ભારતની નોન-સ્ટોપ એક્સપ્રેસ ટ્રેન કઈ, જાણો મુંબઈ કનેક્શન?
બુલેટ ટ્રેનના જમાનાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હજુ પણ ભારતીય રેલવેનું નામ એશિયાના બીજા નંબરના સૌૌથી લાંબા રેલ નેટવર્કમાં સમાવેશ થાય છે, જ્યારે દુનિયાનું સૌથી લાંબુ ચોથા ક્રમનું નેટવર્ક ધરાવે છે. ભારતીય રેલવેમાં રોજના 13,000થી વધુ ટ્રેન રેલવે ટ્રેક પર દોડે છે, જ્યારે હજારો સ્ટેશન પરથી કરોડો લોકો ટ્રાવેલ કરે છે. પણ તમને એ વાતની ખબર નહીં હોય કે ભારતમાં સૌથી લાંબા અંતરની અને નોનસ્ટોપ દોડતી કઈ ટ્રેન છે. એટલે ભારતીય રેલવેની સૌથી લાંબી નોન સ્ટોપ ટ્રેન કઈ છે. જો હજુ પણ તમને ખબર ના હોય તો ચાલો વિગતે જણાવીએ.
રેલવેમાં લાંબા અંતરની મેલ એક્સપ્રેસ સુપરફાસ્ટ ટ્રેનોના સ્ટોપેજ મર્યાદિત હોય છે, જેથી પ્રવાસીઓ ઝડપથી પોતાના ગંતવ્ય સ્ટેશને પહોંચી શકે છે. એવી જ એક ટ્રેન છે મુંબઈ સેન્ટ્રલ (બીસીટી)થી હાપા દુરંતો એક્સપ્રેસ ટ્રેન. આ ટ્રેન સૌથી લાંબી અને નોન-સ્ટોપ એક્સપ્રેસ ટ્રેન છે.
આ ટ્રેન વિના સ્ટોપ 493 કિલોમીટર દોડે છે, જેમાં મુંબઈથી અમદાવાદ 5.50 કલાકમાં પહોંચે છે, જ્યારે ટ્રેનના રુટની વાત કરીએ તો મુંબઈથી હાપા વચ્ચે ત્રણ સ્ટોપેજ છે. મુંબઈથી રાતના અગિયાર વાગ્યે ઉપડે છે, જ્યારે 493 કિલોમીટરનું અંતર કાપીને સવારના 4.50 વાગ્યે અમદાવાદમાં હોલ્ટ હોય છે.
બીજી નોન-સ્ટોપ ટ્રેનના લિસ્ટમાં પુણે-હાવડા દૂરંતો એક્સપ્રેસનો પણ સમાવેશ થાય છે, જે વિના સ્ટોપ લગભગ 468 કિલોમીટરનું અંતર કાપે છે. આ ઉપરાંત, મુંબઈ-નવી દિલ્હી-મુંબઈ રાજધાની એક્સપ્રેસ પણ નોન સ્ટોપ 465 કિલોમીટરનું અંતર કાપે છે. મુંબઈ દિલ્હી મુંબઈ રાજધાની મુંબઈથી ઉપડ્યા પછી સીધી કોટામાં સ્ટોપ છે, જેમાં મુંબઈથી કોટા વચ્ચેનું અંતર 465 કિલોમીટર જેટલું છે. મુંબઈથી કોટા વચ્ચેનું 465 કિલોમીટરનું ડિસ્ટન્સ ટ્રેન 5.10 કલાકમાં કાપે છે. મુંબઈ સેન્ટ્રલથી રાજધાની એક્સપ્રેસના હોલ્ટ સ્ટેશનમાં સુરત, વડોદરા, રતલામ, નાગદા અને કોટાથી દિલ્હી પહોંચે છે. મુંબઈથી દિલ્હી વચ્ચેનું ડિસ્ટન્સ 1,384 કિલોમીટરનું છે, જ્યારે ટ્રેન કૂલ 16.30 કલાકમાં મુંબઈથી દિલ્હી પહોંચી છે. અન્ય ટ્રેનમાં નિઝામુદ્દીન-ત્રિવેન્દ્રમ (કેરળ) રાજધાની એક્સપ્રેસ છે. 528 કિલોમીટરનું અંતર સાડા છ કલાકમાં પૂરું કરે છે. નિઝામુદ્દીન ત્રિવેન્દ્રમ એક્સપ્રેસ ગુજરાતના વડોદરાથી રાજસ્થાનના કોટા વચ્ચેનું અંતર નોન સ્ટોપ કવર કરે છે. 528 કિલોમીટરનું અંતર 6 કલાક 45 મિનિટ લાગતી હતી. એના પછી મધ્ય પ્રદેશનું એક સ્ટોપેજ વધારવામાં આવ્યું હતું. રતલામનું સ્ટોપેજ આપવાને કારણે નોન-સ્ટોપ જર્ની ઘટીને 258 કિલોમીટર થઈ છે.
છેલ્લે મહત્ત્વની વાત કહીએ તો દેશમાં સૌથી વધુ સ્ટોપવાળી ટ્રેન અમૃતસર-હાવડા એક્સપ્રેસ છે, જેના 115 સ્ટેશનના સ્ટોપ છે. 1,924 કિલોમીટરનું અંતર કાપવા માટે 44 કલાકનો સમય લાગે છે. એટલે બે દિવસમાં ચાર કલાક ઓછા, જ્યારે તેની સરેરાશ સ્પીડ કલાકના 43 કિલોમીટરની છે.
