શરીરમાં પાણીની કમી છે, તો મગજની નસોમાં સંકોચન થાય છે. સવારે ઉઠતી વખતે થતો દુખાવો એ સંકેત છે કે તમારા શરીરને તાત્કાલિક પાણીની જરૂર છે.

અનિદ્રા અને તણાવ: જો તમારી ઊંઘ પૂરી ન થતી હોય અથવા તમે માનસિક તણાવમાં હોવ, તો મગજને પૂરતો આરામ મળતો નથી. આ અશાંતિ સવારે ઉઠ્યા પછી ભારે માથા અને નબળાઈના રૂપમાં જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!