September 9, 2026
ધર્મ

ઉજ્જૈનમાં બજરંગબલીનો ચમત્કાર: તંત્રની ટેક્નોલોજી નિષ્ફળ, 8 ફૂટની મૂર્તિ ખસેડવામાં મશીનો કેમ પાછા પડ્યા?

Spread the love


ઉજ્જૈનઃ મધ્ય પ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈન આસ્થાનું કેન્દ્ર તો છે, પરંતુ હવે ચમત્કાર થયો હોવાની વાતને લઈ ચર્ચામાં આવ્યું છે. સિંહસ્થ 2028ની તૈયારીઓને લઈ શહેરની કાયાપલટ તો કરવામાં આવી રહી છે, પરંતુ સતી ગેટ વિસ્તારનું એક મંદિર ચર્ચાનું કારણ બન્યો છે. અહીંયા આવેલું 170 વર્ષ જૂના અને ઐતિહાસિક મંદિર યા ખડે હનુમાન મંદિરને હટાવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ એ વખતે ચોંકાવનારો બનાવ બન્યો હતો.

ભારે ભરખમ મશીનની કરી અજમાઈશ
પાલિકા પ્રશાસન દ્વારા ખડે હનુમાન મંદિરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો. પોકલેન અને જેસીબી મશીનની સાથે મંદિર પરિસરને હટાવવામાં આવ્યું હતું. કાર્યવાહી વખતે મંદિરના બહાર અને ઉપરના માળખાને સરળતાથી હટાવી દેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે મુખ્ય ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન હનુમાનની આઠ ફૂટ ઊંચી પ્રાચીન મૂર્તિને હટાવવાની નોબત આવી ત્યારે તમામ મશીનો નિષ્ફળતા રહ્યા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર છેલ્લા ચાર દિવસથી પ્રતિમાને હટાવવા માટે ચાર મોટા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ બજરંગબલી મૂર્તિ પોતાની જગ્યાથી એક ઇંચ પણ હટાવી શક્યા નહોતા.

એડિશનલ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી
ઘટનાસ્થળેથી મૂર્તિ હટાવી શક્યા નહીં, ત્યારે એ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા છે. ઘટનાસ્થળે હજારો શ્રદ્ધાળુઓની ભીડ વધી રહી છે. લોકો બજરંગબલીના સાક્ષાત ચમત્કાર માનીને જય જયકાર બોલાવી રહ્યા છે. હવે શ્રદ્ધાળુઓને હટાવવા માટે પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. એડિશનલ ફોર્સ પણ તહેનાત કરવામાં આવી છે.

પુરાતત્ત્વ વિભાગે આપી ચેતવણી, હાઈ ટેક સ્કેનિંગ કર્યું
પ્રશાસન દ્વારા આ બાબત પણ પડકારજનક બન્યો છે. આ પ્રાચીન મૂર્તિની સંવેદનશીલતાને જોતા પુરાતત્ત્વ વિભાગ (આર્કેલોજિકલ ડિપાર્ટમેન્ટ) ચેતવણી આપી છે કે યોગ્ય વૈજ્ઞાનિક ટેક્નિકથી જો બળજબરીપૂર્વક કરવામાં આવી તો મૂર્તિ ખંડિત થઈ શકે છે. મહેશ પંડિત (મંદિરના પૂજારી)એ કહ્યું કે જો મૂર્તિને કોઈ નુકસાન થયું અથવા ખંડિત થઈ તો તેની જવાબદારી પ્રશાસનની હશે. બીજી બાજુ પૂજારી અને હિંદુ સંગઠનોએ પણ પાલિકાની કામગીરીને લઈ ગંભીર સવાલો ઊભા કર્યા છે.

અધિકારીઓએ કહ્યું છે કે કોઈ પણ ભોગે હવે ધાર્મિક આસ્થાને કોઈ ઠેસ પહોંચવી જોઈએ નહીં અને ના તો કોઈ મૂર્તિને નુકસાન થવું જોઈએ નહીં. હવે પ્રશાસન દ્વારા હાઈ ગ્રાઉન્ડ સ્કેનિંગ અને આધુનિક નિષ્ણાતોની પણ મદદ લઈ રહી છે, જેથી જાણી શકાય કે મૂર્તિના પાયા કેટલા ઊંડા છે અને કોઈ પ્રકારના નુકસાન વિના મૂર્તિને ખસેડી શકાય. હાલના તબક્કે કામને રોકી દેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!