August 17, 2026
મનોરંજન

ગોવિંદા અને સુનીતાના વિવાદમાં સોમી અલીની એન્ટ્રી: ‘હીરો નંબર વન’ના સમર્થનમાં કહી મોટી વાત

Spread the love

સુનીતા આહુજાના ‘સુગર ડેડી’ વાળા નિવેદન પર વિવાદ શું છે?

india tv
(ગોવિંદા-સુનીતા વિવાદ)
ગોવિંદા-સુનીતા-સોમી અલી સપોર્ટ

નેવુંના દાયકાનો સુપરસ્ટાર ગોવિંદા આજે પણ ચર્ચા રહે છે. ગયા વર્ષે અચાનક પોતાના ઘરમાં પોતાની બંદૂકથી ગોળી છૂટીને ઘાયલ થયો હતો, ત્યારથી લઈને આજ સુધી ચર્ચામાં રહે છે. પત્ની સુનિતા સાથે પણ હવે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગોવિંદા પોતાનાથી અડધી ઉંમરની યુવતી સાથે અફેર હોવાની ચર્ચાને કારણે પત્ની રોજેરોજ તેના પર આરોપો મૂકી રહી છે, જ્યારે હવે ગોવિંદાએ પણ સોશિયલ મીડિયા પર પત્નીને લિમિટમાં રહેવા જણાવ્યું છે.

ગોવિંદા અને સુનીતા આહુજાની લડાઈએ સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા જગાવી છે અને હીરો નંબર વનની સાથે કામ કરી ચૂકેલી સોમી અલી એક્ટરના સપોર્ટમાં આવી છે. સોશિયલ મીડિયા પરની પોસ્ટ પર સોમી અલીએ ગોવિંદાનો સપોર્ટ કર્યો છે. સોમી અલીએ કહ્યું છે કે ગોવિંદાને વ્યક્તિગત અને પ્રોફેશનલી ઓળખું છું. તે એક બેસ્ટ હીરો છે, જે એટલો સારો અભિનેતા છે એટલો જ વિનમ્ર વ્યક્તિ પણ.

સોમી અલીએ લખ્યું છે કે ગોવિંદાનું જરુરિયાત વખતે હું ટેકો આપીશ. ચીચી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બેસ્ટ ફિલ્મ કરી હતી, જે ઈન્ડસ્ટ્રીનો બેસ્ટ હીરો છે. હું ગોવિંદા અને સુનીતા બંનેનું સન્માન કરું છું. કોઈ પણ કલાકારની ક્ષમતા તેની ઉંમર અને કો-સ્ટાર સાથેની ઉંમર સાથે નક્કી કરી શકાય, પરંતુ તેની ટેલેન્ટ, પ્રોફેશનલ વર્તણૂક અને કામ કરવાની રીતથી થાય છે. ટેલેન્ટની કોઈ એક્સપાયરી હોતી નથી. જ્યારે તમને કામ કરવાનું મુશ્કેલ રહે છે, ત્યારે તેની કામ કરવાની વાત સન્માનને લાયક હોય છે નહીં કે મજાક ઉડાવવાની. કોઈ પણ વ્યક્તિની કિંમત ઉંમરથી નહીં, પણ ટેલેન્ટથી હોય છે.

ગોવિંદાના કામની પ્રશંસા કરતા સોમી અલીએ આગળ લખ્યું હતું કે કોઈ પણ એક્ટરની કિંમત તેની ઉંમર અથવા એની સાથે અભિનેત્રીની ઉંમર સાથે કરવી જોઈએ નહીં. તે કલાકારની ટેલેન્ટ, પ્રોફેશનાલિઝમ અને આગળ વધવાની ધગશ પર આધાર રાખે છે. દરેક અભિનેતાને પોતાની ક્ષમતા પુરવાર કરવાની પણ તક મળવી જોઈએ. ઉંમર ક્યારેક કોઈ વ્યક્તિ વિરુદ્ધ હથિયાર બનતું નથી, જે ફક્ત આજીવિકાનું સાધન બને એ જરુરી છે. ક્યારેક કોઈ અભિનેતા માટે એ બાબત પ્રશંસાની છે કે જ્યારે ઈન્ડસ્ટ્રીના લોકો તેને કહેવા લાગે કે તે વૃદ્ધ બની ગયો છે, પરંતુ હાર માન્યા વિના કામ કરતો રહે છે.

તાજેતરમાં ગોવિંદાએ એના માટે જે ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો અને સુનીતા દ્વારા સુગર ડેડી કહેવા અંગે પણ સ્પષ્ટતા કરી હતી. હીરો નંબર વન ગોવિંદાએ કહ્યું હતું કે સંબંધોમાં અભદ્ર ભાષાનો ઉપયોગ સંબંધોની ગરિમાને ઘટાડે છે અને આ બિલકુલ બરાબર નથી. પોતાનાથી નાની ઉંમરની અભિનેત્રી સાથે કામ કરવા અંગે સુનીતાએ ભડકીને ગોવિંદાને સુગર ડેડીનું નામ આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!