Microsoftના CEO Satya Nadellaએ માઈક્રોસોફ્ટ આઉટેજને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, આ કારણે આવી સમસ્યા?
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી મોટી ટેક કંપની માઈક્રોસોફ્ટ માટે શુક્રવાર ખરા અર્થમાં બ્લેક ફ્રાઈડે સાબિત થયો હતો. 18મી જુલાઈની રાતે માઈક્રોસોફ્ટ સાથે સંકળાયેલી સાઈબર સિક્યોરિટી ફર્મ ક્રાઉડ સ્ટ્રાઈકે પોતાની સિસ્ટમ અપડેટ કરી હતી અને ત્યાર બાદ જ માઈક્રોસોફ્ટ સંબંધિત તમામ સુવિધાઓમાં સમસ્યા સર્જાવાની શરૂઆત થઈ.
આ બાબતે હવે માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા ( Microsoft CEO Satya Nadella)નું સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. આ નિવેદન તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યું છે અને આ નિવેદનમાં તેમણે માઈક્રોસોફ્ટની સુવિધાઓમાં આવેલી સમસ્યાઓના કારણ જણાવતો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું છે આ ખુલાસો-
તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે માઈક્રોસોફ્ટના સાઈબર સિક્યોરિટી સર્વર ક્રાઉડ સ્ટ્રાઈકના સર્વરમાં આવેલી સમસ્યાને કારણે દુનિયાભરના દેશોમાં એવિએશન, બેન્કિંગ, હોસ્પિટાલિટી સહિતની અન્ય અનેક સેવાઓ પર અસર જોવા મળી છે.
Yesterday, CrowdStrike released an update that began impacting IT systems globally. We are aware of this issue and are working closely with CrowdStrike and across the industry to provide customers technical guidance and support to safely bring their systems back online.
— Satya Nadella (@satyanadella) July 19, 2024
;
ક્રાઉડ સ્ટ્રાઈકના સર્વરમાં આ સમસ્યા અંગે માહિતી આપતા સત્ય નડેલાએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે ગઈકાલે ક્રાઉડસ્ટ્રાઈક દ્વારા એક અપડેટ બહાર પાડવામાં આવ્યું હતું અને એને કારણે વૈશ્વિક સ્તરે IT સિસ્ટમ પર અસર જોવા મળી હતી. અમે આ સમસ્યાથી સંપૂર્ણપણે વાકેફ છીએ અને ક્રાઉડસ્ટ્રાઈકને ટેક્નિકલ સપોર્ટ આપી રહ્યા છીએ જેથી યુઝર્સને તેમની સિસ્ટમ સુરક્ષિત રીતે પાછા ઑનલાઇન મેળવવામાં મદદ મળી શકે.
ભારતની વાત કરીએ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત તમામ શહેરોમાં હવાઈસેવા પર અસર જોવા મળી રહી છે. દિલ્હી, ચેન્નઈ, હૈદરાબાદ અને ભોપાલ શહેરમાં મેન્યુઅલી ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. ચેન્નઈમાં 20થી વધુ ફ્લાઈટ મોડી પડી હતી અને ભોપાલમાં તો આખું એરપોર્ટ એક કલાક સુધી ઠપ્પ થઈ ગયું હતું. આ સિવાય બેન્કિંગ સેક્ટરમાં પણ આ સમસ્યાની અસર જોવા મળી હતી.
