February 19, 2026
ઈન્ટરનેશનલનેશનલ

બોલો, આ દેશમાં લોકો રોજના ચાર કલાક જ કરે છે કામકાજ

Spread the love

ભારતીય લોકો રોજના સરેરાશ કેટલા કલાકો કરે છે કામકાજ?
દુનિયામાં બેકારીનું પ્રમાણ વધારે છે, જેમાં શિક્ષિત બેકારીની સમસ્યા વિકટ છે. છતાં કોઈ પણ દેશની સરકાર એને સ્વીકારવા તૈયાર નથી, જ્યારે વિપક્ષી પાર્ટીઓ પણ ધાર્યા કરતા વધારે મોટા દાવાઓ કરે છે, પણ બેકારીની સમસ્યા વકરી રહી છે એમાં શંકાને સ્થાન નથી. તાજેતરમાં એવું એક સર્વેક્ષણ જાણવા મળ્યું છે કે વિશ્વના અનેક એવા દેશો છે, જ્યાં કામકાજના કલાકોનો સમય ઓછો છે. જોકે, એની સામે એવા પણ કેટલાક રાષ્ટ્રો જોવા મળ્યા છે, જ્યાં અઠવાડિયાના કામકાજના કલાકોનો આંકડો ચોંકાવનારો છે.
પહેલી વાત ઓછા કલાકોની તો યુરોપિયન દેશોનો એમાં સમાવેશ થાય છે. યુરોપના દેશમાં કર્મચારીઓ માટે કામકાજ માટે સૌથી ઓછા કલાકોનો સમય ફાળવવામાં આવે છે. તો અમુક રાષ્ટ્રોમાં સંતુલિત કલાકોનું કામકાજ આપવામાં આવે છે. સૌથી પહેલા એવા દેશની વાત કરીએ કે જ્યાં અઠવાડિયાના સૌથી ઓછા કલાકો વર્કિંગ માટેના છે.
nedherland

ઓસ્ટ્રિયાથી આગળ સ્વીડન છે, જ્યાં એવરેજ વર્કિંગ હવર્સ 29.2 કલાક છે, જ્યારે એનાથી આગળ ફિનલેન્ડ દેશમાં 28.9 કલાકનો એવરેજ વર્કિંગ હવર્સ છે. નોર્વેમાં 27.1 કલાકનો છે. આ બધાથી સૌથી પહેલા ક્રમે નેધરલેન્ડ છે. નેધરલેન્ડ એક એવો દેશ છે, જ્યાં કર્મચારીઓને કામકાજ માટે સૌથી ઓછા કલાકો છે, જ્યાં કર્મચારીઓને અઠવાડિયામાં 26.7 કલાક કામકાજ કરે છે.
finland
આ યાદીમાં ઓસ્ટ્રિયા પાંચમા ક્રમે છે, જ્યાં અઠવાડિયામાં કર્મચારીઓને 29.4 કલાક કામ કરવાનું ફરજિયાત છે. એટલે સાત દિવસના ચાર કલાક અને જો શનિ-રવિને બાદ કરીએ તો પાંચ દિવસના વર્કિંગ માટે 5.9 કલાકનો સમય લાગે છે. એનાથી વિપરીત દુનિયાના એવા પણ રાષ્ટ્રો છે, જ્યાં કર્મચારીઓને સૌથી વધુ કલાકો કામકાજ કરાવવામાં આવે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના અહેવાલ અનુસાર યુનાઈટેડ આરબ અમિરાત (યુએઈ)માં સૌથી વધુ કલાકો કામકાજ કરાવવામાં આવે છે.
uae working hours more in world
યુઈએમાં અઠવાડિયામાં સરેરાશ બાવન કલાક એટલે સરેરાશ રોજના સાત કલાકથી વધુ કામ કરાવાય છે, ત્યારબાદ પાકિસ્તાનમાં 46.6 કલાક, ભારતમાં 46 કલાક, બાંગ્લાદેશમાં 45.8 કલાક, ચીનમાં 45 કલાક, અલ્જિરિયામાં 44 કલાક, તુર્કીમાં 43.7 કલાક અને નાઈજિરિયામાં 43.4 કલાક કામ કરાવાય છે. ભારતમાં સરેરાશ 46 કલાક કર્મચારીઓ કામકાજ કરે છે, પરંતુ નાની-મોટી ફેક્ટરીઓ કે ખાનગી કંપનીઓમાં વધુ કામકાજના કલાકો હોઈ શકે છે, પરંતુ એની ગણતરી કદાચ બાકાત રહી હોઈ શકે છે, એમ નિષ્ણાતે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!