February 10, 2026
મુંબઈ

આજે અને આવતીકાલે આ રસ્તા પર પ્રવાસ કરવાનું ટાળજો નહીંતર…

Spread the love

મુંબઈ: મધ્ય રેલવે (Central Railway) દ્વારા સાયન ઈસ્ટ- વેસ્ટને જોડનારો પુલ જોખમી જાહેર કરવામાં આવ્યો હોઈ સાયન ફ્લાયઓવર (No Entry For Heavy Vehicle On Sion Flyover) પર ભારે વાહનો સહિત 2.80 મીટર કરતાં ઊંચા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. દરમિયાન હવે આજે અને આવતીકાલે મોહરમના તહેવારને ધ્યાનમાં લઈને ટ્રાફિક પોલીસ દ્વારા કેટલીક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે એટલે કે 17મી જુલાઈના મોહરમ નિમિત્તે બાંદ્રા, કુર્લા, ધારાવી સહિતના વિસ્તારોમાંથી જુલુસ નીકળવાનું હોઈ આ રસ્તા પર લોકોની થનારી ભીડને ધ્યાનમાં લઈને નાગરિકોને આ બ્રિજ પરથી તેમ જ આ વિસ્તારમાં આવેલા રોડ પરથી પ્રવાસ કરવાનું ટાળવાની અપીલ પણ મુંબઈ મહાનગર પાલિકા (BMC) દ્વારા કરવામાં આવી છે.
મોહરમ નિમિત્તે દર વર્ષે માહિમ રેતી બંદર ખાતે તાજીયા વિસર્જિત કરવા માટે જુલુસ કાઢવામાં આવશે. આ જુલુસમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ આવી જ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો આ જુલુસમાં ભાગ લે એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
આ કારણે નાગરિકોએ આજે એટલે કે 17મી જુલાઈ બપોરે 4 વાગ્યાથી બીજા દિવસે એટલે 18મી જુલાઈના વહેલી સવારે 4 વાગ્યા સુધી જી ઉત્તરમાં આવેલા ટી જંક્શનથી કલાનગર, 60 ફૂટ રોડ, 90 ફૂટ રોડ, એસ એલ રાહેજા માર્ગ, માહિમ કોઝ વે પરથી પ્રવાસ કરવાનું ટાળવું જોઈએ.
દરમિયાન નાગરિકોને મહાનગરપાલિકા, મુંબઈ પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવાની અપીલ પણ પાલિકા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત, ટ્રાફિક પોલીસની સાથે મુંબઈ પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી કોઈ અણબનાવ બને નહીં. અમુક ભીડવાળા વિસ્તારોમાં બિનજરુરી ભીડમાં ભાગ નહીં લેવાનો નાગરિકોને પોલીસ પ્રશાસન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!