આજે 12મી એપ્રિલના ચૈત્ર પૂર્ણિમાના ચંદ્ર ગ્રહણ છે કે નહીં કન્ફ્યુઝન દૂર કરો!
12 એપ્રિલના ચૈત્ર મહિનાની પૂર્ણિમા છે અને આજના દિવસે ચંદ્ર વધુ સુંદર લાગશે. એપ્રિલ મહિનાની પહેલી પૂર્ણિમાના દિવસે પિંક મુન કહેવાય છે. નામ સાંભળીને તમને નવાઈ લાગશે પણ પહેલી પૂનમના દિવસે પિંક મૂન જોવા મળે છે એટલે ચંદ્ર ગુલાબી જોવા મળે છે. આમ છતાં પિંક મૂન કહેવા પાછળનું પણ રહસ્ય છે.
એવું પણ કહેવાય છે કે પિંક મૂન નામની ઉત્પત્તિ ઉત્તરી અમેરિકામાં વંસત મહિનામાં ખીલતા ગુલાબી જંગલી ફૂલ સંબંધિત છે. આ ફૂલ એપ્રિલ મહિનાની શરુઆતમાં ખીલે છે અને આ સમયગાળા દરમિયાન પૂર્ણિમા પડે છે, પરંતુ ચાલો જાણીએ એના અંગે. બારમી એપ્રિલના કોઈ ચંદ્ર ગ્રહણ નથી. એટલે આજે ન તો ચંદ્ર ગ્રહણ છે કે સૂર્ય ગ્રહણ.
આ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ તો 14મી માર્ચના લાગુ થયું હતું અને હવે બીજું ચંદ્ર ગ્રહણ સાતમી સપ્ટેમ્બરના ભાદરવા મહિનાની પૂર્ણિમાના દિવસે લાગુ પડશે. આ ગ્રહણ ભારતીય સમય અનુસાર સાતમી સપ્ટેમ્બરના રાતના નવ વાગ્યેને 57 મિનિટના શરુ થશે, જ્યારે તેની સમાપ્તિ રાતના એક વાગ્યાને 26 મિનિટના થશે.
વૈજ્ઞાનિકો એવો પણ દાવો કરે છે કે પિંક મૂન નામ હોવા છતાં ચંદ્રમા સ્વયં ગુલાબી નથી, જે વાસ્તવમાં મોસ પિંક યા ફ્લોક્સના નામ પરથી રાખ્યું છે. ગુલાબી ચંદ્રમા ઉત્તરી ગોળાર્ધમાં વસંત મહિનાની પહેલી પૂર્ણિમાને પ્રતીત કરે છે, જે નવીનીકરણ અને પરિવર્તન સંબંધિત છે. એપ્રિલ, 2025ના પૂર્ણિમાના ચંદ્રને પિંક મૂન કહે છે, જે માઈક્રોમૂન પણ કહે છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ચંદ્રમા પૃથ્વીથી સૌથી દૂરના પોઈન્ટે હોય છે, જેને અપોજી કહે છે, તેથી રાતના આકાશમાં ચંદ્ર સામાન્ય કરતા થોડો નાનો અને ધુંધળો પણ દેખાય છે.
વેલ, તમે જો ચંદ્રને માનતા હો તો પણ ચંદ્રને જોવાનો આજનો લહાવો લઈ શકો. ખગોળશાસ્ત્રીઓએ માટે આજનો દિવસ મહત્ત્વનો છે, જ્યારે ફોટોગ્રાફર યા યુટયુબવાળા માટે આજનું મહત્ત્વનો છે. આજે પિંક કલરનો ચંદ્ર સુંદર લાગવાની સાથે વિશેષ રીતે આકર્ષક જોવા મળશે.