ચીનની નાપાક હરકતઃ પીઓકે નજીક બનાવી રહ્યું મિલિટરી બેઝ કેમ્પ
પૂર્વ લદ્દાખમાં પગપેસારો કરવામાં નિષ્ફળતા મળ્યા પછી ચીન અન્ય માર્ગે પોતાની મિલિટરી તાકાત વધારવાનું નિરંતર હરકતો કરી રહ્યું છે. હવે પીઓકે (પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર) પર નજર દોડાવી રહ્યું છે. વાઈરલ થયેલી સેટેલાઈટ તસવીરો મારફત તાજેતરમાં નવો ખુલાસો થયો છે ચીન હવે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં મિલિટરી બેઝ કેમ્પ બનાવી રહ્યું છે. 13000 ફૂટ ઊંચાઈ પરના કઝાકિસ્તાનમાં મિલિટરી બેઝ કેમ્પ બાંધી રહ્યું છે. આ જગ્યા પાકિસ્તાનના કબજા હેઠળના પીઓકેથી નજીક છે.
અહીંના વિસ્તારમાં મિલિટરી બેઝ કેમ્પ બાંધવાની સાથે આર્ટિલરી-હથિયારો પણ જમા કરવા માગે છે. આ મુદ્દે ચીન દ્વારા આ પ્રકારના સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે. આ અગાઉ ચીનની માનસિકતા વિસ્તારવાદી રહી છે. ચીન હંમેશા પોતાના પડોશી દેશોની જમીન પચાવી પાડવાની ફિરાકમાં રહે છે અને હવે આ વખતે નવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીન પીઓકે નજીક પોતાની લશ્કરી છાવણીનું નિર્માણ કરી રહ્યું છે અને એના અંગેનું કામકાજ લગભગ દાયકાથી ચાલી રહ્યું છે.
એક અહેવાલ મુજબ તેના અંગે સેટેલાઈટ તસવીરોને ટાંકતા જણાવાયું છે કે લગભગ એક દાયકાથી કઝાકિસ્તાનમાં ચીન મિલિટરી કેમ્પ બનાવી રહ્યું છે અને જગ્યા 13,000 ફૂટની ઊંચાઈ પર આવેલી છે. સોવિયત સંઘ રશિયાથી અલગ થઈને આ જ કઝાકિસ્તાન અલગ થયો હતો.
કઝાકિસ્તાનમાં મિલિટરી બેઝ કેમ્પ બનાવવા અંગેના સમાચારોને ચીની મીડિયાએ ફઘાવી દીધા છે, જ્યારે ચીનના રાજદૂતે કહ્યું છે કે મીડિયા જે સમાચારો ચાલી રહ્યા છે તે તદ્દન ખોટા છે અને આ બાબત પણ ચીનના એજન્ડામાં નથી.
અન્ય એક અહેવાલમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશોએ વોચ ટાવર પણ મૂક્યા છે, જ્યારે જે જગ્યાએ મિલિટરી કેમ્પ બનાવ્યો છે, જે જગ્યા પણ મહત્ત્વપૂર્ણ છે. આ જગ્યા પણ અફઘાનિસ્તાનની સરહદ નજીક છે. પહાડ પર લગભગ 4,000 મીટરની ઊંચાઈ પર બનાવ્યો છે. બંને દેશ દ્વારા સંયુક્ત રીતે 2021માં બનાવ્યો છે અને એનું નામ કાઉન્ટર ટેરર બેઝ કેમ્પ આપ્યું છે. કહેવાય છે કે ચીનના આ મિલિટરી બેઝ કેમ્પને કારણે મધ્ય એશિયામાં પોતાની મજબૂત પકડ જમાવવાની છે.
