એર ઈન્ડિયામાં ભરતી માટે ઉમેદવારો ઉમેટી પડ્યા, ભીડને કાબૂમાં લેવા નાકે દમ આવ્યો
મુંબઈઃ એર ઈન્ડિયામાં ભરતી માટે આજે સવારે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા પછી પ્રશાસન માટે ભીડને કાબૂમાં રાખવા દમ આવી ગયો હતો. 600 પદની ભરતી માટે 25000થી વધુ ઉમેદવારો ઉમટી પડ્યા હતા, જ્યાં ભીડ એટલી બધી હતી કે લોકોને કાબૂમાં રાખવા મુશ્કેલી ઊભી થઈ હતી. આ ભીડનો વીડિયો વાઈરલ થયા પછી બેકારી મુદ્દે વિપક્ષે દેકારો કરી મક્યો હતો.
મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાએ એરપોર્ટ લોડરની ભરતી માટે નાસભાગ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. 600 પદ માટે 25,000થી વધુ લોકો પહોંચ્યા હતા, જેથી એર ઈન્ડિયાને ભીડને કાબૂમાં લેવા માટે નાકે દમ આવ્યો હતો. ભીડનો વીડિયો પણ વાઈરલ થયા પછી સોશિયલ મીડિયા યૂઝરે પણ પ્રશાસનની ઝાટકણી કાઢી હતી.
એરપોર્ટ પર લોડરને સામાન ચઢાવવા અને ઉતારવા અને બેગેજ બેલ્ટ અને રેપ ટ્રેક્ટર ચલાવવાનું કામ સોંપવામાં આવે છે. આ ઉપરાંત, દરેક વિમાનના સામાન, કાર્ગો અને ફૂડ સપ્લાયનું કામકાજ કરવાનું હોય છે, જ્યારે એક ફ્લાઈટ માટે ઓછામાં ઓા પાંચ લોડરની જરુરિયાત રહે છે. એરપોર્ટ પર લોડર તરીકે કામ કરનારા યુવકોને 20,000થી 25,000 રુપિયાનો પગાર મળે છે, જ્યારે ઓવરટાઈમ સાથે 30,000 પગાર પહોંચે છે.
After the Gujarat hotel job where thousands kept coming ,
It was Maharashtra's turn
Mumbai's Kalina, look at the number of job seekers as Air India Airport Services Ltd announced walk-in interviews.
pic.twitter.com/mbSLQ50TJS— Jude David (@judedavid21) July 17, 2024
કાલિના ખાતે એકત્ર થયેલી ભીડને જોઈને સોશિય મીડિયા પર પણ લોકોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. વધતી બેકારી મુદ્દે ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે ઉમેદવારોની યોગ્ય રીતે ભરતી થઈ શકે એના માટે યોગ્ય સુરક્ષા અને મેનેજમેન્ટ પણ બરાબર હોવું જોઈએ.
વાઈરલ વીડિયો અને તસવીરોમાં ઉમેદવારોને ફોર્મ લેવા માટે રીતસરની ધક્કામુક્કી કરવી પડી હતી. આવો જ એક વીડિયો અગાઉ ગુજરાતમાં વાઈરલ થયો હતો, જ્યાં એક કંપનીમાં નોકરીમાં ઈન્ટરવ્યૂ માટે હજારો લોકો પહોંચતા કંપનીના કેમ્પસની રેલિંગ તોડી નાખવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 40 જણની ભરતી માટે ઈન્ટરવ્યૂમાં 800 લોકો પહોંચ્યા હતા. સેંકડો લોકોએ ધક્કામુક્કી કરતા વિરોધપક્ષે પણ બેકારી મુદ્દે સરકારની ઝાટકણી કાઢી હતી. સદનસીબે આ ધક્કામુક્કીમાં કોઈને જાનહાનિ થઈ નહોતી.
