દાદર સ્ટેશન પર બેગ ચઢાવતા પરસેવે રેબઝેબ થયેલા શખ્સ પર શંકા આવતા પોલીસે ખોલાવી બેગ અને…
મુંબઈ: મધ્ય રેલવેના દાદર સ્ટેશન પરથી કોંકણ જનારી તુતારી એકસપ્રેસ પકડવાનો પ્રયાસ કરી રહેલા બે યુવકો બેગ ચઢાવતી વખતે પરસેવે રેબઝેબ થઈ જતાં સ્ટેશન પર તહેનાત આરપીએફના જવાનને શંકા જતા તેણે બેગ ખોલાવતા અંદરથી કંઈક એવું મળી આવ્યું હતું કે જે જોઈને લોકોની આંખો પહોળી થઈ ગઈ હતી. દરમિયાન બેમાંથી એક યુવકે ત્યાંથી ભાગી ગયો હતો અને બીજો આરોપી ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો, પર પોલીસે તેને પકડી પાડયો હતો.
મળી રહેલી માહિતી પ્રમાણે બંને આરોપી મૂક બધિર છે અને તેમણે મુંબઈના પાયધુની ખાતે પોતાના મિત્ર અરશદ ખાનની હત્યા કરીને તેનો મૃતદેહ બેગમાં ભરીને તુતારી એકસપ્રેસમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ બેગ ભારે હોવાને કારણે બંને જણ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. આ સિવાય બેગ વ્હીલ પર લોહીના ટીપાં જોવા મળતાં આરપીએફ જવાનને શંકા ગઈ હતી અને તેણે બંનેને બેગ ખોલવા જણાવ્યું હતું.
દરમિયાન એક આરોપી ભાગી ગયો હતો તો બીજો આરોપી પણ ભાગવાનો ફિરાકમાં હતો પરંતુ પોલીસે તેને પકડી પાડયો હતો. બંને જણ આ એક્સપ્રેસ ટ્રેનમાં મૃતદેહનો નિકાલ લાવવા માટે લઈ જઈ રહ્યા હતા. કોઈ બ્રિજ પરથી બેગને ફેંકી દેવાનો તેમનો પ્લાન હતો, પર જવાનની સતર્કતાને કારણે આ પ્લાન નિષ્ફળ ગયો હતો.
આ ઘટના સોમવારે સવારે બની હતી અને મૃતકની ઓળખ સાંતાક્રુઝના કલીના ખાતેના રહેવાસી અરશદ ખાન (30) તરીકે કરવામાં આવી હતી, એવું દાદર આરપીએફ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું.
