August 20, 2026
વાસ્તુ ટિપ્સ

સુખ-શાંતિ જોઈએ છે? આ 8 નાની આદતો તમારા ઘરની નકારાત્મક ઊર્જા કરશે દૂર

Spread the love

ભાગદોડભરી અને તણાવપૂર્ણ જિંદગીમાં દરેક વ્યક્તિ પોતાના ઘરમાં શાંતિ, સુખ અને સકારાત્મક વાતાવરણ ઈચ્છે છે. મોટાભાગના લોકો માને છે કે ઘરમાં પોઝિટિવ એનર્જી લાવવા માટે કલાકો સુધી પૂજા-પાઠ, યજ્ઞ કે મોટા ધાર્મિક અનુષ્ઠાન કરવા જરૂરી છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. રોજિંદી દિનચર્યામાં માત્ર થોડા નાના અને સરળ ફેરફારો કરીને પણ તમે ઘરની નકારાત્મક ઊર્જાને દૂર કરી સુખ-શાંતિ લાવી શકો છો. વાસ્તુ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, અહીં દર્શાવેલી 8 સરળ આદતો અપનાવીને ઘરનું વાતાવરણ પવિત્ર અને ઊર્જાવાન બનાવી શકાય છે:

સવાર-સાંજ દીવો પ્રગટાવવો
ઘરના પૂજા સ્થાન પર સવાર અને સાંજ એમ બંને સમયે ઘી અથવા તલના તેલનો દીવો અવશ્ય કરવો જોઈએ. દીવાની રોશની અને જ્યોત ઘરમાં રહેલી નકારાત્મકતાનો નાશ કરી સકારાત્મકતાનો સંચાર કરે છે.

પૂજા સ્થાનની નિયમિત સ્વચ્છતા
ઘરમાં મંદિર નાનું હોય કે મોટું, તેની સ્વચ્છતા અત્યંત મહત્વપૂર્ણ છે. ભગવાનની મૂર્તિઓ, તસવીરો, આસન અને પૂજા સામગ્રી હંમેશા સાફ અને સુવ્યવસ્થિત રાખવી જોઈએ. સ્વચ્છ વાતાવરણમાં મન આપોઆપ એકાગ્ર અને શાંત બને છે.

રોજ પાંચથી દસ મિનિટ મંત્રોચ્ચાર
મનની શાંતિ અને માનસિક તણાવ દૂર કરવા માટે મંત્રોચ્ચાર ઉત્તમ ઔષધિ સમાન છે. દરરોજ સવારે કે સાંજે તમારી શ્રદ્ધા મુજબ ૐ નમઃ શિવાય, ગાયત્રી મંત્ર કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ.

પૂજામાં ઘંટડીનો ઉપયોગ કરવો
પૂજા-આરતી દરમિયાન ઘંટડી વગાડવાની પરંપરા સદીઓ જૂની છે. ઘંટડીના નાદથી ઉત્પન્ન થતી ધ્વનિ તરંગો વાતાવરણને શુદ્ધ કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર ભગાવે છે.

શંખનાદ કરવો
જો તમારા ઘરમાં શંખ હોય, તો નિયમિત પૂજા સમયે શંખ ફૂંકવાની આદત કેળવો. શંખના પવિત્ર અવાજથી ઘરમાં રહેલી વાયુ અશુદ્ધિઓ નષ્ટ થાય છે અને પવિત્ર ઊર્જાનો સંચાર થાય છે.

ધૂપ અને અગરબત્તીની સુગંધ
પૂજા સમયે શુદ્ધ ધૂપ, ગૂગળ કે સુગંધિત અગરબત્તી પ્રગટાવવી. તેની સુવાસ ઘરના દરેક ખૂણે ફેલાઈને મનને પ્રફુલ્લિત રાખે છે અને ધ્યાન લગાવવામાં મદદરૂપ બને છે.

ઈશ્વરનો આભાર માનવો
સવારે જાગીને તેમજ રાત્રે સૂતા પહેલાં માત્ર બેથી પાંચ મિનિટ માટે આંખો બંધ કરીને ઈશ્વરે આપેલા જીવન અને સારા કાર્યો બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવો. તેનાથી મનમાં સંતોષ અને શાંતિ જળવાઈ રહે છે.

ધાર્મિક પુસ્તકો અને ગ્રંથોનું પઠન
દરરોજ થોડો સમય કાઢીને હનુમાન ચાલીસા, શિવ ચાલીસા, ભગવદ્ ગીતા કે રામચરિતમાનસ જેવા ગ્રંથોનું વાંચન કરવું જોઈએ. તેનાથી ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ બને છે અને પરિવારના સભ્યોમાં સદ્વિચાર વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!