હવાઈ સફર પર પણ જોવા મળી મુશળધાર વરસાદની અસર, એરલાઈન્સે આપી ફૂલ રિફંડની ઓફર..
મુંબઈ: મુંબઈ અને આસપાસના વિસ્તારમાં રવિવારથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે ટ્રેનવ્યવહાર તેમ જ વાહનવ્યવહાર બાદ હવે હવાઈ સફર પર પણ અસર જોવા મળી રહી છે. દરમિયાન એરલાઈન્સ ઈન્ડિગોની અનેક ફ્લાઈટ મોડી પડી હતી કે રદ કરવામાં આવી હતી. એરલાઈન્સ દ્વારા પેસેન્જરને ફૂલ રિફંડ અને બીજી ફલાઈટમાં ટિકિટ બુક કરવાની ઓફર આપવામાં આવી છે.
આ બાબતે માહિતી આપતા એરલાઈન્સ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં ઈન્ડિગોએ લખ્યું છે કે મુંબઈ આવનાર અને મુંબઈથી ટેક ઓફ કરનારી ઈન્ડિગોની અનેક ફ્લાઈટ વરસાદને કારણે મોડી પડી છે. કોઈ બીજી ફલાઈટમાં ટિકિટ બુક કરવા કે પૂરેપૂરું રિફંડ મેળવવા માટે પ્રવાસીઓ અહીં આપેલી લિંક પર કરી શકે છે.
#6ETravelAdvisory: Flights to/from #Mumbai are impacted due to heavy rains. To opt for an alternate flight or claim a full refund, https://t.co/6643rYe4I7 or feel free to reach out to our on-ground team for any immediate assistance. For flight status, https://t.co/qyXdpB4rZm
— IndiGo (@IndiGo6E) July 8, 2024
;
કંપની દ્વારા આ પોસ્ટ સાથે લિંક પણ શેર કરી છે. આ ઉપરાંત કંપની દ્વારા ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરવા માટે પણ એક અલગથી લિંક શેર કરવામાં આવી છે. કંપની દ્વારા વધુમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પ્રવાસીઓ તાત્કાલિક મદદ મેળવવા માટે ઓન ગ્રાઉન્ડ ટીમનો સંપર્ક કરી શકે છે.
મુંબઈ સહિત દેશના અનેક ભાગમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે.
હવામાન ખાતા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મુંબઈમાં 300 મિમી કરતાં વધારે વરસાદ પડી ચૂક્યો છે જેને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની માહિતી પણ સામે આવી રહી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ કોઈ પણ મુસીબતને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય પર રહેવાનો આદેશ આપ્યો છે.