February 16, 2026
મનોરંજન

મેટ ગાલામાં બોલીવુડની અભિનેત્રીઓનો જોઈ લો હોટ લૂક

Spread the love

મેટ ગાલા 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. દુનિયાભરના આમંત્રિત સિતારા અને જાણીતી હસ્તીઓ ભાગ લેવા માટે ન્યૂ યોર્ક પહોંચી ચૂક્યા છે. મેટ ગાલાનો ખાસ કરીને ફેશન જગતના મંધાતાઓને ઇંતજારી રહે છે. આંતરરાષ્ટ્રીય કલાકારોની સાથે ભારતીય કલાકારો પણ એમાં અચૂક ભાગ લેતા હોય છે. આ વખતે બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ, પ્રિયંકા ચોપરા, ઈશા અંબાણી, મોના પટેલ સહિત અન્ય જાણીતી સેલિબ્રિટીઝ ભાગ લીધો છે.
કપૂર ખાનદાનની વહૂ અને બોલીવુડની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના હુસ્નનો જાદુ પાથર્યો હતો. આ અગાઉ પણ આલિયા ભટ્ટ 2023માં ભાગ લઈ ચૂકી હતી. 2023માં કાર્લ લેગરફેલ્ડના બ્રાઈડલ લૂકથી પ્રેરિત કસ્ટમ ગુરુંગ ગાઉન પહેર્યું હતું. આલિયાના લૂકની લોકોએ પ્રશંસા કરી હતી.
આ વખતે આલિયા ભટ્ટ સિવાય બોલીવુડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરાએ પણ પોતાનો ગ્લેમરસ અંદાજની ઝલક બતાવી હતી. પ્રિયંકા ચોપરા ભારતની સાથે એક આંતરરાષ્ટ્રીય આઈકન માનવામાં આવે છે. મેટ ગાલામાં અનેક વર્ષોથી બાગ લે છે. 2019માં પ્રિયંકાએ ક્રિશ્ચિયન ડાયર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું ગાઉન પહેર્યું હતું.
આ વખતના ગાલાનું આકર્ષણ ઈશા અંબાણી પણ છે. 2019માં મેટ ગાલામાં ઈશા અંબાણી ભાગ લઈ ચૂકી હતી. ઈશાએ 2019માં પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું ગાઉન પહેર્યું હતું. મીડિયાના અહેવાલની વાત માનીએ તો આ ડ્રેસ બનાવવા માટે લગભગ 350 કલાકનો સમય લાગ્યો હતો.
ઈન્ડિયન સેલિબ્રિટીઝમાં મેટ ગાલામાં નતાશા પૂનાવાલાએ 2018માં ડેબ્યૂ કર્યું હતું. પ્રબલ ગુરુંગ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલું ગાઉન નતાશાએ પહેર્યું હતું. જે ગ્રેફિટી પ્રિન્ટ્સથી પ્રેરિત હતી, જ્યારે તેના લૂકની લોકોએ વિશેષ નોંધ લીધી હતી.
પ્રિયંકા ચોપરા સિવાય મસ્તાની ગર્લ દીપિકા પાદુકોણે મેટ ગાલામાં આમંત્રિત કરવામાં આવી હતી. દીપિકા પ્રેગનન્ટ પણ છે, પરંતુ વ્યક્તિગત કારણસર આ ગાલામાં ભાગ લેવાની નથી. આ અગાઉ બાર્બીકોર ડ્રેસ ચલણમાં આવ્યા પહેલા દીપિકાએ પિંક ગાઉનમાં ગાલામાં જોવા મળી હતી. દીપિકાના હોટ લૂકની પણ લોકોએ જોરદાર પ્રશંસા કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!