February 11, 2026
ટોપ ન્યુઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર સરકારે ‘લાડલી બહેના’ પછી ‘લાડલા ભાઈ’ યોજના કરી લોન્ચ, જાણો કોને મળશે લાભ?

Spread the love

મહારાષ્ટ્ર સરકારે લાડલી બહેન યોજનાના માફક યુવાનોને મદદ કરવા માટે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરી. આ યોજના અન્વયે રાજ્ય સરકારે યુવાનોને દર મહિને દસ હજાર રુપિયાની મદદ કરશે, જેનાથી યુવાનોમાં રાહતની લાગણી વ્યાપી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જાહેરાત કર્યા પછી મહાવિકાસ આઘાડી (એમવીએ)ના તમામ પક્ષોએ સરકારની ટીકા કરી છે. ચૂંટણી સંબંધિત યોજનાઓ જાહેર કરીને જનતાને લલચાવવાનો પ્રયાસ કરી રહી હોવાનો આરોપ મૂક્યો હતો.
લાડલી બહેના યોજનાના માફક શિંદેએ લાડલા ભાઈ યોજના (મુખ્યમંત્રી યુવા કાર્ય પરીક્ષણ યોજના)ની જાહેરાત કરી હતી. આ યોજના અન્વયે સરકાર મહારાષ્ટ્રમાં 12 પાસ વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર રુપિયાની સહાય કરશે. ડિપ્લોમા કરનારા યુવાનોને દર મહિને આઠ હજાર રુપિયા મળશે, જ્યારે ગ્રેજ્યુએટ યુવાનોને દસ રુપિયા આપશે. આ યુવાનો એક વર્ષ સુધી એપ્રેન્ટિસશિપ કરશે. આ એપ્રેન્ટિસશિપ એક વર્ષની રહેશે, જ્યારે એ સમયગાળા દરમિયાન સરકાર યુવાનોને મદદ કરશે. એપ્રેન્ટિસશિપના અનુભવના આધારે યુવાનને નોકરી મળશે. એકનાથ શિંદેએ કહ્યુ હતું કે આ યોજનાથી સ્કિલ યુવાનો તૈયાર કરવામાં મદદ મળશે.
લાડલા ભાઉ યોજનાનો લાભ કોને મળશે
બારમી પાસ વિદ્યાર્થીને દર મહિને 6,000 રુપિયા મળશે. ડિપોલ્મા કરનારા યુવાનોને આઠ હજાર અને ગ્રેજ્યુએટ યુવાનોને દર મહિને 10,000 રુપિયા આપવામાં આવશે. મહત્ત્વના મુદ્દા જાણી લો કઈ રીતે મદદ મળી શકે છે. યુવકની ઉંમર 18થી 35 વર્ષ વચ્ચેની રહેશે. શિક્ષણમાં 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા, સ્નાતક-સ્નાતકોત્તર. મહારાષ્ટ્રનો રહેવાસી અને મહારાષ્ટ્રમાં કામ કરતો હોવો જોઈએ. યુવાન વેબ પોર્ટલ પર રજિસ્ટર્ડ હોવો જોઈએ, ઈપીએફ, ઈસીઆઈસી, જીએસટી, ડીપીઆઈટી અને ઉદ્યોગ આધારની સાથે રજિસ્ટર્ડ હોવો જોઈએ અને પ્રમાણપત્ર હોવું જોઈએ.
મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની મહાયુતિના નેતાઓએ પ્રશંસા કરી હતી, જ્યારે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ચૂંટણી પહેલા સરકારને બધુ યાદ આવે છે. એકનાથ શિંદે સરકારી તિજોરીમાંથી વોટ ખરીદવાની કોશિશ કરી રહ્યા છે.
એકનાથ શિંદેએ આ યોજનાની જાહેરાત કરતા કહ્યું હતું કે અમારી સરકારે પહેલી વખત યુવાનો માટે આ પ્રકારની યોજના જાહેર કરી છે, જેનાથી રાજ્યના યુવાનો જે તે ફેક્ટરી-કંપનીમાં કામ કરવાના પૈસા આપી રહ્યા છે, જ્યાં તેઓ કામકાજ કરશે. બેરોજગારી દૂર કરવા માટે આ યોજના મદદરુપ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!