February 20, 2026
ટોપ ન્યુઝરમત ગમત

ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત ‘ચેમ્પિયન’: ‘વિરાટ’ વિજય પછી કોહલીની નિવૃત્તિ

Spread the love

આફ્રિકા સામે જીત્યા પછી ટીમ ઈન્ડિયાના ધુરંધરોની આંખોમાં અશ્રુ, દેશમાં દિવાળી

virat kohli retirement

બાર્બાડોસઃ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ભારત અને દક્ષિણ આફ્રિકાની ફાઈનલ મેચ આજે રમાઈ અને દક્ષિણ આફ્રિકાને સાત રને હરાવીને વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. આફ્રિકા ફરી એક વખત ‘ચોકર્સ’નું કલંક હટાવી શક્યું નહીં, જ્યારે 12 વર્ષ પછી ફરી એક વાર ભારતીય ટીમ ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનીને બીજી વખત વર્લ્ડ કપ જીતવાનો રેકોર્ડ બનાવ્યો. ભારતે વર્લ્ડ કપ જીતવાને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા, જ્યારે સોશિયલ મીડિયા સાથે દેશના મહાનગરોમાં ક્રિકેટપ્રેમીઓ રાતભર ઉજાણી કરી હતી.

celebration

ભારતી ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો. દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં પહેલી 20 ઓવરમાં ભારતીય ટીમે સાત વિકેટે 176 રન બનાવ્યા હતા, જેમાં આફ્રિકાએ આઠ વિકેટે 169 રન બનાવી શકતા સાત રનથી હાર્યું. ટીમ ઈન્ડિયા વતી મેન ઓફ મેચ બનનારા વિરાટ કોહલીએ ટવેન્ટી-ટવેન્ટી મેચમાંથી નિવૃત્તિ જાહેર કરીને ચાહકોને ચોંકાવ્યા હતા. અગાઉની મેચમાં નિષ્ફળ રહેનારા વિરાટ કોહલીએ 76 રન અને અક્ષર પટેલે 47 રનની મહત્ત્વના રન નોંધાવ્યા હતા, જેથી ભારત સન્માનજનક સ્કોર પર પહોંચી શક્યું હતું.
દક્ષિણ આફ્રિકાને 177 રનનો ટાર્ગેટ અચીવ કરવાનું મુશ્કેલ રહ્યું, જેમાં પહેલા બે વિકેટ ગુમાવ્યા પછી હેન્રીક ક્લાસેન અને ડેવિડ મિલરે સારી ભાગીદારી નોંધાવીને ટીમ ઈન્ડિયાને દબાણમાં લાવ્યા હતા. જસપ્રીત બુમરાહ પહેલા સ્પેલમાં એક અને બીજા સ્પેલમાં બીજી એક વિકેટ લઈને દબાણમાં લાવવામાં સફળ રહ્યો હતો. જોકે, મિડલ ઓવરમાં અક્ષર પટેલે એક વિકેટ લીધા પછી પણ એની ઓવરમાં સૌથી ભારે પડી હતી. ડીકોક અને સ્ટબ્સની પાર્ટનરશિપે એક તબક્કે ટીમ ઈન્ડિયા પર દબાણ લાવ્યા હતા, ત્યારબાદ હેન્રીક ક્લાસેને ધમાકેદાર બેટિંગ કરતા ભારત જીત તરફ આગળ વધ્યા પછી દબાણ લાવવામાં સફળ રહ્યો હતો.
પંદરમી ઓવરમાં કલાસેને અક્ષર પટેલની ઓવરમાં 24 રન ફટકારતા મેચની બાજી પલટી નાખી હતી. 17મી ઓવરના પહેલા બોલે હાર્દિક પંડ્યાએ ક્લાસેનને આઉટ કર્યો હતો. ત્યારબાદ માર્કો જેન્સનની બુમરાહે વિકેટ લીધી હતી. 19મી ઓવર અર્શદીપે ચાર રન જ આપીને છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ છેલ્લે વધુ બે વિકેટ લઈને ભારતને સાત રને વિજય અપાવવામાં સફળતા મળી હતી.


છેલ્લી ઓવરમાં હાર્દિક પંડ્યાએ ડેવિડ મિલરની વિકેટ લીધી હતી, જેમાં બાઉન્ડરી પર સૂર્યા કુમાર યાદવે કેચ ઝડપીને મેચને જીતાડી હતી. મિલરે બાઉન્ડરી બહાર મારેલા બોલને સૂર્યાએ હવામા ઝડપીને બહાર ફંગોળીને બાઉન્ડરીમાં ગયા પછી બહાર આવીને કેચ ઝડપ્યો હતો. આ કેચને લોકોએ સોશિયલ મીડિયા પર જોઈને ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો.
ભારતની જીત પછી ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની આંખોમાં અશ્રુ હતા. એની સાથે હાર્દિક પંડ્યા, વિરાટ કોહલી, મહોમ્મદ સિરાજ, અક્ષર પટેલ સહિત તમામ ખેલાડીઓને મળેલી જીતને કારણે આંખોમાંથી અશ્રુ રોકી શક્યા નહોતા. આજની જીત પછી એકાએક વિરાટ કોહલીએ ટવેન્ટી-20માં જીત મેળવ્યા પછી નિવૃત્તિ જાહેર કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં વિરાટ કોહલી 125 ેચમાં 4,188 રન કર્યા છે, જેમાં એક વખત સદી (122 રને નોટ આઉટ) સાથે પચાસ 38 વખત ફટકાર્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!