IPL 2024: દિલ્હીની જીતમાં આગેકૂચ જારી, રાજસ્થાનને 20 રનથી હરાવ્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ 2024)ની 56મી મેચ દિલ્હી કેપિટલ્સે (DC) રાજસ્થાન રોયલ્સ (RR)ને 20 રનથી હરાવ્યું હતું. એની સાથે દિલ્હીની એક પછી એક જીતની આગેકૂચ જારી રાખી છે. 200થી વધુ રનના ટાર્ગેટને અચીવ કરવામાં સફળતા મેળવી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને બોલિંગનો નિર્ણય લીધો હતો.
દિલ્હી કેપિટલ્સે પહેલી બેટિંગમાં 20 ઓવરમાં આઠ વિકેટે 221 રન બનાવ્યા હતા, જેમાં જેક ફ્રેઝરે 20 બોલમાં પચાસ રન ફટકાર્યા હતા, જ્યારે અભિષેક પોરેલે 36 બોલમાં 65 અને ટ્રિસ્ટન સ્ટબ્સે 20 બોલમાં 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સની ટીમવતીથી રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ ઝડપી હતી.
222ના ટાર્ગેટના જવાબમાં રાજસ્થાનની ટીમે આઠ વિકેટે 201 રન બનાવી શકી હતી. સંજુ સેમસને 86 રન બનાવ્યા હતા, જ્યારે સંજુ સેમસનની વિકેટ પર વિવાદ થયો હતો. રિયાન પરાગ 27 અને શુભમ દુબેએ 25 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટ બે અને આવેશ ખાન સાત રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. અક્ષર પટેલ અને રસિખ સલામ ડારે એક-એક વિકેટ ઝડપી હતી.
સંજુ સેમસનની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. શુભમ દુબે અને ડોનોવન ફરેરા પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. પણ કોઈ વિશેષ પ્રદર્શન કરી શક્યા નહોતા. યશસ્વી જયસ્વાલ ચાર અને જોસ બટલર 19 રન બનાવીને સસ્તામાં આઉટ થયા હતા. રાજસ્થાન વતીથી સંજુ સેમસને વધુ રન બનાવ્યા હતા. સામે પક્ષે દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે પણ દિલ્હીની ટીમમાં બે બદલવા કર્યો હતો. ઈશાત શર્મા અને ગુલબદ્દીન નાયબની વાપસી કરી હતી.
રાજસ્થાન રોયલ્સ 10 મેચમાં આઠ જીત સાથે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં બીજા ક્રમે છે, જ્યારે દિલ્હીની જીત સાથે પ્લે ઓફની રેસ જોરદાર બની શખે છે. રાજસ્થાન રોયલ્સની ટીમ 11 મેચમાં 16 પોઈન્ટ સાથે બીજા નંબરે છે, જ્યારે દિલ્હી કેપિટલ્સ 12 મેચમાં 12 પોઈન્ટ છે
