February 20, 2026
બિઝનેસમનોરંજનમુંબઈ

Wedding Ceremony: નીતા અંબાણીએ આ રીતે વધાવ્યા રોહિત-પંડ્યાને અને રડી પણ પડ્યા…

Spread the love

ટફ ટાઈમ્સ ડોન્ટ લાસ્ટ ફોરએવર, ટફ પીપલ ડુ…
મુંબઈઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા જીતીને ચેમ્પિયન બન્યા પછી ભારતીય ટીમ સ્વદેશ પણ પાછી ફરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ટીમ સાથે મુલાકાત કરી એના પછી મુંબઈમાં વિજય પરેડ અને બીજા દિવસે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરીને 11 કરોડના ઈનામની પણ જાહેરાત કરી. એના પછી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીના વેડિંગ સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને બોલાવીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
સ્ટેજ પર બોલાવ્યા પહેલા નીતા અંબાણીએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સ પણ તેમનો પરિવાર હોવાથી તેઓ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે અમે સૌ એક પરિવાર છીએ, પરંતુ અમારો બીજો એક પરિવાર છે, જેમણે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે જેને કારણે ઉજવણી ચાલુ છે.


અનંત અંબાણીના લગ્નની મ્યુઝિક સેરેમનીમાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડીઓની સાથે અન્ય ક્રિકેટરોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા અનંત અંબાણીની મ્યુઝિક સેરેમનીમાં પહોંચ્યા હતા, જ્યાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમને નીતા અંબાણીએ ત્રણેય ક્રિકેટર્સને સ્ટેજ પર બોલાવીને આગવા અંદાજમાં પ્રોત્સાહિત કર્યા હતા.
નીતા અંબાણીએ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવા બદલ અભિનંદન આપ્યા હતા.
સૌથી પહેલા ટીમના કેપ્ટન રોહિત શર્માને બોલાવ્યા હતા, ત્યાર બાદ સૂર્યાકુમાર યાદવ અને છેલ્લે હાર્દિક પંડયાને સ્ટેજ પર બોલાવ્યા હતા. હાર્દિક પંડ્યાને ભેટીને નીતા અંબાણીની આંખોમાંથી આંસુ આવી ગયા હતા અને એનો વીડિયો વાઈરલ થયો હતો. બેકગ્રાઉન્ડમાં દેશભક્તિનું ગીત વાગતું રહ્યું હતું.


સૌથી મજાની વાત એ હતી કે હાર્દિક પંડ્યાને સ્ટેજ પર બોલાવ્યા પછી નીતા અંબાણીએ કહ્યું હતું કે પંડ્યાને છેલ્લા છ મહિનાથી ઘણી બધી ટીકાનો સામનો કરવાની નોબત આવી હતી. હાર્દિકને ઘણા લોકો સારા કહેતા તો અનેક લોકો ખરાબ કહેતા હતા. પણ ટફ ટાઈમમાં હાર્દિકે પુરવાર કર્યું. તેમણે કહ્યું કે (Tough times don’t last forever, tough people do) હાર્દિક પંડ્યા માટે આટલા શબ્દોને કહીને હાર્દિકને વધાવી લીધો હતો તેમ જ રીતસર રડી પડ્યા હતા અને વીડિયો પણ વાઈરલ થયો હતો.
અહીં એ જણાવવાનું કે હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં સાત રનથી વિજય મેળવ્યો હતો, જેમાં છેલ્લી ઓવર હાર્દિક પંડ્યાએ છ બોલમાં 16 રનના બદલે આઠ રનમાં એક વિકેટ ઝડપીને ભારતને ચેમ્પિયન બનાવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!