US Presidential Election: Joe Bidenએ પાછું ખેંચ્યું નામ, કમલા હેરિસને આપ્યો ટેકો…
વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં બીજી વખત રાષ્ટ્રપતિ બનવા માટે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બાઈડેને પણ ઉમેદવારી નોંધાવી છે અને હવે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને બાઈડેને પોતાનું નામ પાછું ખેંચીને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ઉમેદવારીને પોતાનું સમર્થન આપ્યું છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં ડેમોક્રેટીક પાર્ટી તરફથી જો બાઇડેને ફરી એક વખત મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ વધતી ઉંમર, બગડતી તબિયત અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પ્રતિવાદમાં મળેલી પછડાટ બાદ બાઇડેન પર આ રેસમાંથી પીછેહઠ કરવા માટે સતત દબાણ કરવામાં આવી રહ્યું હતું. આજે એટલે કે રવિવારે જો બાઈડેને આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને ઉપ રાષ્ટ્રપતિ કમલા હેરિસની ઉમેદવારીને સમર્થન આપ્યું છે.
— Joe Biden (@JoeBiden) July 21, 2024
ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચતા બાઈડેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પત્ર પોસ્ટ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે હું માનું છું કે મારા પક્ષ અને દેશના શ્રેષ્ઠ હિતમાં છે કે હું પદ છોડી દઉં અને રાષ્ટ્રપતિ તરીકેના મારા શેષ કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ તરીકેની મારી ફરજો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરું.

ગઈકાલ સુધી બાઈડેને પોતે રાષ્ટ્રપતિપદની રેસમાં કાયમ હોવાની વાત કહી હતી. ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિપદની રેસમાંથી બહાર થવામાં દબાણ છતાં પણ તેમણે તેઓ ચૂંટણી લડશે એવો આગ્રહ પકડી રાખ્યો હતો. શનિવારે પણ તેમણે કહ્યું હતું કે તેઓ આ ચૂંટણી લડશે અને આ આ અઠવાડિયાથી પોતાનું પ્રચાર અભિયાન શરૂ કરશે.
જોકે, હવે આજે તેમણે આ રેસમાંથી બહાર થવાનો નિર્ણય લીધો છે અને તેમણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીના ચાર મહિના પહેલાં જ આ રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચીને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની ઉમેદવારીને સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે 5મી નવેમ્બરના અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી યોજાશે. તેમણે કમલા હેરિસને આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તે એક અસાધારણ સાથી રહી છે મારા માટે.
My fellow Democrats, I have decided not to accept the nomination and to focus all my energies on my duties as President for the remainder of my term. My very first decision as the party nominee in 2020 was to pick Kamala Harris as my Vice President. And it’s been the best… pic.twitter.com/x8DnvuImJV
— Joe Biden (@JoeBiden) July 21, 2024
અહીંયા તમારી જાણ માટે કે હાલમાં જ જો બાઈડેન કોરોનાથી સંક્રમિત થયા હતા અને તેઓ કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક મહિનાથી લોકશાહી ઢબે ચૂંટણી કરાવનાર દુનિયાના જગત જમાદાર દેશ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીને લઈ આંતરરાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે. અગાઉ પ્રમુખપદના દાવેદાર ઉમેવાદર અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલા પછી આજે વર્તમાન પ્રમુખ અને આગામી ટર્મ માટે ઉમેદવારી નોંધાવનાર જો બાઈડેને અચાનક ઉમેદવારી પત્ર પાછું લેવાની જાહેરાત ડેમોક્રેટિક પાર્ટી અને તેમના સમર્થકોને ઝટકો લાગ્યો છે.
81 વર્ષના અમેરિકન રાષ્ટ્રપતિ બાઈડેને પોતાની માનસિક સ્થિતિનો ઉલ્લેખ કરીને રિપબ્લિકના પાર્ટી વતીથી નિરંતર બાઈડેન પર સવાલો કરવામાં આવી રહ્યા હતા ત્યારે રવિવારે મોડી રાતના બાઈડેને પોતાના અભિયાનને સમેટી લીધું હોવાની જાહેરાત કરી હતી.
જોકે, જો બાઈડેનના બદલે રેસમાં અન્ય નામમાં સૌથી પહેલું નામ કમલા હેરિસ (યુએસ વાઈસ પ્રેસિડન્ટ), ગેવિન ન્યુસોમ (કેલિફોર્નિયા ગવર્નર), ગ્રેચેન વિટમર (મિશિગનના ગવર્નર), જોશ શેપિરો (પેન્સિલવેનિયા ગવર્નર), જેબી પ્રિટઝકર (ઈલિયોનિસ ગવર્નર), એન્ડી બેશેર (કેન્ટુકી ગવર્નર), એમી ક્લોબચર સેનેટેર, પેટ બુટિગેગ ટ્રાન્સપોર્ટ સેક્રેટરીનો સમાવેશ થાય છે.
